Abhishek Sharma KKR vs SRH IPL 2026 LIVE Score Update Ishan Kishan Trevis Head

Last Updated: April 3, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Abhishek Sharma KKR Vs SRH IPL 2026 LIVE Score Update Ishan Kishan Trevis Head | Ajinkya Rahane Rinku Singh

સ્પોર્ટ્સ ડેસ્ક1 દિવસ પેહલા

  • કૉપી લિંક

IPLની 19મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને તેમના જ હોમગ્રાઉન્ડ પર 65 રનથી હરાવ્યું હતું. 2024ની ચેમ્પિયન KKRની આ સતત બીજી હાર છે, આ પહેલા ટીમનો મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજય થયો હતો. બીજી તરફ, SRH તેની અગાઉની મેચ બેંગલુરુ સામે હારી ગયું હતું.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં KKRએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 8 વિકેટ ગુમાવીને 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કોલકાતાની ટીમ 16 ઓવરમાં 161 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી અંગક્રિશ રઘુવંશીએ ફિફ્ટી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં બ્લેસિંગ મુઝરબાનીએ 4 અને વૈભવ અરોરાએ 2 વિકેટ ઝડપી હતી.

SRH તરફથી હેનરિક ક્લાસેને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 4 વિકેટ પડી ગયા બાદ નીતિશ રેડ્ડી સાથે મળીને 82 રનની ભાગીદારી કરી અને ટીમને 200 રનના આંકડાને પાર પહોંચાડી હતી. રેડ્ડીએ બેટિંગમાં 39 રન બનાવ્યા બાદ બોલિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી. તેના સિવાય ઈશાન મલિંગાને 2 અને જયદેવ ઉનડકટને 3 વિકેટ મળી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને બ્લેસિંગ મુઝરાબાની.

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ અને ડેવિડ પેને.

અપડેટ્સ

05:47 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

જયદેવ ઉનડકટે 2 વિકેટ ઝડપીને મેચ ખતમ કરી

05:47 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

જયદેવ ઉનડકટે 2 વિકેટ ઝડપીને મેચ ખતમ કરી

16મી ઓવરમાં કોલકાતાએ 2 વિકેટ ગુમાવી અને ટીમ 161 રન પર સમેટાઈ ગઈ. કાર્તિક ત્યાગીને જયદેવ ઉનડકટે પાંચમા બોલે કોટ બિહાઈન્ડ કરાવી દીધો. જ્યારે ઓવરના છેલ્લા બોલે વરુણ ચક્રવર્તીને બોલ્ડ કરી દીધો. ઉનડકટે અજિંક્ય રહાણેની વિકેટ પણ લીધી હતી. આ સાથે જ તેણે મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી.

05:34 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

મલિંગાને એક ઓવરમાં 2 વિકેટ મળી

ઈશાન મલિંગાએ 15મી ઓવરમાં 2 વિકેટ ઝડપી લીધી. તેણે સુનીલ નારાયણ અને રમણદીપ સિંહને કેચ આઉટ કરાવ્યા. આ સાથે જ કોલકાતાએ 159 રન પર 8 વિકેટ ગુમાવી દીધી છે.

05:33 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

સુનીલ નારાયણ 12 રન બનાવીને આઉટ

15મી ઓવરમાં કોલકાતાએ સાતમી વિકેટ ગુમાવી દીધી. ઓવરના ત્રીજા બોલે ઈશાન મલિંગાએ ફુલર લેન્થ બોલ ફેંક્યો. સુનીલ નારાયણ શોટ માર્યો, પરંતુ લોંગ ઓન પર કેચ આઉટ થઈ ગયો. તેણે 12 રન બનાવ્યા.

05:22 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

કોલકાતાના 150 રન પૂરા

14મી ઓવરમાં KKRએ 150 રન પૂરા કરી લીધા છે. સુનીલ નારાયણે નીતિશ રેડ્ડી સામે સતત 2 છગ્ગા ફટકારીને ટીમને આ સ્કોરની પાર પહોંચાડી દીધી.

05:14 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

નીતિશ રેડ્ડીએ 2 ઓવરમાં 2 વિકેટ લીધી

નીતિશ કુમાર રેડ્ડી 12મી ઓવરમાં પહેલીવાર બોલિંગ કરવા આવ્યો. તેણે ઓવરના બીજા જ બોલે અનુકૂલ રોયને કોટ બિહાઈન્ડ કરાવી દીધો. અનુકૂલ રોય ખાતું પણ ખોલી શક્યો નહીં.

આ પછી નીતિશ રેડ્ડીએ ત્યારબાદ 14મી ઓવરમાં રિંકુ સિંહને પણ કેચ આઉટ કરાવ્યો. રિંકુ 35 રન બનાવીને આઉટ થયો.

