Ahmedabad Airport World Class by 2030

Last Updated: May 8, 2026By

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયેલી ‘ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0’માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારતના એવિએશન સેક્ટરના ઝડપી વિકાસ અને ગિફ્ટ સિટીની વધતી વૈશ્વિક ભૂમિકાને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જ

.

વર્ષ 2030માં કોમનવેલ્થ પહેલા અમદાવાદ એરપોર્ટને વર્લ્ડક્લાસ બનાવવાનો પ્લાન છે. જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અંગે જણાવ્યું હતું કે, રિપોર્ટ એક મહિનામાં સામે આવશે. ઘટનાની તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી ચાલી રહી છે.

‘એવિએશન સેક્ટરમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો’ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના કારણે દેશના એવિએશન સેક્ટરમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. દેશમાં એરપોર્ટ અને એરક્રાફ્ટ બંનેની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં દેશમાં 85 ટકા વિમાનો લિઝિંગ આધારિત છે અને હવે ભારત ઈચ્છે છે કે આ લિઝિંગ પ્રક્રિયા વિદેશના બદલે ગિફ્ટ સિટીમાંથી થાય.

ગયા વર્ષની સમિટ દરમિયાન મળેલા સૂચનોના આધારે નીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને કંપનીઓનો ગિફ્ટ સિટી તરફ વિશ્વાસ વધ્યો છે. દુનિયાને હવે ભારતમાં રસ છે અને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે વૈશ્વિક કંપનીઓ આગળ આવી રહી છે.

‘કોચીથી લક્ષદ્વીપ વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થશે’ મંત્રી નાયડુએ સ્વીકાર્યું કે દેશમાં હાલ સૌથી મોટી જરૂર એરક્રાફ્ટની છે. એરપોર્ટની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ માંગને પહોંચી વળવા પૂરતા પ્લેન ઉપલબ્ધ નથી. મંત્રી નાયડુએ જાહેરાત કરી કે કોચીથી લક્ષદ્વીપ વચ્ચે સી-પ્લેન સેવા આગામી બે અઠવાડિયામાં શરૂ થશે. સાથે જ ઉડાન યોજના અંગે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં આ યોજનાથી સામાન્ય લોકોને હવાઈ મુસાફરીનો મોટો લાભ મળ્યો છે અને હવે આ યોજના આગામી 10 વર્ષ માટે વધુ વિસ્તૃત કરવા વડાપ્રધાનને વિનંતી કરવામાં આવી છે.

‘કાયદાકીય ફેરફારો કરીને લીઝિંગ પ્રક્રિયાને સરળ બનાવી’ આ પ્રગતિને આગળ ધપાવવા માટે ‘લીઝિંગ’ (Leasing) નો વિષય ખૂબ જ મહત્વનો છે. આજે ભારતના શિડ્યુલ ફ્લીટમાં 85 ટકા પ્લેન્સ લીઝ પર જ છે. એરલાઈન્સ પ્લેન ખરીદવાને બદલે લીઝિંગ મોડલ અપનાવતી હોય છે. ભારતની વધતી માંગને પહોંચી વળવા માટે આપણે એ સુનિશ્ચિત કરવું છે કે આ લીઝિંગ ભારતમાં જ થાય, અને ખાસ કરીને ગિફ્ટ સિટી જેવા વિશેષ હબ દ્વારા થાય. આ દિશામાં આપણને ઘણી સફળતા મળી છે. ગત સમિટમાં જે ફીડબેક મળ્યો હતો, તેને ભારત સરકારે પોલિસી રિફોર્મમાં બદલીને લીઝિંગ ઇન્ડસ્ટ્રીને ઘણી રાહતો આપી છે. ખાસ કરીને ‘કેપ ટાઉન કન્વેન્શન’ (Cape Town Convention) અને સંસદમાં જરૂરી કાયદાકીય ફેરફારો કરીને લીઝિંગ પ્રક્રિયાને સરળ બનાવી છે.

‘બે વર્ષમાં 150 એરક્રાફ્ટ લીઝ કરાશે’ નાણામંત્રીજીએ બજેટમાં પણ ગિફ્ટ સિટીની લીઝિંગ ઇન્ડસ્ટ્રી માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે (Tax Holiday) જેવી જાહેરાતો કરી છે. આ નાના-મોટા સુધારાઓનું પરિણામ આજે આપણી સામે છે. એર ઈન્ડિયા ગિફ્ટ સિટીમાંથી 75થી વધુ એરક્રાફ્ટ લીઝ કરશે. ઇન્ડિગો હાલના 75 એરક્રાફ્ટની સંખ્યા વધારીને આગામી બે વર્ષમાં 150 એરક્રાફ્ટ અહીંથી લીઝ કરશે. સ્ટાર એર 6થી 8 એરક્રાફ્ટ માટે અહીંથી લીઝિંગ કરશે. અકાસા પણ લગભગ 60 એરક્રાફ્ટ અહીંથી લીઝ કરવાની તૈયારીમાં છે. આમ, લીઝિંગ મોડલમાં મોટી સફળતા હાંસલ કરી છે. અમારું મિશન છે કે દુનિયામાં જેમ ડબલિન, સિંગાપોર અને દુબઈ લીઝિંગ હબ છે, તેમ ભારત પણ એક મજબૂત ગ્લોબલ લીઝિંગ હબ તરીકે ઉભરી આવે.

