વર્લ્ડ કપ વચ્ચે ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન:ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું, નોઇડાથી અલીગઢ પહોંચ્યો મૃતદેહ; મંગેતર પ્રિયા સરોજ 3 દિવસથી હોસ્પિટલમાં સાથે હતી
ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે સવારે લગભગ 4.36 વાગ્યે નિધન થયું છે. તેઓ 60 વર્ષના હતા. તેમને ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું. થોડા દિવસ પહેલા તેમની તબિયત વધુ બગડી હતી, ત્યારબાદ તેમને અલીગઢથી ગ્રેટર નોઇડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મૃતદેહને અલીગઢ લાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવશે. રિંકુ પણ ચેન્નાઈથી નીકળી ગયો છે અને ટૂંક સમયમાં અલીગઢ પહોંચશે. પિતાની તબિયત બગડવાની જાણ થતાં જ રિંકુ સિંહ મંગળવારે ટીમ ઇન્ડિયાનો સાથ છોડીને ચેન્નઈથી સીધા નોઇડા પહોંચ્યા હતા. તેમને ટી-20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ સેશન છોડવી પડી હતી. 25 ફેબ્રુઆરીએ રિંકુ ચેન્નઈ પાછા ફર્યા હતા અને ટીમ સાથે જોડાઈ ગયા હતા. જોકે, 26 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી સુપર-8ની મેચમાં તેઓ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા. તેઓ સબસ્ટિટ્યૂટ તરીકે મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. સૂત્રો અનુસાર, પિતાના નિધનના સમાચાર મળ્યા બાદ રિંકુ ઘરે પરત ફરી રહ્યા છે. આ દરમિયાન રિંકુની મંગેતર અને મછલીશહરના સાંસદ પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે ફોન પર ભાસ્કર સાથે વાત કરી. જણાવ્યું કે- પ્રિયા ઘણા દિવસોથી રિંકુના પરિવાર સાથે છે. અમે પણ રાત્રે ગયા હતા. પાછા ફરતી વખતે રસ્તામાં નિધનના સમાચાર મળ્યા. રિંકુ સિંહના પિતાના નિધન વિશે પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

