શું મુસ્લિમો યુરોપને ગળી જશે?:ફ્રાન્સને ભડકે બાળવામાં જેહાદી એંગલ, મેક્રોનથી મેલોની સુધી રેલો, 30 દેશોમાં અંધાધૂંધી, 2004ની ભવિષ્યવાણી સાચી પડી શકે
શું દુનિયાના સૌથી એડવાન્સ ગણાતા યુરોપનો નકશો અને ઓળખ કાયમ માટે બદલાવા જઈ રહી છે? આ સવાલ એટલા માટે કારણ કે ફ્રાન્સ, જર્મની કે બ્રિટનની સરહદો જ નહીં પણ આખા યુરોપ ખંડની સેક્યુરલ ઓળખ અને પોલિટિકલ સોવેર્નિટી દાવ પર છે. જો યુરોપમાં ઈસ્લામ અને ક્રિશ્યાનિટીની આ સંસ્કૃતિનો ટકરાવ નહીં અટકે તો આવનારા વર્ષોમાં પશ્ચિમી દેશોની આખી લોકશાહીનું માળખું ધરમૂળથી બદલી અને ધ્રુજી ઉઠશે. શું છે આખો વિવાદ અને શું ખરેખર યુરોપનું ઈસ્લામિફિકેશન થઈ રહ્યું છે? ચાલો વિગતે વાત કરીએ… નમસ્કાર… આજે આખા યુરોપના રાજકારણ અને સિક્યોરિટી પોલીસીના સેન્ટરમાં એક જ ડર છવાયેલો છે. શું માસ માઈગ્રેશન અને ઊંચા જન્મદરને કારણે યુરોપને ઈસ્લામ ધર્મ ગળી રહ્યો છે? જવાબ વિશે પછી વાત કરીશું પણ અત્યારે જે થઈ રહ્યું છે પહેલા તેની વાત કરી લઈએ. આ સિચ્યુએશનને જમણેરી પક્ષો અને પોપ્યુલિસ્ટ રાજકારીઓ યુરેબિયા અને ગ્રેટ રિપ્લેસમેન્ટ કહે છે. યુરોપમાં ઈસ્લામ ધર્મ વિશે કોણે શું કહ્યું? તેમનો દાવો છે કે 21મી સદીના એન્ડ સુધીમાં યુરોપ પોતાની ખ્રિસ્તી અને ઉદારવાદી ઓળખ ગુમાવીને ઈસ્લામિક ખંડ બની જશે. જેના કારણે વર્ષ 2004માં ઈતિહાસકાર બર્નાર્ડ લુઈસે કરેલી આગાહી પછી જે વાત ખાલી બંધ ઓરડામાં થતી હતી તે હવે ફ્રાન્સમાં એરિક ઝેમોર, જર્મનીમાં થિલો સારાઝિન અને હંગેરીમાં વિક્ટર ઓબર્ન જેવા નેતાઓ દ્વારા થઈ રહી છે. આ લોકો માટે ઈસ્લામ ચૂંટણી જીતવા માટે પોતાનું સૌથી મોટું હથિયાર બની ગયો છે. અત્યારે આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જર્મની-ફ્રાન્ આ મુદ્દાનું હાલ સૌથી મોટું એપીસેન્ટર બન્યું છે. જર્મનીમાં 6 સપ્ટેમ્બરના થયેલી સેક્સની એનહાલ્ટ રાજ્યની ચૂંટણીમાં AfDએ જીત મેળવીને ફેડરિક મર્ઝની ઊંઘ હરામ કરી દીધી છે. AfD પાર્ટીના પહેલા ચાન્સેલર પદના ઉમેદવાર એલિસ વિડેલે તો આવનાર ફેડરલ ચૂંટણીમાં આખી જર્મનીમાં 40 ટકા મત મેળવવાનો ટાર્ગેટ પણ જાહેર કરી દીધો છે. “સરકાર બનશે તો બોર્ડર બંધ, માસ માઈગ્રેશન કરીશ” વિડેલે પોતાના 100 દિવસના ફ્યૂચર પ્લાનમાં જાહેરાત કરી છે કે સરકાર બનાવ્યાના પહેલા 100 દિવસમાં જ તે જર્મનીની સરહદો પૂરી રીતે સીલ કરી દેશે અને દસ્તાવેજ વગરના બધા જ લોકોને પાછા પોતાના દેશ મોકલી દેશે. આટલું જ નહીં