રિલાયન્સની 49મી વાર્ષિક સામાન્ય સભા 19 જૂને:₹6 ડિવિડન્ડને મંજૂરી મળી શકે છે, બુધવારે કંપનીનો શેર ₹4 ઘટીને 1,352 પર બંધ થયો હતો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) 19 જૂન 2026 ના રોજ યોજાશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે આ બેઠક વિડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો દ્વારા બપોરે 2:00 વાગ્યે શરૂ થશે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે જાહેર કરાયેલા ₹6 પ્રતિ શેરના ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ વાર્ષિક બેઠક સાથે જ ડિવિડન્ડની પાત્રતા અને શેરધારકોના મતદાન સંબંધિત મહત્વપૂર્ણ તારીખોની પણ જાહેરાત કરી દીધી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે યોગ્ય શેરધારકોને ઓળખવા માટે 5 જૂન 2026 ને “રેકોર્ડ ડેટ” તરીકે નક્કી કરી છે. મતદાન માટે 12 જૂન કટ-ઓફ ડેટ, ડિજિટલ માધ્યમથી થશે નિર્ણયો આ ઉપરાંત, AGM નોટિસમાં સમાવિષ્ટ થનારા વિવિધ પ્રસ્તાવો પર મતદાન કરવા માટે કંપનીએ શુક્રવાર, 12 જૂન 2026 ને “કટ-ઓફ ડેટ” તરીકે જાહેર કરી છે. આ તારીખ સુધીમાં જે રોકાણકારો પાસે કંપનીના શેર હશે, તેઓ જ એજન્ડા આઇટમ્સ પર પોતાનો મત આપવા માટે હકદાર હશે. જોકે, કંપનીએ હજુ સુધી એક્સચેન્જ ફાઇલિંગમાં AGM ના એજન્ડા અથવા ચર્ચા થનારા મુખ્ય મુદ્દાઓની કોઈ અન્ય માહિતી શેર કરી નથી. બજાર અને રોકાણકારોની નજર, ₹1352 પર બંધ થયો શેર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપની છે, જેનો કારોબાર એનર્જી, પેટ્રોકેમિકલ્સ, રિટેલ, ટેલિકમ્યુનિકેશન (જિયો) અને ડિજિટલ સર્વિસિસ જેવા મોટા અને મુખ્ય સેક્ટર્સમાં ફેલાયેલો છે. બુધવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રિલાયન્સનો શેર ₹1352 ના સ્તરે બંધ થયો હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 13% ઘટ્યો નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13% ઘટીને ₹16,971 કરોડ રહ્યો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં નફો ₹19,407 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 13% વધીને ₹2.98 લાખ કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચ 2025માં ₹2.64 લાખ કરોડ હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

