સચિન તેંડુલકરના દીકરાના લગ્નની શરણાઈ ગુંજી!:ધોની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો, સુરેશ રૈના, હરભજન, રાહુલ દ્રવિડે પણ પ્રસંગમાં હાજરી આપી; જુઓ VIDEO
સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકના આજે (5 માર્ચ) લગ્ન થઈ રહ્યા છે. લગ્ન માટે મહેમાનો સ્થળ પર પહોંચવા લાગ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની, અનિલ કુંબલે સમારોહમાં પહોંચી ગયા છે. ક્રિકેટર અજિંક્ય રહાણે, સુરેશ રૈના, હરભજન સિંહ પણ લગ્નમાં પહોંચ્યા છે. લગ્નના ફંકશન 3 માર્ચથી જ ચાલી રહ્યા છે. અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકનું પ્રી-વેડિંગ ફંક્શન 27 ફેબ્રુઆરીએ ગુજરાતના જામનગરમાં અંબાણી પરિવારના આંગણે થયું હતું. બંનેએ ઓગસ્ટ 2025માં સગાઈ કરી હતી. સાનિયા ચંદોક ગ્રેવિસ ગ્રુપના ચેરમેન રવિ ઘઇની પૌત્રી છે. અર્જુનની બહેન સારાની ખાસ મિત્ર પણ છે. લગ્નમાં પહોંચેલા મહેમાનોની તસવીરો: પ્રી-વેડિંગ ફંક્શનની 3 તસવીરો… ‘દીકરાને પ્રેમ કરનાર જીવનસાથી મળ્યો’ કાર્યક્રમની સૌથી યાદગાર ક્ષણ ત્યારે હતી જ્યારે સચિન તેંડુલકરે માઇક સંભાળ્યું. સચિને કહ્યું- ‘અર્જુન, મને તારા પર ખૂબ ગર્વ છે. જ્યારે કોઈ દીકરો, છોકરીને ઘરે લાવે છે અને તેનો પરિચય કરાવે છે ત્યારે પિતા સમજી જાય છે કે દીકરો હવે મોટો થઈ ગયો છે. અર્જુન અને સાનિયા એકબીજાના પ્રેમમાં પાગલ અને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. અર્જુન, તને એવો સાથી મળી ગયો છે, જે તને એટલો જ પ્રેમ કરે છે, જેટલો તું તેને કરે છે.’ તેંડુલકર અને ચંદોક પરિવારનું સ્વાગત કરતા નીતા અંબાણીએ કહ્યું, ‘સચિન અને અંજલિ, તમે હંમેશા અમારા પરિવારનો ભાગ રહ્યા છો. તમારી ખુશીમાં સામેલ થઈને અમારું હૃદય ખુશીથી ભરાઈ ગયું છે. મેં અર્જુનને એક નાના બાળકમાંથી એક જવાબદાર યુવાન બનતા જોયો છે. આજે તે પોતાના જીવનની સૌથી સુંદર પાર્ટનરશિપની શરૂઆત કરવા જઈ રહ્યો છે.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

