Health News Swelling and pain in the legs can be fatal know the reasons behind blood clots | Gujarat News
આપણે અનેક વાર જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ ચાલતા-ચાલતા અચાનક બેસી જાય છે. પગમાં દુખાવાના કારણે ચાલવું મુશ્કેલ બને છે. પગમાં સોજો, દુખાવો કે ભારેપણું અનુભવવો એ માત્ર થાકનું લક્ષણ નથી, પરંતુ તે શરીરમાં લોહી ગંઠાઈ જવાની ગંભીર પ્રક્રિયા એટલે કે વેનસ થ્રોમ્બોસિસ (Venous Thrombosis) ના સંકેત હોઈ શકે છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક ચોંકાવનારા સંશોધનમાં બહાર આવ્યું છે કે, આ સમસ્યા પાછળ માત્ર ખરાબ જીવનશૈલી જ નહીં, પરંતુ આપણા જનીનો પણ જવાબદાર છે.
વૈજ્ઞાનિકોએ કર્યો લોકો પર અભ્યાસ
નિષ્ણાતોએ ‘માલ્મો ડાયેટ એન્ડ કેન્સર સ્ટડી’ અંતર્ગત અંદાજે 30,000 લોકો પર લાંબા ગાળાનો અભ્યાસ કર્યો. આ સંશોધનમાં લોહી ગંઠાઈ જવા માટે જવાબદાર એવા 27 વિવિધ જનીનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ ત્રણ મુખ્ય જનીનો — ABO, F8 અને VWF — ને આ બીમારી માટે સૌથી વધુ જવાબદાર ગણાવ્યા છે. વેનસ થ્રોમ્બોસિસ બિમારીના આ મુખ્ય કારણો હોવાનું સંશોધનમાં થયો ખુલાસો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

