મસાજ પાર્લરમાં 61 મહિલાઓનું શોષણ:55 ગુપ્ત વીડિયો બનાવ્યા, હનીમૂન પર આવેલી નવવધૂને પણ ન છોડી; ઓસ્ટ્રેલિયામાં ભારતીયને 13 વર્ષની સજા
ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં ભારતીય મૂળના એક મસાજ થેરાપિસ્ટનું કાળું સત્ય સામે આવ્યું છે. દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જઈને વસેલા 39 વર્ષીય સુમિત સતીશ રસ્તોગીને 61 મહિલાઓના યૌન ઉત્પીડનના કેસમાં કોર્ટે 13 વર્ષ 10 મહિનાની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તેના ગુનાઓને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે તેનું વર્તન “આઉટ ઓફ કંટ્રોલ” થઈ ચૂક્યું હતું. 55 કિસ્સાઓમાં ગુપ્ત વીડિયો મળ્યા
મીડિયા અહેવાલો મુજબ, સુમિત રસ્તોગી એડિલેડના ગ્લેનેલગ વિસ્તારમાં આવેલા એક મસાજ પાર્લરમાં કામ કરતો હતો. ઓક્ટોબર 2021થી જુલાઈ 2022 વચ્ચે તેણે ત્યાં આવનારી મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરી અને કેટલાય કિસ્સાઓમાં ગુપ્ત રીતે વીડિયો અને તસવીરો પણ રેકોર્ડ કરી. પોલીસ તપાસમાં તેની વિરુદ્ધ કુલ 97 ગુના સામે આવ્યા છે, જેમાં 55 કિસ્સાઓમાં ગુપ્ત વીડિયો બનાવવા અને 42 કિસ્સાઓમાં ગંભીર અશ્લીલ છેડતી સામેલ હતી. સાઉથ ઓસ્ટ્રેલિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ કારમેન માાટેઓએ સુનાવણી દરમિયાન કહ્યું કે આરોપીએ એ મહિલાઓનો ભરોસો તોડ્યો, જેઓ ત્યાં સુરક્ષિત વાતાવરણની આશા લઈને આવી હતી. કોર્ટે કહ્યું કે શરૂઆતના ગુનાઓ પછી તેનો ઉત્સાહ વધતો ગયો અને પછીના મહિનાઓમાં તેનું વર્તન અત્યંત ખતરનાક અને બેકાબૂ થઈ ગયું હતું. કેટલીય પીડિત મહિલાઓએ અદાલતમાં પોતાના દર્દનાક અનુભવો શેર કર્યા
એક મહિલાએ જણાવ્યું કે તેની સાથે આ ઘટના હનીમૂન દરમિયાન થઈ હતી, જેણે તેની જિંદગીની સૌથી સુંદર યાદને ડરામણા અનુભવમાં બદલી નાખી. તેણીએ કહ્યું કે હવે તે પુરુષ ડૉક્ટરો અને હેલ્થ પ્રોફેશનલ્સ પર પણ ભરોસો નથી કરી શકતી. કોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે સુમિત રસ્તોગી કોઈ માન્યતા પ્રાપ્ત મસાજ થેરાપીની ડિગ્રી કે ટ્રેનિંગ વિના કામ કરી રહ્યો હતો. સુનાવણી દરમિયાન બચાવ પક્ષે કહ્યું કે આરોપીને “વોયરિસ્ટિક ડિસઓર્ડર” નામની માનસિક સમસ્યા છે, જેમાં કોઈ અજાણી વ્યક્તિને ચોરી-છૂપીથી જોવાથી કે રેકોર્ડ કરવાથી યૌન ઉત્તેજના અનુભવાય છે. જોકે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ બીમારી તેના ગુનાઓને યોગ્ય ઠેરવી શકે નહીં. સજા સંભળાવતા અદાલતે 10 વર્ષ 10 મહિનાનો નોન-પેરોલ પિરિયડ નક્કી કર્યો છે. એટલે કે તેનાથી પહેલા તે જેલમાંથી બહાર આવી શકશે નહીં. અહેવાલો મુજબ, સજા પૂરી થયા પછી તેને ઓસ્ટ્રેલિયાથી ડિપોર્ટ (દેશનિકાલ) પણ કરવામાં આવી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

