Aadhaar Card Lock: તમારા ફિંગરપ્રિન્ટ હવે તમારી મરજી વગર નહીં વપરાય, જાણો આધાર લોકની પ્રક્રિયા
આજના ડિજિટલ યુગમાં બેંકિંગથી લઈને સરકારી યોજનાઓ સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ અનિવાર્ય છે. જોકે, વધતા જતા ઉપયોગની સાથે ડેટા ચોરી અને બાયોમેટ્રિક્સના દુરુપયોગનું જોખમ પણ વધ્યું છે. આ સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ ‘આધાર લોક અને અનલોક’ ની અત્યંત ઉપયોગી સુવિધા પૂરી પાડી છે.
આધાર લોક ફીચર શું છે?
જ્યારે તમે તમારો આધાર લોક કરો છો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટ્સ (આંગળીઓના નિશાન) અને આઇરિસ (આંખની પાંપણ) સ્કેનનો ડેટા અસ્થાયી રૂપે સુરક્ષિત થઈ જાય છે. એકવાર લોક થયા પછી, જો કોઈ વ્યક્તિ પાસે તમારો આધાર નંબર હોય, તો પણ તે તમારા બાયોમેટ્રિક્સ દ્વારા ઓથેન્ટિકેશન કે e-KYC કરી શકશે નહીં. આ સુવિધા ખાસ કરીને સિમ કાર્ડ વેરિફિકેશન અને અનધિકૃત બેંકિંગ વ્યવહારો અટકાવવા માટે રામબાણ ઈલાજ સમાન છે.
મહત્વની બાબતો
આધાર લોક કરવાથી તમારો આધાર નંબર રદ થતો નથી. PAN લિંકિંગ કે દસ્તાવેજ વેરિફિકેશન જેવી બિન-બાયોમેટ્રિક સેવાઓ ચાલુ રહે છે.જ્યારે તમારે ફરીથી અંગૂઠાના નિશાનની જરૂર પડે, ત્યારે તમે તેને સરળતાથી અનલોક કરી શકો છો.
UIDAI વેબસાઇટ પરથી બાયોમેટ્રિક લોક કરવાની રીત
UIDAIની વેબસાઇટ resident.uidai.gov.in/aadhaar-lockunlock પર જાઓ.
ત્યાં UID Lock રેડિયો બટન પસંદ કરો.
ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર, સંપૂર્ણ નામ અને પિનકોડ દાખલ કરો.
Send OTP પર ક્લિક કરો. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરીને સબમિટ કરો.
આ રીતે UIDAIના સેલ્ફ-સર્વિસ પોર્ટલ દ્વારા આધારના બાયોમેટ્રિક્સ લોક કરી શકાય છે. એકવાર વેરિફિકેશન થઈ જાય પછી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન તરત જ ડિસેબલ થઈ જાય છે અને આ પ્રક્રિયા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

