Abhishek Sharma, IND vs ENG T20 World Cup SemFinal Wankhede Stadium Mumbai Suryakumar Yadav Hardik Pandya
- Gujarati News
- Sports
- Cricket
- Abhishek Sharma, IND Vs ENG T20 World Cup SemFinal Wankhede Stadium Mumbai Suryakumar Yadav Hardik Pandya | Harry Brook Jos Butler
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 6:30 વાગ્યે થશે.
બંને ટીમ સેમિફાઈનલમાં સતત ત્રીજી વખત ટકરાશે. આ પહેલા 2022 અને 2024માં બંને આમને-સામને હતી અને બંનેએ એક-એક જીત નોંધાવી છે.
બન્ને ટીમ છઠ્ઠી વખત સેમિફાઈનલ રમશે
ભારતીય ટીમ છઠ્ઠી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી છે. આ પહેલા 2007, 2014, 2016, 2022 અને 2024માં ટૉપ-4માં જગ્યા બનાવી ચૂકી છે, આ પાંચ તકોમાંથી તેને ત્રણ વખત જીત મળી છે.
બીજી તરફ, ઇંગ્લેન્ડ પણ પાંચમી વખત સેમિફાઈનલ રમી રહ્યું છે. આ પહેલા તે 2010, 2016, 2021, 2022 અને 2024માં આ સ્ટેજ સુધી પહોંચ્યું હતું. જેમાંથી ત્રણ સેમિફાઈનલ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત થશે સામનો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 29 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતે 17 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ઇંગ્લેન્ડે 12 મુકાબલા પોતાના નામે કર્યા છે.
T20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 5 મેચ રમાઈ છે. જેમાં ભારતે 3 મેચ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડને 2 મેચમાં સફળતા મળી છે.

કેપ્ટન સૂર્યા ભારતનો ટૉપ સ્કોરર
આ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 7 મેચમાં 231 રન બનાવ્યા છે, જેમાં તેનો બેસ્ટ સ્કોર 84* રહ્યો છે. બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે 7 મેચમાં 12 વિકેટ ઝડપી છે.

આદિલ રશીદ ઇંગ્લેન્ડનો ટૉપ બોલર
આ T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે હેરી બ્રુક બેટિંગમાં સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક રહ્યો છે. તેણે 7 મેચમાં 228 રન બનાવ્યા છે. બોલિંગમાં આદિલ રશીદે મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 7 મુકાબલામાં 11 વિકેટ પોતાના નામે કરી છે.

પીચ રિપોર્ટ અને રેકોર્ડ
વાનખેડે સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. ચોખ્ખા હવામાનને કારણે ઝાકળ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેનાથી ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
અહીં 16 T20 ઈન્ટરનેશનલમાં 8 વખત ટાર્ગેટને ચેઝ કરનારી ટીમ અને 8 વખત પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. 254 રન આ મેદાનનો સૌથી મોટો સ્કોર છે, જે વેસ્ટ ઇન્ડીઝે આ જ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો. અહીં 32 ઇનિંગ્સમાં 6 વખત 200+ સ્કોર બની ચૂક્યા છે. ઇંગ્લેન્ડની ટીમ જ 2025માં ભારત સામે 97 રનમાં ઓલઆઉટ પણ થઈ ચૂકી છે.
વર્તમાન વર્લ્ડ કપમાં અહીં 7 મેચ રમાઈ છે. શરૂઆતની 3 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી હતી. ત્યારબાદ સતત 3 મેચોમાં ચેઝ કરનારી ટીમને સફળતા મળી. છેલ્લી મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું હતું.
ભારતે વાનખેડેમાં 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી 5 જીતી અને 2 હારી છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે અહીં 6 T20 મેચ રમી છે, જેમાંથી 3 જીતી અને 3 હારી છે. ભારત અને ઇંગ્લેન્ડ આ મેદાન પર બે વાર ટકરાયા છે અને બંનેએ એક-એક મુકાબલો જીત્યો છે.
મુંબઈમાં વરસાદની કોઈ શક્યતા નથી
ગુરુવારે મુંબઈમાં આકાશ એકદમ ચોખ્ખું રહેશે અને વરસાદની શક્યતા બિલકુલ નથી. દિવસનું મહત્તમ તાપમાન આશરે 33 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે, જ્યારે રાત્રે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આશા છે.
સેમિફાઈનલ માટે રિઝર્વ ડે
જોકે હાલમાં મુંબઈમાં વરસાદની કોઈ શક્યતા નથી, તેમ છતાં ICCએ સાવચેતીના ભાગરૂપે એક રિઝર્વ ડે રાખ્યો છે. જો કોઈ કારણસર 5 માર્ચે મેચ પૂરી ન થઈ શકે, તો 6 માર્ચ (શુક્રવાર)ના રોજ રિઝર્વ ડે પર મેચ રમાશે.
પરંતુ જો સેમિફાઈનલ રિઝર્વ ડે પર પણ ન થઈ શકે, તો નિયમો મુજબ ઇંગ્લેન્ડ સીધું ફાઈનલમાં પહોંચી જશે. તેનું કારણ એ છે કે સુપર-8 સ્ટેજમાં ઇંગ્લેન્ડ ગ્રુપ-1માં પ્રથમ સ્થાને હતું, જ્યારે ભારત બીજા સ્થાને હતું.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
ઇંગ્લેન્ડ (ENG): હેરી બ્રુક (કેપ્ટન), ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયમ ડોસન, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર અને આદિલ રશીદ.
મેચને ક્યાં જોઈ શકાશે?
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. તેને જિયોહોટસ્ટાર એપ પર પણ જોઈ શકાશે. તમે દિવ્ય ભાસ્કર એપ પર મેચનું લાઈવ કવરેજ ફોલો કરી શકો છો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


