Ahmedabad News: દરિયાપુરમાં ઉમેદવારોના નામની પત્રિકા વાયરલ, હજી સુધી પાર્ટીએ સત્તાવાર જાહેરાત નથી કરી

Last Updated: April 7, 2026By

કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં કેટલાક વોર્ડના નામ હજી જાહેર થયા નથી. ત્યારે શહેરમાં દરિયાપુરમાં કોંગ્રેસની પત્રિકા વાયરલ થઈ છે. દરિયાપુર વોર્ડ સમિતિના નામે પત્રિકા વાયરલ થઈ છે. પાર્ટીએ હજી સત્તાવાર નામ જાહેર કર્યા નથી. આ પત્રિકામાં નીરવ બક્ષીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ઈમ્તિયાઝ અને સમીરા શેખના નામોની પણ ચર્ચા છે. પાર્ટી દ્વારા આ પત્રિકાને લઈને હજી સુધી કોઈ પુશ્ટી કરવામાં આવી નથી.

કોંગ્રેસ કાર્યાલય પર ટિકિટો માટે ચહલપહલ વધી

બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય પર ટિકિટો માટે ચહલપહલ વધી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કેટલાક વોર્ડમાં હજી સુધી ટિકિટો જાહેર કરી નથી. ત્યારે કોઈ બબાલ ના થાય અને સ્થિતિ જળવાઈ રહે તે માટે કોંગ્રેસે કાર્યાલય પર બાઉન્સરો ગોઠવી દીધા છે.અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલી યાદીમાં 93 ઉમેદવારોની જાહેરાત કરી છે. કેટલીક બેઠકો પર વિવાદાસ્પદ ચહેરાને ઉતારવામાં આવ્યા છે. રામોલ અને હાથીજણ વોર્ડમાં ઉમેદવારોને બદલવા માટે માગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot News: નકલી કસ્ટમ ઓફિસરોએ ખેલ પાડ્યો, બિહારના દાનપુર પાસે વેપારીનું 25 કરોડનું સોનું લૂંટ્યું