IRGC Shoots Down US MQ-9 Reaper Drone; Iran Claims Attacks Near Jordan
1 કલાક પેહલા
- કૉપી લિંક
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે જોર્ડન, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ભારે હુમલા કર્યા છે અને આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
સાથે જ, IRGCએ દાવો કર્યો છે કે તેણે ખુજેસ્તાન પ્રાંતના અહવાજમાં અમેરિકી MQ-9 રીપર ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડ્યું છે. ઈરાની સરકારી મીડિયાએ ડ્રોન તોડી પાડવાનો વીડિયો પણ જાહેર કર્યો છે. જોકે, અમેરિકાએ અત્યાર સુધી IRGCના આ દાવાની પુષ્ટિ કરી નથી.
છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ…
1. અમેરિકા સાથેના કરારમાંથી ઈરાન પીછેહઠ કરી: ઈરાને અમેરિકા સાથે એક મહિના પહેલાં થયેલા કરારમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકાએ પોતે કરારનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેઓ પણ તેની શરતોનું પાલન કરશે નહીં.
2. અમેરિકી હુમલામાં 50 લોકોનાં મોત, 500 ઘાયલ: ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે 27 જૂનથી 18 જુલાઈ વચ્ચે થયેલા અમેરિકી હવાઈ હુમલામાં 50 લોકોનાં મોત થયા છે, જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.
3. યુદ્ધમાં ડિસેલિનેશન પ્લાન્ટ નિશાન બન્યા: કુવૈતે દાવો કર્યો કે ઈરાને તેના એક ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. જ્યારે, ઈરાને પણ દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનના હોર્મુઝગાનમાં એક ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો છે.
4. અમેરિકી હુમલામાં બે પુલને નુકસાન: અમેરિકી હુમલામાં બંદર અબ્બાસ-રૂદાન માર્ગ પર સ્થિત બે પુલને ભારે નુકસાન થયું છે. આ સાથે, જાસ્ક નજીકના એક વિસ્તાર પર પણ સૈન્ય હુમલો થયો.
5. હોર્મુઝમાં જહાજોની અવરજવર નીચલા સ્તરે: હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યા ત્રણ અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. શિપ ટ્રેકિંગ વેબસાઇટ મરીન ટ્રાફિક અનુસાર, ગુરુવારે સ્ટ્રેટમાંથી માત્ર 8 જહાજ પસાર થયા.
ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
અપડેટ્સ
06:35 PM19 જુલાઈ 2026
- કૉપી લિંક
ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 16 અમેરિકી સૈનિકો માર્યા ગયા
અલ જઝીરાના અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 16 અમેરિકી સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 430થી વધુ ઘાયલ થયા છે.
જ્યારે, ઈરાની અધિકારીઓનું કહેવું છે કે આ મહિને શરૂ થયેલા અમેરિકી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને 517 લોકો ઘાયલ થયા છે.
ઈરાને અમેરિકી હુમલાઓથી થયેલા કુલ સૈન્ય અને માળખાકીય નુકસાનનો કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.
06:35 PM19 જુલાઈ 2026
- કૉપી લિંક
લેબનોનમાં ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 4,328 મૃત્યુ
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 2 માર્ચથી અત્યાર સુધીમાં ઇઝરાયેલી હુમલામાં 4,328 લોકોના મોત થયા છે. આ દરમિયાન 12,229 લોકો ઘાયલ પણ થયા છે.
06:35 PM19 જુલાઈ 2026
- કૉપી લિંક
IRGCએ કહ્યું- હાર છુપાવવા માટે હુમલા કરી રહ્યું છે અમેરિકા
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ના કમાન્ડર બ્રિગેડિયર જનરલ યદોલ્લાહ જવાાનીએ જણાવ્યું કે અમેરિકા આ યુદ્ધમાં પોતાની હારની ભરપાઈ કરવા માટે સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. તે હોર્મુઝ સ્ટ્રેટને યુદ્ધ પહેલા જેવી સ્થિતિમાં લાવવા માગે છે, પરંતુ તે આમાં સફળ થશે નહીં.
અલ જઝીરાના અહેવાલ મુજબ, જવાાનીએ એમ પણ કહ્યું કે ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીની હત્યા માટે જવાબદાર લોકો પાસેથી બદલો લેવામાં આવશે અને તેઓ હવે ચેનની ઊંઘ ઊંઘી શકશે નહીં.
આ સાથે જ IRGCએ દાવો કર્યો છે કે તેણે જોર્ડન, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ભારે હુમલા કર્યા છે અને આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