તેમણે રિમાઈગ્રેશન એટલે કે સામૂહિક દેશનિકાલના વિવાદાસ્પદ એજન્ડાનો પણ ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. અમેરિકન અબજો પતિ એલોન મસ્ક દ્વારા તેમના અધિવેશનનું એક્સ પર 21 કરોડથી વધુ ફોલોઅર્સ સામે લાઈવસ્ટ્રીમિંગ કરવામાં આવ્યું, જેણે આ વિવાદને હવા આપી દીધી હતી. “ઈસ્લામ વિશ્વમાં સંકટનો સામનો કરી રહ્યું છે” હવે વાત કરીએ જર્મનીની બાજુમાં આવેલા ફ્રાન્સની કારણ કે ત્યાં સ્થિતિ કંઈ ઓછી વિસ્ફોટક નથી. ખુદ ઉદારવાદી ગણાતા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન કહી ચૂક્યા છે કે, “ઈસ્લામ એક એવો ધર્મ છે જે આજે પૂરા વિશ્વમાં સંકટનો સામનો કરી રહ્યો છે.” મેક્રોનનો સૌથી મોટો વાંધો ઈસ્લામિક અલગતાવાદ સામે છે, જે તેમના મતે પ્રજાસત્તાકના મૂલ્યોથી વિચલિત થઈને દેશની અંદર જ સમાંતર સમાજ ઊભો કરી રહ્યો છે. ટૂંકમાં તેને બહુમતિ શું કરે છે તેની સાથે કોઈ લેવાદેવા નથી અથવા તેમાં ભળવું પણ નથી. તેમને પોતાની જ ધાર્મિક ભાવના અને રિચ્યુઅલ્સ પૂરતું મર્યાદિત રહેવું છે. મેક્રોન પર જમણેરી પક્ષનું દબાવ વધતા ભરાયા મરીન લે પેનના જમણેરી પક્ષ નેશનલ રેલીના વધતા દબાણમાં મેક્રોને ઈમાનોને સીધું અલ્ટીમેટમ આપ્યું છે કે કે, “કાં તો તમે પ્રજાસત્તાકની સાથે છો, કાં તો નથી.” આ રાજકીય દબાણમાં પાસ થયેલ કડક Loi Immigration કાયદાના કારણે મેક્રોન સરકારમાં 4 અઠવાડિયા લાંબુ સંકટ ઊભું થયું, બરાકા સિટી જેવી મોટી મુસ્લીમ ચેરિટી સંસ્થાઓ બંધ કરાઈ અને તત્કાલીન વડાપ્રધાન એલિઝાબેથ બોર્નને રાજીનામું આપવું પડ્યું હતું. હવે ઈટલીની વાત કરીએ તો ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, “ઈસ્લામિક સંસ્કૃતિ અને યુરોપિયન સભ્યતા વચ્ચે પ્રોબ્લમ ઓફ કમ્પેટિબિલિટી છે અને જ્યાં વ્યભિચાર કે ધર્મત્યાગ માટે મૃત્યુદંડ અપાતો હોય એવા શરિયા કાયદા માટે યુરોપમાં કોઈ સ્થાન નથી.” બીજી બાજુ યુનાઈટેડ કિંગડમમાં રિફોર્મ યુકેના નેતા નાઈજલ ફેરાજે વોર્નિંગ આપી છે કે બ્રિટનમાં મુસ્લિમોની વધતી સંખ્યા બ્રિટિશ મૂલ્યોને ધિક્કારે છે અને દેશ સાંપ્રદાયિક રાજકારણ બાજુ ધકેલાઈ રહ્યો છે. આ યુરોપની ઈન્ટરનલ કોન્ફ્લિક્ટ છે, તો પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૂર પૂરાવ્યો, જેણે બ્રિટનથી મુલાકાતથી લઈને યુએનના મંચ સુધી વોર્નિંગ આપી કે, સામા પક્ષે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન, ઈજિપ્તની સર્વોચ્ચ સંસ્થા