હવે જ્વેલર્સ પાસે પણ સોનું જમા કરાવી શકાશે:બેંક ઉપરાંત નવા કલેક્શન પાર્ટનર બનશે, નવી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ લાવવાની યોજના

Last Updated: July 4, 2026By

હવે તમે તમારા સોનાને બેંક લોકરની જેમ જ્વેલર્સ (સોની વેપારીઓ) પાસે પણ જમા કરાવી શકશો. સૂત્રો અનુસાર, સરકાર આગામી બે અઠવાડિયામાં એક નવી અને અપડેટેડ ‘ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ’ (GMS)ની જાહેરાત કરી શકે છે. નવી સ્કીમમાં દેશભરના સોની વેપારીઓને ‘કલેક્શન પાર્ટનર્સ’ તરીકે શામેલ કરી શકાય છે, જેનાથી તેઓ સામાન્ય લોકો પાસેથી સોનું જમા કરી શકશે. આ પહેલાં ફક્ત બેંકોને જ સોનું જમા કરવાની મંજૂરી હતી. નવી સ્કીમથી 1000 ટન સોનું એકત્રિત કરવાની અપેક્ષા ‘ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન’ (AIJGF) એ જણાવ્યું છે કે નવા ફ્રેમવર્ક હેઠળ જ્વેલર્સને કલેક્શન પાર્ટનર બનાવવાથી ઘરોમાં રાખેલા સોનાને એકત્રિત કરવામાં ઝડપ આવશે. આનાથી એવી અપેક્ષા છે કે સરકાર બજારમાંથી 1000 ટનથી વધુ સોનું એકત્રિત કરી શકશે. ભારતના સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલરી એસોસિએશનોએ સરકારને આ યોજનાના નિયમોમાં ફેરફાર કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં સોનાની માગ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની રોજીરોટી પર કોઈ અસર ન થાય, સાથે જ વિદેશોમાંથી થતી સોનાની આયાત પણ ઓછી થાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાનો માત્ર 5% હિસ્સો પણ આ નવી સ્કીમમાં જમા થાય છે, તો તેનાથી દેશના બજારમાં લગભગ 90 અબજ ડોલર (લગભગ 8.57 લાખ કરોડ રૂપિયા) ની રોકડ આવશે. સરકારનું આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તે અપીલ પછી આવ્યું છે, જેમાં તેમણે દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની વાત કહી હતી. નવી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમના ફાયદા