ગિફ્ટ સિટીમાં 38 રજિસ્ટર્ડ એરક્રાફ્ટ લીઝર્સ ગિફ્ટ સિટી પર વાત કરતા રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2025 સુધીના ડેટા મુજબ અને પાંચ મહિના પહેલાની સ્થિતિએ ગિફ્ટ સિટીમાં 38 રજિસ્ટર્ડ એરક્રાફ્ટ લીઝર્સ છે. અત્યાર સુધીમાં 370 લીઝ્ડ એસેટ્સ (leased assets) થઈ ચૂકી છે, જેનું મૂલ્ય 5.8 બિલિયન યુએસ ડોલર છે. આ એક ખૂબ જ મોટી રકમ છે જેનો બિઝનેસ અહીંથી થઈ ચૂક્યો છે. આ ઉપરાંત, 615 મિલિયન યુએસ ડોલરનું એવિએશન ફાયનાન્સિંગ અમારી IFSCA ની બેંકિંગ યુનિટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. અમારો જે ટાર્ગેટ હતો તેનાથી અમે ઘણું આગળ વધી ગયા છીએ. અમને લાગે છે કે આજે દેશમાં એવિએશનની જે પ્રકારની માંગ છે, તેનો વધુમાં વધુ ફાયદો ગિફ્ટ સિટી ઉઠાવી શકે છે. આ સમિટ પણ અમને તેમાં મદદરૂપ થશે. હા, આ આંકડા પૂરા 10 વર્ષ માટેના છે.

કોમનવેલ્થ પહેલા અમદાવાદ એરપોર્ટ વર્લ્ડક્લાસ બનશે.

કોમનવેલ્થ પહેલા અમદાવાદ એરપોર્ટ વર્લ્ડક્લાસ બનશે.

‘2030 પહેલા અમદાવાદ એરપોર્ટ વર્લ્ડ ક્લાસ બનાવાશે’ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આગામી દાયકામાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. ગુજરાત સરકારના સહયોગ અને ગિફ્ટ સિટીના માળખાને કારણે રાજ્ય એવિએશન ક્ષેત્રે દેશનું અગ્રણી કેન્દ્ર બની રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ અંગે તેમણે જણાવ્યું કે 2030ના કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને તેને વર્લ્ડ ક્લાસ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે. જ્યારે ધોલેરા એરપોર્ટ પર સૌથી વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે. અહીં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ પણ ઉભી કરવામાં આવી રહી છે, જેને આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંગે શું કહ્યું? રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશમાં એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને તપાસ અત્યારે ખૂબ જ ગંભીરતાથી (સક્ષમ રીતે) ચાલી રહી છે. અને જે પ્રક્રિયા (procedure) અનુસરવાની હોય છે, તે આપણે સમજવી પડશે. જ્યારે પણ આવી કોઈ તપાસ થાય છે, અને ખાસ કરીને જ્યારે તે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હોય અને તેમાં અન્ય દેશોના નાગરિકો પણ સામેલ હોય, ત્યારે જે રિપોર્ટ આવે છે તેના પર કોઈ પણ દેશ કે સંસ્થા સવાલ ઉઠાવી શકે છે.

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ ગંભીરતા, નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે થઈ રહી છે: કેન્દ્રીય મંત્રી

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ ગંભીરતા, નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે થઈ રહી છે: કેન્દ્રીય મંત્રી

રિપોર્ટમાં હજુ એક મહિનો લાગશે:કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ખૂબ જ ગંભીરતા, નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે આ તપાસ કરવાની છે અને અત્યારે તે જ પ્રક્રિયામાં તપાસ ચાલુ છે. અમારી તરફથી એવો પ્રયાસ છે કે જેટલું જલ્દી બને તેટલું પૂર્ણ કરીએ, પરંતુ તેને કારણે અમે પ્રક્રિયામાં કોઈ ખલેલ પહોંચાડવા માંગતા નથી. અત્યારે પ્રક્રિયા અંતિમ તબક્કામાં જ છે, જે માહિતી અમને મળી છે તે મુજબ. પરંતુ AAIB (Aircraft Accident Investigation Bureau) સ્વતંત્ર રીતે તપાસ કરી રહ્યું છે અને તેમને જે પણ સંસાધનો (resources) જોઈએ છે તે અમે પૂરા પાડ્યા છે. મોટે ભાગે હજુ એક મહિનો લાગશે.

પીડિત પરિવારોને વળતર અંગે મોનિટરિંગ પ્લેન ક્રેશમાં ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે સંપર્ક ન થતો હોવાના મુદ્દે મંત્રીએ જવાબ આપ્યો કે, સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને પીડિતોને યોગ્ય વળતર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.