બિઝનેસ શહેરોમાં કોફીનો ક્રેઝ, બેંગલુરુમાં 1200+ કેફે:કોફી સ્ટાર્ટઅપ્સની નવી રેસ, સેલેબ્સ કરી રહ્યા છે રોકાણ; વિદેશી બ્રાન્ડ્સ પણ ભારતીય માર્કેટમાં ઉતરી
ભારતમાં હવે લોકો માત્ર કોફી નહીં, પરંતુ વધુ સારી કોફી શોધી રહ્યા છે. સ્પેશિયાલિટી કોફી એટલે કે પસંદગીના બીન્સમાંથી બનેલી પ્રીમિયમ કોફી, જેની ઓળખ તેના સ્વાદ, ગુણવત્તા અને બનાવવાની રીતથી થાય છે. આ બદલાતી પસંદગીને કારણે છેલ્લા 10 વર્ષમાં આ બજાર લગભગ ₹11,000 કરોડ સુધી પહોંચી ગયું છે. 2016 પછી 100થી વધુ નવા સ્પેશિયાલિટી કોફી બ્રાન્ડ શરૂ થયા છે. સ્પેશિયાલિટી કોફીની સૌથી મોટી તાકાત મિલેનિયલ અને જેન-ઝી છે. આ જ વર્ગ નવી ચીજો અજમાવવામાં, પ્રીમિયમ ઉત્પાદનો પર ખર્ચ કરવામાં અને કેફેને સામાજિક જગ્યા તરીકે ઉપયોગ કરવામાં સૌથી આગળ છે. આ જ કારણોસર હવે ઘણા સેલિબ્રિટીઝ પણ આ બિઝનેસમાં ઉતરી રહ્યા છે. વિરાટથી દીપિકા સુધી, આ સેલિબ્રિટીઝ કોફી સ્ટાર્ટઅપ્સ પર દાવ લગાવી રહ્યા છે – વિરાટ કોહલી રેજ કોફીમાં રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર છે. બ્રાન્ડને ઝડપથી વધારવામાં મદદ કરી રહ્યા છે. – દીપિકા પાદુકોણે બ્લુ ટોકાઈ કોફી રોસ્ટર્સમાં રોકાણ કર્યું છે. સ્પેશિયાલિટી કોફી બ્રાન્ડમાં મોટું નામ છે. – નિખિલ કામત ‘સબકો’ અને ‘થર્ડ વેવ કોફી’ જેવા ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ. – રાણા દગ્ગુબાતી હૈદરાબાદના કોફી સ્ટાર્ટઅપ કથા કોફીના શરૂઆતી રોકાણકારોમાં સામેલ છે. – રકુલ પ્રીત સિંહે કેનેડાની પ્રસિદ્ધ કેફે બ્રાન્ડ બ્લૅન્ઝ કોફીના ભારતમાં વિસ્તરણ માટે ભાગીદારી કરી છે. દક્ષિણ ભારતથી ઉત્તર તરફ વધી રહ્યું બજાર બેંગલુરુ – 1200થી વધુ કેફે, દેશમાં સૌથી વધુ આ દેશનું કોફી હબ છે. અહીં 1200થી વધુ કેફે આવેલા છે, એટલે કે દર 11 હજાર લોકોએ એક કેફે, જે ભારતમાં સૌથી વધુ છે. ચેન્નઈ – પ્રતિ વ્યક્તિ કોફીના વપરાશમાં સૌથી આગળ અહીં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આશરે 2.4 કિલોગ્રામ કોફીનો વપરાશ થાય છે, જે દેશમાં સૌથી વધુ છે. આ દેશની ‘ફિલ્ટર કોફી કેપિટલ’ પણ છે. દિલ્હી – ભવિષ્યનું સૌથી ઝડપથી વિકસતું કોફી બજાર બની રહ્યું છે અહીં કોફી બજાર વાર્ષિક 22%ના દરે વધી રહ્યું છે, જે મોટા શહેરોમાં સૌથી વધુ છે. આ ભવિષ્યનું સૌથી ઝડપથી વિકસતું બજાર છે. મોટી કોફી કંપનીઓની નજર હવે ભારત પર -2000ના દાયકામાં કેફે કોફી ડે, સ્ટારબક્સ અને કોસ્ટા કોફીએ ભારતીયોને કેફે જવાની આદત પાડી. હવે નવી પેઢીના બ્રાન્ડ્સે સ્પેશિયાલિટી કોફીને લોકપ્રિય બનાવી છે. – છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 6 મોટા વિદેશી કોફી બ્રાન્ડ ભારતમાં આવી છે. કેનેડાનું ટિમ હોર્ટન્સ (2022) અને ગ્રીસનું કોફી આઇલેન્ડ (2025) આમાં મુખ્ય બ્રાન્ડ છે. (સ્રોત: બ્લુ ટોકાઈ, સેકન્ડરી રિસર્ચ, Inc42)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

