વર્લ્ડ ચેમ્પિયન ગુકેશને ગ્રાન્ડમાસ્ટર અરવિંદ ચિદમ્બરમે હરાવ્યો:પ્રાગ ચેસ ફેસ્ટિવલમાં છેલ્લા નંબર પર પહોંચ્યો; 19 રેટિંગ પોઇન્ટ્સ પણ કપાયા

Last Updated: March 4, 2026By

વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને પ્રાગ ઇન્ટરનેશનલ ચેસ ફેસ્ટિવલ 2026માં ભારતીય ગ્રાન્ડમાસ્ટર અરવિંદ ચિદમ્બરમ સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર પછી લાઇવ ચેસ રેન્કિંગમાં ગુકેશ 20મા સ્થાને પહોંચી ગયો. તે ટુર્નામેન્ટમાં છેલ્લા નંબર પર ચાલી રહ્યો છે. ગુકેશ 6 રાઉન્ડ પછી 3 ગેમ હાર્યો
ડિસેમ્બર 2024માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ગુકેશ પર સતત દબાણ રહ્યું છે. પ્રાગમાં ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી ખાસ રહ્યું નથી. ટુર્નામેન્ટમાં 6 રાઉન્ડ પછી તે 3 મેચ હારી ચૂક્યો છે, જ્યારે બાકીની 3 મેચ ડ્રો રહી. ખરાબ પ્રદર્શનને કારણે તેના 19 રેટિંગ પોઇંન્ટ્સ પણ ઓછા થઈ ગયા. સમય ઓછો હોવાને કારણે ઝડપથી ચાલ ચાલવી પડી
મંગળવારે રમાયેલી મેચમાં મેચના છેલ્લા તબક્કામાં ગુકેશથી મોટી ભૂલ થઈ ગઈ. સમય ઓછો હોવાને કારણે તેને 35મીથી 40મી ચાલ સુધી ઝડપથી ચાલવું પડ્યું. 40મી ચાલ પર થયેલી એક ભૂલથી સ્થિતિ તેના હાથમાંથી નીકળી ગઈ અને અરવિંદને લીડ મળી ગઈ. આ પછી ગુકેશે રિઝાઇન કર્યું. ગુકેશ મેચ ડ્રો કરાવી શક્યો હોત
મેચ પછી અરવિંદ ચિદમ્બરમે જણાવ્યું કે 37મી ચાલમાં ‘f4’ રમવું ગુકેશ માટે ભારે પડ્યું. આ ચાલથી તેના નાઈટ (ઘોડા)ને e3 અને e2 જેવી જગ્યાઓ સુધી પહોંચવાની તક મળી. જો તે સમયે ગુકેશ રૂક (હાથી) d2 ચાલ્યા હોત તો મુકાબલો ડ્રો તરફ જઈ શક્યો હોત. ગુકેશ પાસે સમય ઓછો હતો- અરવિંદ
અરવિંદે કહ્યું કે આ મેચમાં સમયે સાથ આપ્યો. ગુકેશ પાસે સમય ઓછો હતો અને બોર્ડ પર બે નાઈટ હોવાથી સ્થિતિ મુશ્કેલ બની ગઈ. જો ગુકેશ પાસે થોડો વધુ સમય હોત, તો તે 40મી ચાલ પર રૂક d3 રમીને મેચ બચાવી શક્યો હોત. તેણે એમ પણ કહ્યું કે આ મુકાબલો બંને ખેલાડીઓ માટે સરળ નહોતો, કારણ કે ટુર્નામેન્ટમાં બંનેનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નહોતું.