Ahmedabad Hotels Surge; IND-NZ T20 World Cup Final Rates Top ₹2 Lakh

Last Updated: March 8, 2026By

હોટલોના ભાડામાં 300થી 400 ટકાનો વધારો

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમવાની છે. ત્યારે આ ફાઈનલ મેચ માટે જોવા અનેક સેલિબ્રિટી અમદાવાદ આવી રહ્યા છે. દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ રસિકો, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને જાણીતા કલાકારો પ

.

હોટેલોના એક દિવસના ભાડા

અનેક ફાઈવ સ્ટાર અને લક્ઝરી હોટેલોના રૂમ સંપૂર્ણપણે બુક અમદાવાદમાં આજે ક્રિકેટનો મહામુકાબલો જોવા મળવાનો છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ માટે સજ્જ બન્યું છે. આ ઐતિહાસિક મુકાબલો જોવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. ફાઈનલ મેચનો રોમાંચ માણવા શહેરમાં આવી રહ્યા હોવાથી સમગ્ર અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાઈનલ મેચના કારણે અમદાવાદમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પણ ભારે તેજી આવી છે. શહેરની અનેક ફાઈવ સ્ટાર અને લક્ઝરી હોટેલોના રૂમ સંપૂર્ણપણે બુક થઈ ગયા છે.

હોટેલના ભાડામાં લગભગ 300થી 400 ટકા સુધીનો વધારો હોટેલની ડિમાન્ડ વધુ હોવાના કારણે હોટેલના ભાડામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં 5 હજારથી 20 હજાર રૂપિયામાં મળતા હોટેલ રૂમના ભાવ હવે 50 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે, એટલે કે હોટેલના ભાડામાં લગભગ 300થી 400 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જે હોટેલમાં ભાવ બે દિવસ પહેલા 50,000 હતા તે હોટેલના ભાવ આજે બે લાખ કરતા વધુ થઈ ગયા છે.

તાજ સ્કાયલાઇન હોટેલનું ભાડું 50 હજારથી સીધું 2 લાખ પહોંચ્યું ઇન્ડિયા ટીમ સિંધુભવન પર આવેલી તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાઈ છે. જેનું બે દિવસ પહેલા ભાડું 50,000 રૂપિયા હતું. પરંતુ ટીમ ઈન્ડિયા રોકાઈ હોવાથી ક્રિકેટ રસિકો પણ ત્યાં જ રોકાવાનું પસંદ કરતા હોય છે. કારણ કે સ્ટેડિયમમાં ઘણી વખત ટીમના પ્લેયરને નજીકથી જોઈ શકવા મુશ્કેલ હોય છે. તેના કારણે ભારતીય ટીમના ખેલાડીઓને નજીકથી જોવા માટે ટીમ જ્યાં રોકાય ત્યાં રહેવાનું પસંદ કરતા હોય છે કે આવતા જતા સમયે ટીમના ખેલાડીઓને નજીકથી જોઈ શકાય અને શક્ય બને તો તેમની સાથે ફોટો પણ પડાવી શકાય. જેથી તાજ સ્કાયલાઇન હોટેલના ભાવ 50,000થી સીધા બે લાખ સુધી પહોંચી ગયા છે. તો બીજી તરફ ITC નર્મદા હોટેલમાં તો તમામ રૂમ બુક થઈ ગયા છે.

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે

ક્રિકેટના મહામુકાબલાના કારણે હોટેલના સંચાલકોને ઘણો ફાયદો ફાઈનલ મેચને કારણે માત્ર આ એક જ હોટેલ નહીં, પરંતુ શહેરની મોટાભાગની ફાઈવ સ્ટાર અને લક્ઝરી હોટેલોમાં પણ રૂમના ભાડામાં ચારથી પાંચ ગણો વધારો નોંધાયો છે. તો એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, આશ્રમ રોડ અને સિંધુભવન રોડ વિસ્તારની હોટેલો પહેલેથી જ લગભગ ફુલ થઈ ગઈ છે. તો જે હોટેલમાં રૂમ ખાલી છે તે તમામ હોટેલના ભાવ 50,000 કરતાં વધુ જોવા મળી રહ્યા છે. ક્રિકેટના આ મહામુકાબલાના કારણે માત્ર હોટેલના સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે.