Health News Swelling and pain in the legs can be fatal know the reasons behind blood clots | Gujarat News

Last Updated: March 30, 2026By

આપણે અનેક વાર જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ ચાલતા-ચાલતા અચાનક બેસી જાય છે. પગમાં દુખાવાના કારણે ચાલવું મુશ્કેલ બને છે. પગમાં સોજો, દુખાવો કે ભારેપણું અનુભવવો એ માત્ર થાકનું લક્ષણ નથી, પરંતુ તે શરીરમાં લોહી ગંઠાઈ જવાની ગંભીર પ્રક્રિયા એટલે કે વેનસ થ્રોમ્બોસિસ (Venous Thrombosis) ના સંકેત હોઈ શકે છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક ચોંકાવનારા સંશોધનમાં બહાર આવ્યું છે કે, આ સમસ્યા પાછળ માત્ર ખરાબ જીવનશૈલી જ નહીં, પરંતુ આપણા જનીનો પણ જવાબદાર છે.

વૈજ્ઞાનિકોએ કર્યો લોકો પર અભ્યાસ

નિષ્ણાતોએ ‘માલ્મો ડાયેટ એન્ડ કેન્સર સ્ટડી’ અંતર્ગત અંદાજે 30,000 લોકો પર લાંબા ગાળાનો અભ્યાસ કર્યો. આ સંશોધનમાં લોહી ગંઠાઈ જવા માટે જવાબદાર એવા 27 વિવિધ જનીનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ ત્રણ મુખ્ય જનીનો — ABO, F8 અને VWF — ને આ બીમારી માટે સૌથી વધુ જવાબદાર ગણાવ્યા છે.  વેનસ થ્રોમ્બોસિસ બિમારીના આ મુખ્ય કારણો હોવાનું સંશોધનમાં થયો ખુલાસો.

વેનસ થ્રોમ્બોસિસ થવાના આ છે કારણો

શરીરમાં લોહી ગંઠાઈ જવાની ગંભીર પ્રક્રિયા એટલે કે વેનસ થ્રોમ્બોસિસ થવાના અનેક કારણો છે. જો કોઈ વ્યક્તિમાં આનુવંશિક જોખમ પરિબળના કારણે લોહી ગંઠાઈ જવાનું જોખમ 180 ટકા જેટલું વધી જાય છે. સંશોધકોએ નોંધ્યું કે ‘ફેક્ટર વી લીડેન’ નામનું જિનેટિક મ્યુટેશન લોહીને ઘટ્ટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતો કહે છે કે આ ઉપરાંત માત્ર જનીનો જ નહીં, પરંતુ આપણી રોજિંદી આદતો પણ આ સ્થિતિને ગંભીર બનાવી શકે છે. બેઠાડુ જીવન, ખોટીખાનપાનની આદત તેમજ સ્થૂળતા, વધતી ઉંમર અને વધુ પડતી ઊંચાઈ પણ આ બીમારીનું જોખમ વધારે છે.

જીવલેણ બની શકે વેનસ થ્રોમ્બોસિસ

જ્યારે નસોમાં લોહી ગંઠાઈ જાય છે, ત્યારે તે પ્રવાહને અવરોધે છે. જો આ ગંઠાઈ (Clot) લોહીના પ્રવાહ સાથે ફેફસાં સુધી પહોંચી જાય, તો તેને પલ્મોનરી એમબોલિઝમ કહેવામાં આવે છે, જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. નિષ્ણાતો માને છે કે આ સંશોધન ભવિષ્યમાં, આ પ્રકારની આનુવંશિક માહિતીનો ઉપયોગ સારવારમાં સુધારો કરવા માટે થઈ શકે છે. આનાથી દર્દીઓને સારવારમાં મદદ મળશે.

આ પણ વાંચો : Liverને સ્વસ્થ રાખવા માટે કયા ત્રણ ખોરાક ટાળવા જોઈએ? જાણો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )