AAP Faces Internal Conflict in Gujarat Local Elections Over Ticket Distribution Row | Gujarat News
આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં ગંદકી સાફ કરવાના બણગા ફૂંકતા હતા. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે લફંગા,ગુંડા જેવા કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.જેને લઈ આપના પ્રદેશ નેતાઓ પર ફિટકાર વરસી રહી છે.બીજી બાજુ ચૂંટણીમાં ટિકિટથી વંચિત છે તેવા કાર્યકરે તાજેતરમાં આપના નેતાઓ પર શરાબ-શબાબના ગંભીર આક્ષેપો કર્યા છે.ગુજરાતના આપના નેતાઓ તેમના દિલ્હીના કેટલાક નેતાઓને આ પ્રકારની સુવિધાઓ કરી આપે છે, આ પ્રકારના ગોરખધંધા કરતાં સહેજ પણ શરમ પણ આવતી નથી.
પ્રદેશ નેતાઓ એકબીજા ઉપર ઠીકરું ફોડે છે
ટૂંકમાં ટિકિટ ફાળવણીમાં ગોલમાલ બાદ આપની જે નાલેશીભરી સ્થિતિ સર્જાઈ છે. તેમાં પ્રદેશ નેતાઓ એકબીજા ઉપર ઠીકરું ફોડવાનું શરૂ કરી દીધું હોવાનો ગણગણાટ આપમાં વહેતો થયો છે.રાજકીય સૂત્રો કહે છે કે,આમ આદમી પાર્ટીમાં ટિકિટોના ખેલ પડયા બાદ કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.આપના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતાં જ સીમિત છે.ગોપાલ ઈટાલિયાને સુરત અને વિસાવદર સિવાય કંઈ સૂઝતું નથી.આ તરફ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના જ મત વિસ્તાર આસપાસના ક્ષેત્રમાં ફર્યા રાખે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

