સાઉથ આફ્રિકાએ UAEને 6 વિકેટે હરાવ્યું:હવે 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત સામે મુકાબલો; બ્રેવિસે 36 રન બનાવ્યા, કોર્બિન બોશે 3 વિકેટ લીધી
T20 વર્લ્ડ કપની 34મી મેચમાં સાઉથ આફ્રિકાએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ને 6 વિકેટથી હરાવ્યું. આ વર્લ્ડ કપમાં ટીમનો આ સતત ચોથો વિજય છે. UAE માટે આ ત્રીજો પરાજય છે. સાઉથ આફ્રિકાની ટીમ હવે સુપર-8 મેચમાં અમદાવાદમાં ભારત સામે રમશે. અગાઉ, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. UAEએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા. UAEએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 122 રન બનાવ્યા. 123 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. સાઉથ આફ્રિકા માટે ડેવાલ્ડ બ્રેવિસે 36, રાયન રિકેલ્ટને 30, એડન માર્કરમે 28 અને ક્વિન્ટન ડી કોકે 14 રન બનાવ્યા. જેસન સ્મિથ (3) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (6) અણનમ રહ્યા. UAE માટે અલીશાન શરાફુએ સૌથી વધુ 45 રન બનાવ્યા. તેના સિવાય કેપ્ટન મુહમ્મદ વસીમ 22, ઓપનર આર્યંશ શર્માએ 13 અને મુહમ્મદ અરફાને 11 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા માટે કોર્બિન બોશે 3 અને એનરિક નોર્કિયાએ 2 વિકેટ લીધી. જ્યોર્જ લિન્ડેને 1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, જેસન સ્મિથ, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, કાગીસો રબાડા, ક્વેના મફાકા, એનરિક નોર્ત્યા. UAE: આર્યંશ શર્મા (વિકેટકીપર), મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, સોહેબ ખાન, સૈયદ હૈદર, મુહમ્મદ અરફાન, ધ્રુવ પરાશર, મુહમ્મદ ફારૂક, હૈદર અલી, જુનૈદ સિદ્દીકી, મુહમ્મદ જવાદુલ્લાહ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

