પાકિસ્તાન હારતા ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર ફેંકાયું!:ઇંગ્લેન્ડે રોમાંચક મેચમાં PAKને 2 વિકેટે હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી, કેપ્ટન હેરી બ્રુકે સેન્ચુરી ફટકારી
ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ટીમે મંગળવાર રાત્રે પાકિસ્તાન સામે 2 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ સાથે ઇંગ્લિશ ટીમ આ એડિશનની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઇંગ્લિશ ટીમે સૌથી વધુ પાંચમી વખત સેમિફાઈનલમાં પ્રવેશ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ, આ હાર સાથે જ પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર ફેંકાઈ ગઈ છે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં ઇંગ્લિશ ટીમે 165 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 8 વિકેટ પર ચેઝ કરી લીધો હતો. જોફ્રા આર્ચરે ચોગ્ગો મારીને જીત અપાવી હતી. કેપ્ટન હેરી બ્રુકે 100 રનની ઇનિંગ રમી હતી. વિલ જેક્સ 28 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 4 વિકેટ ઝડપી હતી અને ઉસ્માન તારિકને બે વિકેટ મળી હતી. આ પહેલાં, પાકિસ્તાન તરફથી ઓપનર સાહિબઝાદા ફરહાને 63 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બાબર આઝમ અને ફખર ઝમાને 25-25 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને 3 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચર અને જેમી ઓવરટનને 2-2 વિકેટ મળી હતી. આદિલ રશીદને એક વિકેટ મળી હતી અને એક બેટર રનઆઉટ થયો હતો. પ્લેયર ઑફ ધ મેચ કેપ્ટન હેરી બ્રુક બન્ને ટીમની પ્લેઇંગ-11 ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર અને આદિલ રશીદ. પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, સલમાન મિર્ઝા અને ઉસ્માન તારિક.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