અલ-અઝહર, ઈરા, સાઉદી અરેબિયા અને OICએ યુરોપ પર ધર્મનિરપેક્ષતાને હથિયાર બનાવવાનો આરોપ મૂકીને ફ્રેન્ચ પ્રોડક્ટ્સ પર બેન મૂકી દેવા સુધીના અભિયાનો ચલાવ્યા છે. જેથી યુરોપ ઈસ્લામ સામે કડક વલણ ન અપનાવે. રાજકારણીઓના આક્રામક ભાષણો સાંભળીને કોઈને પણ એવું લાગે કે યુરોપમાં મુસ્લીમ વસ્તી બહુમતીમાં આવી ગઈ છે પણ પ્યૂ રિસર્ચ સેન્ટર અને યુરોસ્ટેટના ઓફિશિયલ આંકડાઓ શું કહે છે તે જાણી લો. ઓક્ટોબર 2026ના હાલમાં પૂરા યુરોપના 30 દેશોમાં મુસ્લીમ વસ્તી માંડ એવરેજ 5-6 ટકા વચ્ચે છે. ફ્રાન્સમાં 10%, ઓસ્ટ્રિયામાં 8.3%, સ્વીડનમાં 8.1%, જર્મનીમાં 6.6% અને બ્રિટનમાં માંડ 6% મુસ્લીમ વસ્તી છે. જ્યારે પોલેન્ડ અને હંગેરી જેવા પૂર્વ યુરોપિયન દેશોમાં તો આ આંકડો 1 ટકાથી ઓછો છે. પ્યૂ રિસર્ચનો અંદાજો કહે છે કે જો 2050 સુધી મુસ્લીમ દેશોમાંથી જોરદાર માઈગ્રેશન ચાલુ રહે તો પૂરા યુરોપમાં મુસ્લીમ વસ્તી 6 ટકાથી વધીને 14 ટકા આસપાસ પહોંચી શકે છે. સ્વીડનમાં આ આંકડો 30.6 ટકાને પણ પાર પહોંચી શકે છે. યુરોપમાં માસ માઈગ્રેશન પ્રોબ્લમ છે પણ ત્યાં આવતા બધા શરણાર્થીઓ મુસ્લીમ નથી. બીજો આક્ષેપ છે કે ત્યાં ધર્માંતરણથી ઈસ્લામ ફેલાઈ રહ્યો છે. જેના ડેટા અને સમાચારો અવારનવાર આવતા રહેતા હોય છે. ઓફિશિયલ ડેટા કહે છે કે યુરોપમાં આવેલા ટોટલ ઈમિગ્રન્ટ્સમાંથી 50 ટકા મુસ્લીમ નહોતા, જેમાં યુક્રેન, બ્રાઝિલ અને રોમાનિયાથી આવેલા ખ્રિસ્તીઓનો પણ સમૂહ હતો. ડેટા એવું પણ કહે છે કે 2010થી 2016 વચ્ચે યુરોપમાં જેટાલ લોકોએ ઈસ્લામ ધર્મ માન્યો તેના કરતાં 1.60 લાખ વધુ લોકોએ ઈસ્લામ ધર્મને છોડી દીધો હતો. એટલે કે ધર્માંતરણથી યુરોપમાં મુસ્લીમ વસ્તી વધતી નથી તે કહેવું પણ યોગ્ય રહેશે. તો સવાલ થાય કે છતાં પણ કેમ યુરોપમાં ઈસ્લામોફોબિયા ફેલાઈ રહ્યો છે? તો તેનું એક કારણ હોય શકે છે યુરોપનો જન્મદર સંકટ અને એજ ગેપ. યુરોપમાં જે દેશોમાં વધારે મુસ્લીમ સંખ્યા નથી ત્યાંનો એવરેજ રિપ્રોડક્શન રેટ એટલે કે બાળકો પેદા કરવાનો દર 1.6 બાળકો છે. પ્રજનન દર વસ્તી ટકાવી રાખવા માટે 2.1 ટકાથી વધુ હોવો જોઈએ. સામેની બાજુ યુરોપમાં વસતા મુસ્લીમોનો રિપ્રોડક્શન રેટ 2.6 ટકા છે. બીજા ફેક્ટર એટલે કે એજ ગેપની પણ વાત કરી લઈએ. ફ્રાન્સમાં બિન-મુસ્લીમોની એવરેજ ઉંમર 43 વર્ષ અને જર્મનીમાં 47 વર્ષ છે. સામેની બાજુ ત્યાં વસતા મુસ્લીમોની એવરેજ ઊંમર ખાલી 27થી 31 વર્ષની જ છે. પૂરા યુરોપમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પ્રમાણ મુસ્લીમ વસ્તીમાં 27 ટકા છે, જે મૂળ યુરોપિયનના 15 ટકા કરતાં બેગણું છે. જો યુવાન વસ્તીના કારણે આજે જ યુરોપ પોતાની બધી જ બોર્ડર સીલ કરી દે તો 2050 સુધીમાં યુરોપમાં મુસ્લીમ વસ્તી 8 ટકા થઈ શકે છે, જો માઈગ્રેશન નીતિ મીડિયમ રાખે તો 12 ટકા થઈ શકે છે અને જો માઈગ્રેશન વધારી દે તો 2050 સુધીમાં યુરોપમાં મુસ્લીમ વસ્તી 15 ટકા આસપાસ પહોંચી શકે તેવો અંદાજો છે. બર્ટેલ્સમેન સ્ટિફટંગના ડેટા કહે છે કે તુર્કીમાં રહેતા મુસ્લીમોમાં ધાર્મિકતા 85 ટકા છે, જ્યારે જર્મનીમાં રહેતા તૂર્કી મૂળના મુસ્લીમ લોકોમાં ધાર્મિકતા 6 ટકા વધુ જોવા મળે છે, જેને સમાજશાસ્ત્રીઓ ડાયાસ્પોરા ઈફેક્ટ કહે છે. એટલે કે જ્યારે લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવા જાય છે, ત્યારે કેટલાક લોકો પોતાની મૂળ સંસ્કૃતિ અને ધર્મ સાથે વધુ મજબૂતીથી જોડાઈ શકે છે. પણ સામાન્ય યુરોપિયન નાગરિકના મનમાં ખરો ડર પેદા કરે છે સિક્યોરીટી અને આતંકવાદના આંકડા. 13 જુલાઈ 2026ના જાહેર થયેલા યુરોપોલ TE-SAT મુજબ, વર્ષ 2025માં EUના 10 દેશોમાં કૂલ 45 આતંકવાદી હુમલા થયા હતા જેમાં સૌથી વધુ ફ્રાન્સમાં 14, ઈટાલીમાં 11 અને ઓસ્ટ્રિયામાં 7 થયા હતા. આ કૂલ 45 હુમલમાંથી 24 હુમલા જેહાદી આતંકવાદ સાથે જોડાયેલા હતા. આ હુમલામાં 5 લોકોના જીવ જતા રહ્યા હતા અને 81 લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા એજન્સી માટે અત્યારે સૌથી ખતરનાક ધડાકો કિશોર આતંકવાદ એટલે કે ટીનેજ ટેરરિઝમ અને મ્યુટન્ટ જેહાદીઝમનો છે. 2025માં આતંકવાદ બદલ પકડાયેલા 486 શંકાસ્પદોમાંથી 347 એટલે કે 71 ટકા લોકો જેહાદી આતંકવાદમાં શામેલ હતા. સૌથી ભયાનક વાત એ છે કે તેમાંથી 108 આરોપી 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો હતા અને સૌથી નાનો બ્રેઈન વોશ થયેલો શકમંદ ખાલી 12 વર્ષનો હતો. આ લોકો ઓનલાઈન ઈકોસ્સિટમ, ક્રિપ્ટો કરન્સી અને થ્રી ડી પ્રિન્ટેડ હથિયારોના નેટવર્કથી કટ્ટર બન્યા હતા. પણ NITV ડેટાસેટ જેવા સાઈન્ટિફિક રિસર્ચ કહે છે કે કૂલ મુસ્લિમ વસ્તીના કદ અને આતંકવાદ વચ્ચે કોઈ સીધો મેથેમેટિકલ સંબંધ નથી. 