હિમાચલ પ્રદેશમાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદની વિદ્યાર્થીનીઓની ગૌરવશાળી જીત:2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો

Last Updated: May 26, 2026By

ઓલ ઈન્ડિયા વાડો કાઈ કરાટે એસોસિયેશને નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 24 મે 2026ના રોજ આયોજન કર્યું હતું. જેમાં ભારતમાંથી ભાગ લેનાર રાજ્ય, પશ્ચિમ બંગાળ, વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, આસામ, પંજાબ, ઓડિશા તેમજ અન્ય ઘણા રાજ્યોના વિદ્યાર્થીઓ અંદાજિત 600 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ત્યારે આમાં ગુજરાતના અમદાવાદની પાંચ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો જેમાં કાતા અને કુમિતે 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ વિજેતા વિધાર્થિનીઓ ઑગસ્ટ 2026માં આવતી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ રમવા માટે થાઇલેન્ડ જશે. આ વિધાર્થિનીઓને કરાટેની ટ્રેનિંગ ‘સન્સઇ’ અક્ષય ચૌહાણ માહી કરાટે ઝોન પ્રેસિડેન્ટે આપી હતી.

Leave A Comment