પેકેજ્ડ ખોરાક, નાસ્તા, ચિપ્સ, અથાણાં અને ફાસ્ટ ફૂડમાં પણ નોંધપાત્ર માત્રામાં મીઠું હોય છે.
કેટલુ મીઠુ છે યોગ્ય ?
મીઠામાં સોડિયમ શરીર માટે જરૂરી છે. પરંતુ વધુ પડતી માત્રા હાનિકારક હોઈ શકે છે. વધુ પડતું મીઠું લેવાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. તેથી, સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. યોગ્ય માત્રામાં મીઠાનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય જોખમોને રોકવામાં મદદ મળી શકે છે. શરીરને સોડિયમની જરૂર છે. પરંતુ તેનું પ્રમાણ મર્યાદિત હોવું જોઈએ. મોટાભાગના લોકોને દરરોજ લગભગ એક ચમચી એટલે કે 2300 મિલિગ્રામ સોડિયમથી વધુ ન લેવાની સલાહ આપવામાં આવે છે.
વિકલ્પો પસંદ કરવાની આદત
તમારા મીઠાનું સેવન ઓછું કરવા માટે, ઓછા પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક ખાઓ, કારણ કે તેમાં ઘણીવાર વધુ સોડિયમ હોય છે. ખરીદી કરતી વખતે, પેકેજ પરના પોષણ લેબલ વાંચવાની અને ઓછા સોડિયમવાળા વિકલ્પો પસંદ કરવાની આદત બનાવો.
તાજા ખોરાકને આપો પ્રાધાન્ય
ઘરે બનાવેલો તાજો ખોરાક ખાવાનો પ્રયાસ કરો અને સ્વાદ વધારવા માટે મીઠાને બદલે લીંબુ, ધાણાજીરું, આદુ, લસણ અથવા અન્ય મસાલાનો ઉપયોગ કરો. ટેબલ પર વધારે મીઠું ઉમેરવાનું ટાળો અને ધીમે ધીમે મીઠાનું પ્રમાણ ઘટાડીને તમારા સ્વાદને સરળ બનાવો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.