2015ના પેરિસ હુમલા પછી ફ્રાન્સની પોલીસે કટોકટી લગાવીને મુસ્લિમ વિસ્તારોમાં વોરંટ વગર 4 હજાર 292 દરોડા પાડ્યા હતા પણ એમાંથી ખાલી 61 કેસમાં આતંકવાદી કનેક્શન મલ્યું હતું. હકિકતમાં યુરોપના 90 ટકાથી વધુ મુસ્લીમો લોકશાહીનું સમર્થન કરે છે જે જર્મનીમાં 96 ટકા છે. એમ છતાં, EU ફંડામેન્ટલ રાઈટ્સ એજન્સીના 10 હજાર મુસ્લીમો પરના સર્વે મુજબ યુરોપમાં 47 ટકા મુસ્લીમો રોજની લાઈફમાં ભેદભાવનો શિકાર બને છે જેને પણ નકારી ન શકાય. ઓસ્ટ્રિયામાં 71 ટકા અને જર્મનીમાં 68 ટકા સુધી પહોંચી ગયું છે. હવે સવાલ એ થાય કે જો 96 ટકા મુસ્લીમો લોકશાહીમાં માનતા હોય તો યુરોપમાં અત્યારે મુસ્લીમ્સથી શું પ્રોબ્લમ આવી રહી છે? ચાલો હવે તેની વાત કરી લઈએ. તો આ યુરોપ માટે કોઈ ધર્મનું સંકટ નથી પણ દાયકાઓ જૂની ઈન્ટીગ્રેશન પોલિસીની સિસ્ટમિક ફેલ્યોરનું રિઝલ્ટ છે. ફ્રાન્સે સમાનતાના નામે ધર્મનિરપેક્ષ મોડલ અપનાવ્યું પણ ઉત્તર આફ્રિકાથી આવેલા લોકોને પેરિસ અને માર્સેઈની બહાર સસ્તા ઉપનગરોમાં આર્થિક રીતે એકલા પાડી દીધા. આ ભેદભાવનું રિઝલ્ટ એ આવ્યું કે ત્યાં 10માંથી 1 મુસ્લિમ વિદ્યાર્થી 17 વર્ષની ઊંમર પહેલા નિશાળ પૂરી કરી શકે છે અને 2023માં કિશોર નાહેલ મર્ઝુકની હત્યા પછી જ આ અસંતોષે તોફાનનું સ્વરૂપ લીધું જેમાં 2 હજાર 400થી વધુ ધરપકડો પણ થઈ. બીજી બાજુ જર્મનીએ 1960 અને 1970ના દાયકામાં પોતાની ફેક્ટરીઓ ચલાવતા તુર્કી અને મોરક્કોથી લાખો મહેમાન કામદારો બોલાવ્યા હતા. જર્મન સરકાર એવા ભ્રમમાં રહી કે આ મજૂરો કામ પતાવીને પાછા જતા રહેશે એટલે 1999 સુધી તેમના બાળકોને સ્થાનિક ભાષા શીખવવાની કે નાગરિકતા આપવાની ચિંતા ન કરી. જેના કારણે ત્યાં 44.7 ટકા મૂળ જર્મન બાળકો યુનિવર્સિટી તરફ જતી મોટી શાળામાં પહોંચ્યા, ત્યાં તૂર્કિ મૂળના 13 ટકા બાળકો આગળ ન જઈ શક્યા. આમાં સૌથી મોટો વિરોધાભાસ અર્થતંત્રનો પણ છે. એક બાજુ 2015માં ચાન્સેલર એન્જેલા મર્કેલે એક જ વર્ષમાં 8 લાખ શરણાર્થીને પોતાના દેશમાં એન્ટ્રી આપી જેના કારણે જર્મનીએ ખાલી પાંચ જ વર્ષમાં શરણાર્થીઓ પાછળ 93.6 અબજ યુરોનો ખર્ચો કરવો પડ્યો અને લોકલ ટેક્સપેયરે આ મામલે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. પણ બીજી કડવી વાત એ પણ છે કે યુરોપ ઝડપથી ઘરડું થઈ રહ્યું છે અને તેની પેન્શન સિસ્ટમ ટકાવી રાખવા માટે યુવા હાથોની સખત જરૂર છે. અત્યારની વાત કરીએ તો સેક્સની એનહાલ્ટ રાજ્યમાં રાઈટિસ્ટ પાર્ટી AfDએ બોર્ડર સીલ કરવાના નામે ચૂંટણી જીતી છે, ત્યાં આજે ફેક્ટરીના કામદારોથી લઈને શિક્ષકો, ન્યાયાધીશો અને કેરગિવર્સની મોટી અછત છે. આટલું જ નહીં મુસ્લીમ માઈગ્રેશનનો સૌથી વધુ વિરોધ કરતા પોલન્ડ જેવા પૂર્વ યુરોપના દેશો પણ પોતાની ઈકોનોમી બચાવવા ખાનગીર રીતે વિદેશી કામદારોને