15% સુધી મોંઘું થઈ શકે છે મોબાઇલ રિચાર્જ:આગામી 3-4 મહિનામાં વધારો થઈ શકે છે, જિયો-એરટેલનો માર્કેટ શેર વધુ વધશે

Last Updated: July 7, 2026By

ભારતના ટેલિકોમ સેક્ટરમાં ટૂંક સમયમાં મોબાઇલ રિચાર્જ અને ઇન્ટરનેટ પ્લાન મોંઘા થઈ શકે છે. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ રિપોર્ટ અનુસાર, આગામી 3 થી 4 મહિનામાં ટેલિકોમ કંપનીઓ તેમના ટેરિફમાં 12 થી 15% સુધીનો વધારો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, માર્કેટમાં હવે મુખ્યત્વે 3 પ્રાઇવેટ અને 1 સરકારી એટલે કે BSNL કંપની જ બચી છે, જેના કારણે કન્સોલિડેશન એટલે કે બજાર સંકોચાઈ ગયું છે. આવા સંજોગોમાં કંપનીઓ માટે કિંમતો વધારવાનું વાતાવરણ બન્યું છે. ભારતમાં જિયોના 52.96 કરોડ યુઝર સોર્સ- TRAI (મે 2026) પ્રતિ યુઝર કમાણીમાં 1.5% સુધીનો વધારો થવાની અપેક્ષા રિપોર્ટમાં ટેલિકોમ સેક્ટરના નાણાકીય પ્રદર્શનનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. આ મુજબ જૂન ક્વાર્ટરમાં દેશની ત્રણેય મોટી પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ (જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા) ના પ્રતિ યુઝર સરેરાશ રેવન્યુ એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) માં ક્વાર્ટર-દર-ક્વાર્ટર (QoQ) ના આધારે 1 થી 1.5% નો વધારો જોવા મળી શકે છે. 2G થી 4G-5G પર શિફ્ટ થઈ રહ્યા છે ગ્રાહકો કંપનીઓના ARPU માં સુધારાનું સૌથી મોટું કારણ ગ્રાહકોનું ઝડપથી 2G નેટવર્ક છોડીને 4G અને 5G નેટવર્ક પર જવું છે. આ ઉપરાંત, પોસ્ટપેડ ગ્રાહકોની વધતી સંખ્યાથી પણ પ્રતિ યુઝર કમાણીમાં વધારો થઈ રહ્યો છે. જિયો અને એરટેલના ગ્રાહકો વધશે સેન્ટ્રમની રિપોર્ટ મુજબ, રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના યુઝર્સ સતત વધી રહ્યા છે. જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ જિયો લગભગ 70 લાખ નવા ગ્રાહકો ઉમેરવાની અપેક્ષા છે. જ્યારે ભારતી એરટેલના ગ્રાહકોમાં લગભગ 50 લાખનો વધારો થઈ શકે છે. તેની સરખામણીમાં વોડાફોન-આઈડિયા ફક્ત 2 લાખ ગ્રાહકો જ ઉમેરી શકશે. 5G કવરેજ વધવાથી ડેટાનો ઉપયોગ વધ્યો દેશભરમાં 4G અને 5G નેટવર્કનો વ્યાપ વધવાને કારણે ગ્રાહકોનો ડેટા યુસેજ સતત મજબૂત રહ્યો છે. રિલાયન્સ જિયો અને એરટેલે દેશના 90% થી વધુ જિલ્લાઓમાં પોતાની 5G સર્વિસ પહોંચાડી દીધી છે. હવે આ કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન પોતાના નેટવર્ક પર વધુને વધુ 5G સ્માર્ટફોનને જોડવા પર છે. આ સાથે જ બંને કંપનીઓ 5G FWA (ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ) અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં પણ ઝડપથી આગળ વધી રહી છે, કારણ કે આ બજારમાં હજુ વૃદ્ધિની ઘણી સંભાવનાઓ છે. વોડાફોન આઈડિયા પણ વ્યાપ વધારી રહી છે નબળી ગ્રાહક વૃદ્ધિ છતાં વોડાફોન આઈડિયા (VIL) પણ દેશમાં પોતાનું 5G નેટવર્ક વધારી રહી છે. હાલમાં વોડાફોન આઈડિયાનું 5G નેટવર્ક લગભગ 100 શહેરોમાં પહોંચી ગયું છે અને કંપની તેને ઝડપથી વધારી રહી છે.