05:07 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

અંગક્રિશ રઘુવંશી ફિફ્ટી ફટકારીને આઉટ

11મી ઓવરમાં કોલકાતાએ ચોથી વિકેટ ગુમાવી દીધી. ઓવરના છેલ્લા બોલે અંગક્રિશ રઘુવંશી રન આઉટ થઈ ગયો. તે 52 રન બનાવીને આઉટ થયો. તેની સામે રિંકુ સિંહ મેદાનમાં હાજર હતો.

04:58 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

KKRની સેન્ચુરી પૂરી, રઘુવંશીની ફિફ્ટી

કોલકાતાએ નવમી ઓવરમાં જ પોતાની સેન્ચુરી પૂરી કરી લીધી છે. રિંકુ સિંહે શિવાંગ કુમાર સામે ચોગ્ગો ફટકારીને ટીમના 100 રન પૂરા કર્યા.

બીજી જ ઓવરમાં, અંગક્રિશ રઘુવંશીએ પણ 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

04:43 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

પાવરપ્લેમાં ત્રીજી વિકેટ ગુમાવી

કોલકાતાએ પાવરપ્લેના છેલ્લા બોલે ત્રીજી વિકેટ પણ ગુમાવી દીધી. ઓવરના છેલ્લા બોલે કેમરૂન ગ્રીન રન આઉટ થઈ ગયો. તે માત્ર 2 રન જ બનાવી શક્યો. તેની સામે અંગક્રિશ રઘુવંશી હતો. ટીમે 6 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 74 રન બનાવ્યા છે.

04:37 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

અજિંક્ય રહાણે આઉટ થયો

પાંચમી ઓવરમાં કોલકાતાએ બીજી વિકેટ ગુમાવી દીધી. ઓવરના છેલ્લા બોલે જયદેવ ઉનડકટે ગુડ લેન્થ પર સ્લોઅર બોલ ફેંક્યો હતો. અજિંક્ય રહાણે સિંગલ લેવા ગયો, પરંતુ બોલ હવામાં ઊંચો થયો. નુવાન તુશારા દોડીને બોલની નીચે આવ્યો અને કેચ પકડી લીધો. રહાણે 10 બોલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો.

04:30 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

કોલકાતાની ફિફ્ટી પૂરી

227 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી KKRએ ચોથી ઓવરમાં જ ફિફ્ટી પૂરી કરી લીધી છે. ટીમે ફિન એલેનની વિકેટ ચોક્કસ ગુમાવી, પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીની જોડીએ ચોથી ઓવરમાં ટીમની હાફ સેન્ચુરી પૂરી કરાવી દીધી.

04:21 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

ફિન એલેન 28 રન બનાવીને આઉટ

બીજી ઓવરમાં કોલકાતાએ પહેલી વિકેટ પણ ગુમાવી દીધી. ઓવરના બીજા બોલે હર્ષ દુબેએ ગુડ લેન્થ પર અંડરકટ ફેંક્યો હતો. ફિન એલેને સામેની તરફ શોટ રમ્યો, પરંતુ હર્ષને જ કેચ આપી બેઠો. એલેને 7 બોલમાં 28 રન બનાવ્યા.

04:20 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

પહેલી ઓવરમાં 25 રન બન્યા

કોલકાતાએ પહેલી ઓવરમાં 25 રન બનાવ્યા. અજિંક્ય રહાણેએ ડેવિડ પેન સામે પહેલા બોલે સિંગલ લીધો હતો. ત્યારબાદ ફિન એલેને 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને સ્કોર 25 રન સુધી પહોંચાડી દીધો.

04:13 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

હૈદરાબાદે 226 રન બનાવ્યા

સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા છે. આ આ સીઝનનો બેસ્ટ સ્કોર છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે SRH સામે જ 224 રન બનાવ્યા હતા.

SRH તરફથી હેનરિક ક્લાસેને 52, નીતિશ રેડ્ડીએ 39, અભિષેક શર્માએ 48 અને ટ્રેવિસ હેડે 46 રન બનાવ્યા. કોલકાતા માટે બ્લેસિંગ મુઝરબાનીએ 4 અને વૈભવ અરોરાએ 2 વિકેટ ઝડપી. કાર્તિક ત્યાગી અને અનુકુલ રોયને 1-1 વિકેટ મળી.

04:01 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

મુઝરબાનીને 4 વિકેટ મળી

20મી ઓવરના છેલ્લી બોલે બ્લેસિંગ મુઝરબાનીએ શિવાંગ કુમારને કેચ આઉટ કરાવી દીધો. આ તેની ચોથી વિકેટ હતી. તેણે હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને ઈશાન કિશનને પણ પેવેલિયન ભેગા કર્યા હતા.

