ભારતે સતત ચોથી મેચ જીતી:અમદાવાદમાં નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું; શિવમ દુબેની ફિફ્ટી, વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ લીધી

Last Updated: February 22, 2026By

ભારતે T20 વર્લ્ડ કપ 2026માં સતત ચોથી મેચ જીતી છે. બુધવારે ત્રીજી મેચમાં ટીમે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aની આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા. જવાબમાં, નેધરલેન્ડ્સ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન જ બનાવી શક્યું. વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી. શિવમ દુબેએ 2 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી. ટીમ ઇન્ડિયા માટે શિવમ દુબેએ 66 રન બનાવ્યા. આ વર્લ્ડ કપમાં તેની પહેલી ફિફ્ટી છે. હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા. લોગન વાન બીકે 3 વિકેટ લીધી. આર્યન દત્તે 2 વિકેટ લીધી.