રનઆઉટના ચક્કરમાં બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે વિવાદ:નાટકીય અંદાજમાં સલમાન અલીને BAN કેપ્ટને પેવેલિયન ભેગો કરતા મેદાન પર જ દલીલ થઈ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચ દરમિયાન સલમાન અલી આગા અજીબોગરીબ રીતે રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ઢાકામાં રમાયેલી આ મેચમાં તે સારી લયમાં જોવા મળી રહ્યો હતો અને અડધી સદી ફટકારીને રમી રહ્યો હતો, પરંતુ બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસનની ચાલાકીના કારણે તે રન આઉટ થઈ ગયો. જોકે, સલમાન આ રીતે આઉટ થવાથી ખુશ નહોતો અને પેવેલિયન પરત ફરતી વખતે ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે બાઉન્ડરી લાઇન પાસે પહોંચતા જ પોતાનું હેલ્મેટ અને ગ્લવ્સ પણ ફેંકી દીધા હતા. સલમાન અલીના આ રીતે આઉટ થવાથી ક્રિકેટના મેદાન પર ફરી એકવાર ‘ખેલદિલી’ને લઈને ચર્ચા જાગી છે. મેહદી અને સલમાન વચ્ચે દલીલ થઈ આ ઘટના પાકિસ્તાનની ઇનિંગની 39મી ઓવરમાં બની હતી. ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ રિઝવાને ઓન સાઈડ તરફ બોલને પુશ કર્યો. બોલની સ્પીડ બહુ વધારે નહોતી, તેથી બોલિંગ કરી રહેલા મેહદી હસન મિરાજ બોલ પકડવા માટે દોડ્યો. આ દરમિયાન વચ્ચે સલમાન અલી આગા આવી ગયો અને બંને ખેલાડીઓ વચ્ચે થોડી ટક્કર પણ થઈ. આ દરમિયાન બોલ સલમાનના પગ પાસે જઈને રોકાયો. સલમાને બોલને ઉભેલો જોઈ તેને ઉઠાવવાની કોશિશ કરી, પણ તે ભૂલી ગયો કે તે ક્રિઝની બહાર ઉભો છે. બાંગ્લાદેશના કેપ્ટન મિરાજે સલમાન પહેલા બોલ ઉઠાવી લીધો અને સ્ટમ્પ પર થ્રો કર્યો. બોલ સ્ટમ્પને અડતાની સાથે જ રન આઉટની અપીલ થઈ, જેને અમ્પાયરે થર્ડ અમ્પાયર પાસે રિફર કરી, જ્યાં અમ્પાયરે સલમાનને રન આઉટ જાહેર કર્યો. સલમાન બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસનને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તે બોલ ઉઠાવીને આપી રહ્યો હતો, પરંતુ હસને કહ્યું કે તે ક્રિઝની બહાર હતો. સલમાન ભારે ગુસ્સામાં પેવેલિયન તરફ પરત ફર્યો. આ દરમિયાન મોહમ્મદ રિઝવાને બાંગ્લાદેશી ખેલાડીઓને શાંત રહેવાની અપીલ કરી હતી, જેઓ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા હતા. ————— ક્રિકેટના આ સમાચાર પણ વાંચો… PAK ક્રિકેટરને ખરીદવા પર કાવ્યા મારન ટ્રોલ થઈ: અબરાર અહેમદને વિદેશી લીગમાં અંદાજે 2.34 કરોડમાં ખરીદ્યો; BCCIએ પણ ખુલાસો કરવો પડ્યો લંડનમાં ધ હન્ડ્રેડ (The Hundred 2026) ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ (અંદાજે 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો છે. ત્યારે ઈન્ડિયન ફેન્સે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કાવ્યા મારનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી. વિવાદ વધતા BCCIનું નિવેદન પણ આવી ગયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

