પાપારાઝીએ 'મમ્મા' કહીને બોલાવતા શ્રુતિ હાસન ભડકી:એક્ટ્રેસે કહ્યું- 'તમારી મમ્મા છે? શું બકવાસ કરો છો'; મુંબઈની રેસ્ટોરન્ટ બહાર વિવાદ
એક્ટ્રેસ અને સિંગર શ્રુતિ હાસન તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી પર ખરાબ રીતે ભડકી ગઈ હતી. આ ઘટના એક રેસ્ટોરન્ટની બહાર બની હતી, જ્યાં શ્રુતિ ડિનર માટે પહોંચી હતી. એક વ્યક્તિએ તેને ‘મમ્મા’ કહીને બોલાવી, આ સાંભળતા જ શ્રુતિનો પારો ચડી ગયો અને તેણે તરત જ ત્યાં પોતાનો ગુસ્સો ઠાલવી દીધો. શ્રુતિ બોલી – ‘શું બકવાસ રહ્યા છો તમે’
ઘટનાના વીડિયોમાં શ્રુતિ હાસન જ્યારે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળીને પોતાની કાર તરફ આગળ વધી રહી હતી, ત્યારે ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેને કવર કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ભીડમાંથી કોઈએ તેને ‘મમ્મા’ કહ્યું. શ્રુતિ આ વાત પર ગુસ્સે થઈ ગઈ. વીડિયોમાં શ્રુતિ ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. તેણે તરત જ પાપારાઝી તરફ ફરીને પૂછ્યું, ‘કોણ છે મમ્મા? તમારી મમ્મા છે? શું બકવાસ રહ્યા છો તમે?’ આ પછી એક્ટ્રેસે પોતાની કાર ચેક કરી અને પોઝ આપ્યા વિના તરત જ ત્યાંથી નીકળી ગઈ. દુલકર સલમાન અને પ્રભાસ સાથે જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો, શ્રુતિ હાસન આવનારા સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સનો ભાગ છે. તે ફિલ્મ ‘આકાશમલો ઓકા તારા’ (Aakasamlo Oka Tara)માં દુલકર સલમાન સાથે જોવા મળશે. આ ઉપરાંત, ‘સલાર પાર્ટ 2’ની સૌથી વધુ ચર્ચા છે, જેમાં તે સાઉથ સ્ટાર્સ પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે ફરીથી સ્ક્રીન શેર કરશે. શ્રુતિ OTT પર પણ ડેબ્યૂ કરી ચૂકી છે અને ટૂંક સમયમાં અનન્યા પાંડેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ની બીજી સીઝનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

