યુવાન દેખાવાની લ્હાયે શેફાલી જરીવાલાનો જીવ લીધો?:'કાંટા લગા' ગર્લના પતિ પરાગે ચર્ચાઓ પર કહ્યું, 'જો આવું ઇન્જેક્શન હોત, તો રતન ટાટા જીવતા હોત'
‘કાંટા લગા’ ગીત ફેમ એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 27 જૂન 2025ના રોજ નિધન થયું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુંદરતા માટે લીધેલા ઇન્જેક્શનના કારણે એક્ટ્રેસનું મોત નિપજ્યું છે. હવે આ અંગે તેના પતિ અને એક્ટર પરાગ ત્યાગીએ પ્રતિક્રિયા આપી છે. ‘અમે લોકો બિલકુલ સામાન્ય ભોજન ખાતા હતા’ ‘ફિલ્મીજ્ઞાન’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીતમાં પરાગ ત્યાગીએ કહ્યું, ‘અમે લોકો બિલકુલ નોર્મલ ભોજન કરતા હતા. નૂડલ્સથી લઈને આઈસ્ક્રીમ સુધી બધું જ ખાતા હતા. શેફાલી પણ અઠવાડિયામાં એક-બે વાર આઈસ્ક્રીમ ખાતી હતી. ઘરમાં દાળ, શાક, રોટલી અને કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓ બધી બનતી હતી. બસ પ્રોટીન થોડું વધારે રહેતું હતું.’ પરાગે વધુમાં કહ્યું, ‘તે પોતાની આખી લાઈફમાં આ સમયે સૌથી વધુ ફિટ હતી.’ તેણે ઇન્જેક્શન સંબંધિત દાવાઓ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું, ‘મને નથી ખબર કે કોણ અમારા ઘરમાં આવીને જોઈ ગયું છે કે કોણે આ બધું કહી દીધું?’ ‘શેફાલી નેચરલ બ્યુટી હતી’ ગોરા થવાના ઇન્જેક્શનની ચર્ચાઓ પર પરાગે કહ્યું, ‘તેને (શેફાલી) વધુ ગોરા થવાની શું જરૂર હતી? તે નેચરલ બ્યુટી હતી.’ જ્યારે, યુવાન દેખાડતા ઇન્જેક્શનની વાત પર તેણે કહ્યું, ‘જો યુવાન થવાના ઇન્જેક્શન આવતા હોય, તો મને પણ કહી દેજો. તમે પણ લઈ લેજો, તમારા માતા-પિતાને પણ અપાવી દેજો.’ તેણે આગળ કહ્યું, ‘જો એવું કોઈ ઇન્જેક્શન હોત, જે માણસને હંમેશા યુવાન રાખત, તો કદાચ રતન ટાટા જી આજે જીવતા હોત.’ ‘વોટ્સએપ યુનિવર્સિટીનું માનવાનું બંધ કરો’ અફવાઓ પર નારાજગી વ્યક્ત કરતા પરાગે કહ્યું, ‘મિત્રો, કૃપા કરીને દેખાડા પર ન જાઓ, તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. આજે વોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયા પર લોકો કંઈ પણ વાંચી લે છે, પરંતુ તેના વિશે રિસર્ચ કરતા નથી. નેગેટિવ વસ્તુઓ લોકોને ખૂબ જ ઝડપથી વેચાય છે.’ તેણે લોકોને અપીલ કરતા કહ્યું, ‘બસ હું બધાને વિનંતી કરવા માંગીશ, આવું ન કરો.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

