Afghanistan Wins T20 World Cup 2026 Match vs Canada

Last Updated: February 20, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક14 કલાક પેહલા

  • કૉપી લિંક

અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2026માં પોતાના અભિયાનનું સમાપન જીત સાથે કર્યું છે. ટીમે ગુરુવારની છેલ્લી મેચમાં કેનેડાને 82 રનથી હરાવ્યું.

કેનેડાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 200 રન બનાવ્યા. જવાબમાં કેનેડાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 118 રન જ બનાવી શકી. ઇબ્રાહિમ ઝદરાનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

જીત બાદ કેનેડાના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન.

જીત બાદ કેનેડાના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન.

ઇબ્રાહિમ ઝદરાન 5 રનથી સદી ચૂકી ગયો અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાન માત્ર 5 રનથી T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ સદી ચૂકી ગયો. તેણે 95 રનની અણનમ ઇનિંગ રમી. ઝદરાને 56 બોલની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 169.64ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. ઝદરાન ઉપરાંત, સેદિકુલ્લાહ અટલે 44 રન બનાવ્યા. તે 6 રનથી ફિફ્ટી ચૂક્યો. રહેમાનુલ્લાહ ગુરબાઝે 30 રન બનાવ્યા. કેનેડા માટે જસકરણ સિંહને 3 વિકેટ મળી.

મોહમ્મદ નબીએ 4 વિકેટ ઝડપી અફઘાનિસ્તાન તરફથી બોલિંગમાં મોહમ્મદ નબીએ 4 વિકેટ ઝડપી. તેણે ડાયલોન હેલિગર (3 રન), હર્ષ ઠાકર (30 રન), નિકોલસ કિર્ટન (10 રન) અને યુવરાજ સમરા (17 રન)ને પેવેલિયન ભેગા કર્યા. કેપ્ટન રાશિદ ખાને 2 વિકેટ ઝડપી.

અફઘાની ટીમે 2 મેચ જીતી, નંબર-3 પર રહી આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી. ટીમ ન્યૂઝીલેન્ડ સામે પોતાની પ્રથમ મેચમાં 5 વિકેટે હારી ગઈ. ત્યારબાદ તેને સાઉથ આફ્રિકાએ તેને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. તેમ છતાં ટીમે UAE અને કેનેડાને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું.