સૂર્યાની કેપ્ટનશીપમાં ઈન્ડિયા ચેમ્પિયન બનશે?:તેની આગેવાનીમાં ભારત એકપણ સિરીઝ હાર્યું નથી, જો વર્લ્ડ કપ જીત્યા તો રોહિતને પાછળ છોડી દેશે
ટીમ ઈન્ડિયા આજે ન્યૂઝીલેન્ડ સામે ટાઇટલ જીતવા અમદાવાદમાં ઉતરશે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. ટીમ ભલે એક મેચ હારી હતી, પણ બાકીને મેચમાં શાનદાર રમી છે. આ ઈન્ડિયન ટીમમાં બધાના વખાણ થઈ રહ્યા છે. કોઈ સંજુના કરે છે, તો કોઈ હાર્દિકના, તો કોઈ ગૌતમ ગંભીરના કોચિંગના પણ વખાણ કરે છે. પણ આ આખી ટીમને જેણે લીડ કરી છે, તેના વિશે ઘણી ઓછી ચર્ચા કરે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઈન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની; જેણે માત્ર આ ટુર્નામેન્ટમાં જ નહીં, પણ છેલ્લા બે વર્ષથી આ ટીમને જબરદસ્ત લીડ કરી છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે કઈ રીતે સૂર્યાએ ઈન્ડિયન ક્રિકેટની ટીમને લીડ કરી અને તેનો રેકોર્ડ્સ કેવો રહ્યો છે… ધોની-રોહિત પછી T20 વર્લ્ડ કપ જીતનાર ત્રીજો કેપ્ટન બની શકે ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં બે વાર જીતી છે. એક 2007માં એમ.એસ.ધોનીની કેપ્ટનશીપમાં જીત્યો હતો. જ્યારે 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ચેમ્પિયન બની હતી. હવે ભારત આ કપને ડિફેન્ડ કરવા ઉતરશે. જો ઈન્ડિયા આ વર્લ્ડ કપ જીતી જાય છે, તો સૂર્યકુમાર યાદવ ધોની અને રોહિત પછી ત્રીજો ભારતીય કેપ્ટન બનશે, જેના નેતૃત્ત્વમાં ભારત ચેમ્પિયન બન્યું હોય. ઉપરાંત ભારત પહેલી એવી ટીમ બનશે, જેણે T20 વર્લ્ડ કપની હોસ્ટ કન્ટ્રી તરીકે ટુર્નામેન્ટ જીતી હોય અને વર્લ્ડ કપ ટ્રોફીને ડિફેન્ડ કરી હોય. T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ટકાવારી જોઈએ તો રોહિત શર્માની 79% છે. જો ફાઈનલ મેચ જીતી જાય છે સૂર્યકુમાર યાદવ તેને પાછળ છોડીને ભારતનો T20 ફોર્મેટમાં ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન બની શકે છે. સૂર્યાની આગેવાનીમાં ભારત ક્યારેય T20 સિરીઝ હાર્યું નથી ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યાએ 2024માં સંભાળી. તેણે બે વાર 2023માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ટીમની આગેવાની કરી રહતી. આ પછી રોહિત ટીમમાં પરત ફર્યો અને ભારતે વર્લ્ડ કપ જીત્યો. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ ફોર્મેટમાંથી રિટાયર થયા. સાથે જ હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ પૂરો થયો. ત્યારે ગૌતમ ગંભીર ટીમના હેડ કોચ બન્યા અને સૂર્યકુમાર યાદવને T20I ટીમનો કેપ્ટન બનાવ્યો. આ પછી ભારતે ઘરઆંગણે અને ઘરની બહાર એમ કુલ મળીને 10 સિરીઝ રમી. જેમાં એશિયા કપ જેવી મલ્ટી નેશન ટુર્નામેન્ટ પણ સામે છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એકપણ સિરીઝ હારી નથી. ભારત તેની આગેવાનીમાં 10 સિરીઝ રમી અને તેમાંથી 8 સિરીઝ જીતી, એક એશિયા કપમાં ચેમ્પિયન બન્યા, જ્યારે એક સિરીઝ ડ્રો રહી હતી. આ ઉપરથી ખ્યાલ આવી શકે છે એક લીડર તરીકે તેણે જેમ પોતાના પ્લેયર્સને સાચવ્યા, તેના કારણે ટીમનું પરફોર્મન્સ પણ જબરદસ્ત રહ્યું. હવે વાત કરીએ તેના આ વર્લ્ડ કપ પરફોર્મન્સની… સૂર્યકુમાર યાદવની આ વર્લ્ડ કપમાં બેટિંગની વાત કરીએ તો તેણે USA સામેની જ પ્રેશર વાળી સિચ્યુએશનમાં 84 રનની કેપ્ટન્સ ઇનિંગ રમી. આ પછી પાકિસ્તાન સામે સ્પિન ફ્રેન્ડલી પીચ પર 32 રન બનાવ્યા અને ઝિમ્બાબ્વે સામે 13 બોલમાં 33 રનની તોફાની બેટિંગ કરી. આ સિવાય તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જોકે હવે તેની પાસેથી ફાઈનલમાં ખૂબ જ અપેક્ષા છે. તેની 360 ડિગ્રી શોટ્સથી જોરદાર રમે અને ભારતને ચેમ્પિયન બનાવે તેવી આશા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