03:50 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

ક્લાસેન ફિફ્ટી ફટકારી આઉટ

છેલ્લી ઓવરમાં હેનરિક ક્લાસેને ફિફ્ટી પૂરી કરી લીધી. તેણે ત્રીજા બોલે સ્ક્વેર લેગની દિશામાં ચોગ્ગો ફટકારીને 34 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. જોકે, તેના પછીના જ બોલે તે કેચ આઉટ થઈ ગયો.

03:46 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

વૈભવ અરોરાને 2 બોલમાં 2 વિકેટ મળી

19મી ઓવરમાં વૈભવ અરોરાએ 2 વિકેટ ઝડપી લીધી. તેણે પહેલા જ બોલે નીતિશ રેડ્ડીને વરુણ ચક્રવર્તીના હાથે કેચ આઉટ કરાવ્યો. રેડ્ડીએ 39 રન બનાવ્યા હતા. ત્યારપછીના જ બોલે વૈભવે સલિલ અરોરાને પણ બોલ્ડ કરી દીધો.

03:15 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

SRHના 150 રન પૂરા

14મી ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 150 રન પૂરા કરી લીધા. ટીમે નવમી અને 10મી ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હેનરિક ક્લાસેન અને નીતિશ રેડ્ડીએ ઇનિંગ સંભાળી લીધી.

03:10 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

2 ઓવરમાં 3 વિકેટ પડી

8 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 110/1 હતો. નવમી ઓવરમાં બ્લેસિંગ મુઝરબાનીએ ઈશાન કિશન અને અભિષેક શર્માને કેચ આઉટ કરાવ્યા. 10મી ઓવરમાં અનુકૂળ રોયે અનિકેત વર્માને પણ પેવેલિયન ભેગો કરી દીધો. 10 ઓવર પછી ટીમનો સ્કોર 123/4 થઈ ગયો. ટીમે 7 બોલની અંદર 8 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી.

02:54 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

અભિષેક શર્મા પણ પેવેલિયન ભેગો થયો

નવમી ઓવરમાં હૈદરાબાદે ત્રીજી વિકેટ પણ ગુમાવી દીધી. ઓવરના ચોથા બોલે બ્લેસિંગ મુઝરબાનીએ શોર્ટ પીચ ફેંક્યો હતો. અભિષેક શર્માએ પુલ શોટ રમ્યો, પરંતુ ડીપ સ્ક્વેર લેગ પોઝિશન પર વરુણ ચક્રવર્તીના હાથે કેચ આઉટ થયો. અભિષેકે 21 બોલમાં 48 રન બનાવ્યા.

02:51 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

ઈશાન કિશન 14 રન બનાવીને આઉટ

નવમી ઓવરમાં હૈદરાબાદે બીજી વિકેટ ગુમાવી દીધી. ઓવરના બીજા બોલે બ્લેસિંગ મુઝરબાનીએ ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ પીચ ફેંક્યો હતો. ઈશાન કિશન મોટો શોટ રમવા ગયો, પરંતુ એક્સ્ટ્રા કવર્સ પોઝિશન પર કેચ આઉટ થયો. ઈશાને 9 બોલમાં 14 રન બનાવ્યા.

02:43 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

હૈદરાબાદની સેન્ચુરી પૂરી

આઠમી ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે સેન્ચુરી પૂરી કરી લીધી. કેપ્ટન ઈશાન કિશને કાર્તિક ત્યાગી સામે ચોગ્ગો ફટકારીને ટીમના 100 રન પૂરા કરાવ્યા.

02:36 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

ટ્રેવિસ હેડે પહેલી વિકેટ ગુમાવી

02:33 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

વરુણ ચક્રવર્તીએ 25 રન ખર્ચ્યા

પાવરપ્લેની પાંચમી ઓવરમાં સ્પિનર વરુણ ચક્રવર્તી બોલિંગ કરવા આવ્યો હતો. તેણે 6 બોલમાં 25 રન ખર્ચી નાખ્યા. અભિષેક શર્માએ તેની ઓવરમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

02:20 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

વૈભવ અરોરાએ 21 રન માટે એક ઓવર નાખી

પાવરપ્લેની ત્રીજી ઓવરમાં વૈભવ અરોરાએ 21 રન આપ્યા. ટ્રેવિસ હેડે તેની સામે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. વૈભવે એક વાઈડ બોલ પણ ફેંક્યો.

02:07 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

પહેલી ઓવરમાં 6 રન બન્યા

હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ઇનિંગની શરૂઆત કરી. તેમણે વૈભવ અરોરા સામે પહેલી ઓવરમાં 6 રન ફટકાર્યા.

