બ્રિટનમાં ભારતીય મૂળના ઇમામને આજીવન કેદ:જિન-કાળા જાદૂનો ડર બતાવીને છોકરીઓનું યૌન શોષણ કરતો, 21 ગુનામાં દોષિત જાહેર
પૂર્વી લંડનમાં એક ભારતીય મૂળના ઇમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જેણે ધાર્મિક નેતા તરીકે પોતાના પદનો દુરુપયોગ કરીને મહિલા શ્રદ્ધાળુઓનું યૌન શોષણ કર્યું હતું. અબ્દુલ હલીમ ખાનને ગુરુવારે સ્નેયર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવી. તેને 2004થી 2015 વચ્ચે સાત મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધ કરવામાં આવેલા 21 યૌન ગુનાઓ માટે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ લેસ્લી કથબર્ટે આદેશ આપ્યો કે 54 વર્ષીય ખાનને પેરોલ માટે પહેલા ઓછામાં ઓછી 20 વર્ષની સજા ભોગવવી પડશે. આધ્યાત્મિક શક્તિઓનો ખોટો દાવો
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે ખાને આધ્યાત્મિક શક્તિઓ હોવાનો ખોટો દાવો કર્યો હતો અને આ દાવાઓનો ઉપયોગ 12 વર્ષ સુધીની નાની ઉંમરની બાળકીઓને ફોસલાવવા અને યૌન શોષણ કરવા માટે કરતો હતો. અદાલતને જણાવવામાં આવ્યું કે ખાને ટાવર હેમલેટ્સમાં બાંગ્લાદેશી મુસ્લિમ સમુદાયની મહિલાઓ અને બાળકીઓને નિશાન બનાવી, કારણ કે આ વિસ્તારમાં તેનો ઘણો પ્રભાવ હતો અને તે જાણતો હતો કે પીડિતો સમાજમાં બદનામી અને શરમના ડરથી યૌન શોષણની ફરિયાદ કરવાનું ટાળશે. જિન અને કાળા જાદુનો ડર બતાવ્યો
તપાસ મુજબ, ખાને પીડિતોનો વિશ્વાસ જીતવા માટે સ્થાનિક મસ્જિદમાં ઇમામ તરીકેની પોતાની ભૂમિકાનો ઉપયોગ કર્યો અને પછી અવાવરું જગ્યાઓ અથવા તેમના ઘરો પર બેઠકો નક્કી કરી. શોષણ દરમિયાન, તેણે ખોટો દાવો કર્યો કે તેમના પર જિન અથવા કોઈ અલૌકિક આત્માનો સાયો છે. મેટ્રો પોલીસના ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર જેની રોનને કહ્યું કે અબ્દુલ ખાને પોતાની જાતને એક સન્માનિત અને વિશ્વસનીય વ્યક્તિ તરીકે રજૂ કરી હતી. જો કે, આ સત્યથી ઘણું દૂર હતું, તેણે તેના બદલે અન્ય લોકોને પોતાના શિકાર બનાવ્યા અને તેમનો ફાયદો ઉઠાવ્યો. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના નિષ્ણાત પ્રોસિક્યુટર મેલિસા ગાર્નરે જણાવ્યું કે અબ્દુલ હલીમ ખાને ઘણા વર્ષો સુધી મહિલાઓ અને બાળકીઓને પોતાના શિકાર બનાવવા માટે એક વિશ્વસનીય ધાર્મિક નેતા તરીકે પોતાના પદનો દુરુપયોગ કર્યો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