વર્ક પરમિટ આપવા મજબૂર બન્યા છે. તો શું એલિસ વિડેલ, જ્યોર્જિયા મેલોની, ઈમેન્યુઅલ મેક્રોન કે નાઈજલ ફેરાજ ચૂંટણી જીતીને ખરેખર લાખો લોકોને દેશનિકાલ કરી શકશે? જવાબ છે અત્યારે કંઈ કહી શકાય નહીં. વિડેલનો 100 દિવસમાં સરહદ સીલ અને રીમાઈગ્રેશન પ્લાન જર્મન બંધારણ અને EU સંધિઓની સીધી વિરુદ્ધ છે, જેને બદલવામાં સંસદમાં પહેલા બહુમતી લાવવી પડે. વળી ઓગસ્ટ 2025માં જ યુરોપિયન યુનિયનની સૌથી મોટી અદાલતે મેલોનીની બહુ ગાજેલા અલ્બેનિયા ડિટેન્શન મોડલને ગેરકાયદેસર કહીને બ્રેક મારી દીધી હતી. યુરોપની આ રાજકીય ખેંચતાણની સીધી અસર ભારત અને ખાસ કરીને ગુજરાતના લાખો પરિવાર પર પણ પડવાની છે. બ્રિટનમાં નાઈજલ ફેરાજના દબાણ હેઠળ જો કાયમી વસવાટ એટલે કે ILR એટલે કે ઈન્ડેફિનાઈટ લીવ ટુ રિમેઈન નાબૂદ કરીને દર 5 વર્ષે નવા વિઝાનો નિયમ લગાવવામાં આવે તો લંડનથી લઈને લેસ્ટર સુધી વસેલા હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ અને નોકરિયાતનું ભવિષ્ય પણ અધ્ધરતાલ થઈ શકે એમ છે. જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે ગેરકાયદેસર શરણાર્થીઓ પર 11 અબજ યુરોના નવા EU માઈગ્રેશન પેક્ટ દ્વારા તવાઈ આવતા, કામદારોની અછતથી ઝઝૂમતા જર્મની અને ઈટાલી જેવા દેશો પાસે ભારતના કુશળ IT એન્જિનિયર્સ, હેલ્થ વર્કર્સ અને પ્રોફેશનલ્સ માટે કાયદેસરના દરવાજા ખોલ્યા વગર બીજો કોઈ ઓપ્શન જ નથી. ટૂંકમાં યુરોપ અત્યારે પોતાના જ બનાવેલા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે, જ્યાં એક બાજુ જમણેરી મીડિયા ડર વેચી રહ્યું છે અને બીજી બાજુ રાજકારણીઓ વોટબેંક બનાવી રહ્યા છે. યુરોપને અત્યારે વસ્તીવિષયક ઈસ્લામીકરણ ગણી રહ્યું છે પણ તેની અસલી લડાઈ બહારની સરહદોના કાયદેસર કન્ટ્રોલ સાથે-સાથે દેશની અંદર રહેતા નાગરિકોને સમાન તક આપીને સગીરોમાં ફેલાતા જેહાદીઝમને રોકી પાડવાની છે. જો યુરોપ આ બેલેન્સ નહીં બનાવે તો સરહદો પર ગમે એટલા તાળાં માર્યા પછી પણ તે પોતાના શહેરોની અંદર સળગતી અસંતોષની આગને ક્યારેય બુઝાવી શકશે નહીં. અને છેલ્લે… આવી જ કંઈક વાત આપણા દેશમાં યુવા આંદોલનો માટે બે કેન્દ્રીય મંત્રીઓ એટલે કે રાજનાથ સિંહ અને કિરણ રિજિજુએ કરી. રિજિજુએ કહ્યું કે બાંગ્લાદેશ અને ફ્રાન્સમાં જેવી હિંસા ભારતમાં ભડકાવવાનો યુવાનોનો પ્લાન હતો. જો કે આમાં તેમની રાજકીય પાર્ટીનો ફેવરિટ ઈસ્લામિક એંગલ મિસિંગ હતો. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