01:33 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

કોલકાતાએ ટૉસ જીતીને બોલિંગ લીધી

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે અહીં ઝાકળ સામાન્ય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ઝાકળ પડવાની શક્યતા ઓછી છે.

01:26 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

કોલકાતાએ 30માંથી 19 મેચ જીતી

કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 30 IPL મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતાએ 19 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદને 10 મેચમાં જીત મળી છે. એક મેચ ટાઈ રહી હતી, જે સુપર ઓવરમાં કોલકાતાએ પોતાના નામે કરી હતી.

ઈડન ગાર્ડન્સમાં બંને ટીમ વચ્ચે 11 મુકાબલા થયા છે. અહીં હોમ ટીમ કોલકાતાનું વર્ચસ્વ રહ્યું છે, જેણે 8 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદને 3 મુકાબલામાં સફળતા મળી છે.

01:26 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

મુંબઈ સામે 220 રન ડિફેન્ડ નહોતું કરી શક્યું કોલકાતા

કોલકાતાની બોલિંગ આ સીઝનમાં ટીમ માટે ચિંતાનો વિષય છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે ટીમે એક મજબૂત ફાસ્ટ બોલિંગ આક્રમણ તૈયાર કરી લીધું છે, પરંતુ ઈજાઓ અને ખેલાડીઓની ઉપલબ્ધતાને લગતી સમસ્યાઓએ આ તાકાતને નબળી પાડી દીધી છે. હર્ષિત રાણા અને આકાશ દીપ ટીમની બહાર છે, મથીશ પથિરાનાને હજુ શ્રીલંકા ક્રિકેટ તરફથી NOC મળ્યું નથી, જ્યારે 25.20 કરોડ રૂપિયામાં ખરીદાયેલા કેમરૂન ગ્રીન અત્યારે માત્ર બેટર તરીકે જ ઉપલબ્ધ છે.

બોલિંગમાં ઊંડાણનો આ અભાવ મુંબઈ સામેની પ્રથમ મેચમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જ્યાં કોલકાતા 220 રન જેવો મોટો સ્કોર પણ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આ ઉપરાંત સ્પિન વિભાગ પણ ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે. વરુણ ચક્રવર્તીને તે મેચમાં કોઈ વિકેટ ન મળી અને તેમણે 48 રન ખર્ચ્યા હતા.

01:25 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

હૈદરાબાદનો ટૉપ ઓર્ડર મજબૂત છતાં સંઘર્ષ

હૈદરાબાદનો અભિષેક શર્મા, ઈશાન કિશન અને ટ્રેવિસ હેડ જેવા સિતારાઓથી સજ્જ ટોપ ઓર્ડર કાગળ પર મજબૂત દેખાય છે, પરંતુ બોલિંગ વિભાગ ટીમની સૌથી મોટી ચિંતા છે. ખાસ કરીને કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં SRHની નબળાઈ ત્યારે સામે આવી જ્યારે ટીમ 201 રનનો સ્કોર પણ બચાવવામાં નિષ્ફળ રહી.

પ્રથમ મેચમાં નીતીશ કુમાર રેડ્ડી, જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ અને ઈશાન મલિંગા જેવા બોલરો RCBને રોકવામાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ બેટિંગમાં પણ ટીમને નિરાશા મળી, જ્યારે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ જલ્દી આઉટ થઈ ગયા. જોકે કમિન્સે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે અને ટુર્નામેન્ટની વચ્ચે વાપસી કરી શકે છે, પરંતુ હાલમાં SRHએ પોતાના કેપ્ટન વિના જ સંતુલન જાળવવું પડશે અને ટોપ ઓર્ડર પાસે વધુ સારા પ્રદર્શનની આશા રાખવી પડશે.

01:25 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

કોલકાતામાં 101મી IPL મેચ

કોલકાતાની પીચ બેટિંગ માટે ખૂબ જ સારી છે, અહીં પુષ્કળ રન બને છે અને બાઉન્ડરી પણ નાની છે. ઝાકળના કારણે ટીમ અવારનવાર ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કરે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ બાદમાં બેટર્સ માટે રમવું સરળ બની જાય છે.

કોલકાતામાં IPLની અત્યાર સુધી 100 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 42 મેચ જીતી છે, જ્યારે ચેઝ કરનાર ટીમને 57 મેચમાં જીત મળી છે. વળી, એક મેચ અનિર્ણિત રહી છે.

01:25 PM2 એપ્રિલ 2026

  • કૉપી લિંક

આજે કોલકાતાનું હવામાન ગરમ રહેશે

ગુરુવારે કોલકાતાનું હવામાન ગરમ રહેશે અને તડકો ખૂબ જ તેજ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. એક્યુવેધર મુજબ, તાપમાન 25 ડિગ્રી થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.