નીતા અંબાણી દેશની સૌથી શક્તિશાળી મહિલા:ફોર્ચ્યુન ઇન્ડિયાની યાદીમાં નંબર 1 પર; ટોપ-10માં ઇશા અંબાણી પણ સામેલ

Last Updated: July 11, 2026By

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ફોર્ચ્યુન ઇન્ડિયાની સૌથી શક્તિશાળી ટોપ-100 મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સન્માન તેમને નેતૃત્વ અને સમાજ સેવા માટે મળ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ ફાઉન્ડેશને શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં કામ કરીને 2.9 કરોડ બાળકો સહિત દેશના 10 કરોડથી વધુ લોકોનું જીવન બદલ્યું છે. નીતા અંબાણીએ કહ્યું- સાચી શક્તિ અન્યોને સશક્ત બનાવવામાં છે ઇવેન્ટમાં નીતા અંબાણીએ કહ્યું, ‘નેતૃત્વને કરુણા, સમાવેશ અને સશક્તિકરણ દ્વારા વ્યાખ્યાયિત કરવું જોઈએ. મારા માટે સાચી શક્તિ અન્યોને સશક્ત બનાવવામાં છે. ભારતને દયા, સહાનુભૂતિ અને તમામ જીવો પ્રત્યે સન્માન પર આધારિત ‘સોફ્ટ પાવર’ની વધુ જરૂર છે.’ નીતા અંબાણીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે છોકરીઓને સશક્ત કરવાથી આખરે દેશ મજબૂત બનશે. તાજેતરમાં અમેરિકામાં મળ્યો હતો ‘AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ’ ફોર્ચ્યુન ઇન્ડિયાની આ રેન્કિંગ પહેલાં, આ જ મહિને 3 જુલાઈના રોજ નીતા અંબાણીને અમેરિકાના ફ્લોરિડાના ટામ્પા શહેરમાં ‘AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) એ તેમને આરોગ્ય સેવા, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને સામુદાયિક વિકાસના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન બદલ આ પુરસ્કાર આપ્યો હતો. ઈશા અંબાણી ભારતની સાતમી સૌથી શક્તિશાળી મહિલા ફોર્ચ્યુન ઇન્ડિયાની યાદીમાં નીતા અંબાણી પછી રોશની નાડર મલ્હોત્રા બીજા નંબરે રહ્યા, જ્યારે રેડ્ડી સિસ્ટર્સ- શોભના કામિનેની, સંગીતા રેડ્ડી, પ્રીથા રેડ્ડી અને સુનીતા રેડ્ડી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા. ટોપ 15ની યાદીમાં સાવિત્રી જિંદલ, પ્રીતિ અદાણી, કિરણ મઝુમદાર-શો, ઈશા અંબાણી, પ્રિયા નાયર, બેલા બજરિયા અને લીના નાયરનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં તેમની પુત્રી ઈશા અંબાણી 7મા નંબરે રહી. સ્મૃતિ ઈરાની બોલ્યા- AIમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ જરૂરી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોસ્ટ પાવરફુલ વુમન્સની યાદીમાં 18મા સ્થાને રહ્યા. તેમણે મહિલા નેતૃત્વવાળા સાહસો માટે વધુ સંસ્થાકીય સહાયની માગ કરી અને કહ્યું, ‘ભારતના વિકાસનો આગલો તબક્કો આ વાત પર નિર્ભર કરે છે કે મહિલાઓ જોબ ક્રિએટર બને.’ તેમણે મહિલાઓને કહ્યું, “તમે તમારામાં પર્યાપ્ત છો.” આ સાથે તેમણે ચેતવણી આપી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ત્યાં સુધી સંપૂર્ણ સમાનતા લાવી શકતું નથી, જ્યાં સુધી AI ટ્રેનિંગ ડેટાસેટ્સમાં મહિલાઓનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ ન હોય. કૃતિ સેનને કહ્યું- પ્રોડક્ટ ક્વોલિટી જ અસલી સ્ટાર બિઝનેસ અને એન્ટરપ્રેન્યોરશિપ પર થયેલી પેનલ ડિસ્કશનમાં અભિનેત્રી અને એન્ટરપ્રેન્યોર કૃતિ સેનને પોતાની સ્કિનકેર બ્રાન્ડ ‘હાઈફન’ના ગ્લોબલ એક્સપાન્શન પ્લાન વિશે જણાવ્યું. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે લોંગ-ટર્મ કન્ઝ્યુમર બ્રાન્ડ્સ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટને બદલે પ્રોડક્ટની ગુણવત્તા પર બને છે. તેમણે કહ્યું, “તમારી પ્રોડક્ટ જ અસલી સ્ટાર હોય છે.” તેમણે જાણકારી આપી કે હાઈફનના અડધાથી વધુ ગ્રાહકો તેમની સેલિબ્રિટી સ્ટેટસને કારણે નહીં, પરંતુ પ્રોડક્ટના સારા પર્ફોર્મન્સને કારણે ફરીથી આવે છે. તેઓ મોસ્ટ પાવરફુલ વુમન્સની યાદીમાં 75મા નંબર પર રહ્યાં.

Leave A Comment