Abhishek Sharma; IND Vs NZ 1st T20I LIVE Score Update Surya Kumar Yadav Hardik Pandya Ishan Kishan
- Gujarati News
- Sports
- Cricket
- Abhishek Sharma; IND Vs NZ 1st T20I LIVE Score Update Surya Kumar Yadav Hardik Pandya Ishan Kishan | Mitchell Santner
સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાગપુરમાં પહેલી T20 મેચ પહેલાં પ્રી-મેચ પ્રેક્ટિસ કરતા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ. (ફોટો- BCCI)
ઈન્ડિયન ક્રિકેટ ટીમ બુધવારે આ વર્ષની પહેલી T20 મેચ રમશે. નાગપુરના વિદર્ભ ક્રિકેટ મેદાન પર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.
5 મેચની T20 સિરીઝ ભારતની વર્લ્ડ કપ તૈયારીઓ માટે ફાઈનલ ટેસ્ટ પણ સાબિત થશે, કારણ કે ટીમ ઈન્ડિયાએ 7 ફેબ્રુઆરીથી પોતાના ઘરે T20 વર્લ્ડ કપ રમવાનો છે. આમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાનું ફોર્મ શોધવાનો પ્રયત્ન કરશે.
તે સાઉથ આફ્રિકા સામે આઉટ ઑફ ફોર્મ દેખાયો હતો. આ સિરીઝથી જસપ્રીત બુમરાહ પણ પરત ફરી રહ્યો છે. ફાસ્ટ બોલર બુમરાહને કિવીઝ સામેની વન-ડે સિરીઝમાંથી આરામ આપ્યો હતો. 6 પોઇન્ટ્સની પ્રીવ્યૂ રિપોર્ટ વાંચો…
1. મેચ ડિટેલ

2. સિરીઝમાં ખાસ
- વન-ડે સિરીઝનો હિસાબ ચૂકવવાની તક ભારત પાસે વન-ડે સિરીઝમાં મળેલી હારનો હિસાબ ચૂકવવાની તક છે. તેને 3 મેચની વન-ડે સિરીઝમાં 1-2થી પરાજય સહન કરવો પડ્યો છે.
- સૂર્યકુમાર યાદવના પ્રદર્શન પર નજર હશે કેપ્ટન સૂર્યકુમાર યાદવના ફોર્મ પર નજર રહેશે. તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લી 19 મેચમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે 218 રન બનાવ્યા છે.
- તિલક ઈજાગ્રસ્ત, ઈશાનને તક તિલક વર્મા ઈજાને કારણે T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ શ્રેયસ અય્યરનો ટીમમાં સમાવેશ કર્યો હતો. જોકે કેપ્ટન સૂર્યાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નંબર-3 પર ઈશાન કિશનને તક મળશે.
- પંડ્યા-બુમરાહ કમબેક કરી રહ્યા છે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થશે. પંડ્યાના આવવાથી ટીમ બેલેન્સ છે. ટીમ મેનેજમેન્ટ એક સ્પેશિયાલિસ્ટ બેટર અથવા બોલરને રમાડી શકે છે.
3. હેડ-ટુ-હેડ
ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણેના મેદાન પર 63% મેચ જીતી છે
ભારતીય ટીમ હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ન્યૂઝીલેન્ડ કરતા આગળ છે. ટીમે 48% મેચ જીતી છે, જ્યારે 40% મેચ ગુમાવી છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી 12 મેચ ભારતીય ટીમના પક્ષમાં રહી છે, જ્યારે 10% મેચ કિવીઝે જીતી છે. 3 મેચ ટાઈ રહી છે. હોમ વેન્યૂઝ પર ભારતીય ટીમની જીતની ટકાવારી વધારે છે. ટીમે ઘરઆંગણેના મેદાન પર 63% મેચ જીતી છે. ટીમે 11 માંથી 7 મેચમાં જીત નોંધાવી છે, જ્યારે 4માં તેને હાર વેઠવી પડી છે.

4. ટૉપ પ્લેયર્સ


5. પીચ અને વેધર રિપોર્ટ
નાગપુરની પીચ ધીમી હોઈ શકે
નાગપુરની પીચ ધીમી રહે છે. અહીં ઉછાળ પણ ઓછો હશે. એવામાં શરૂઆતમાં પેસર્સને થોડી મદદ મળશે. બાદમાં બેટિંગ સરળ થઈ જશે. આ પીચ પર સ્પિનર્સને પણ મદદ મળશે. અહીં બેટિંગ કરનારી ટીમે 8 મેચ જીતી છે, જ્યારે 4 મેચ પહેલા બોલિંગ કરનારી ટીમના નામે રહી છે. પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 146 રહ્યો છે, જે બીજી ઇનિંગમાં 125 રહી જાય છે, એટલે કે રન ચેઝ કરવા સરળ નહીં હોય.
નાગપુરમાં વરસાદની કોઈ શક્યતા નથી
વરસાદની શક્યતા નહિવત્ છે. દિવસનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી હોઈ શકે છે. સાંજે થોડું ઝાકળ પડી શકે છે.
6. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે, ટિમ રોબિન્સન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, જિમી નીશમ, માર્ક ચેપમેન (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, મેટ હેનરી અને જેકબ ડફી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

