Ahmedabad News: AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે, આ બેઠક પરથી ચૂંટણી લડશે
ગુજરાતની રાજનીતિમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. બોટાદમાં ખેડૂત મહા સંમેલન બાદ પોલીસ સાથે થયેલા ઘર્ષણના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના સામે ગુનો નોંધાયો હતો અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેમને જામીન પર મુક્ત કરાયા હતાં. જામીન મળ્યા બાદ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમણે ખેડૂત સંમેલન બોલાવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.
કમલમ ખાતે કેસરિયો કરશે
આમ આદમી પાર્ટીમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે થયેલા વિવાદ બાદ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ રાજુ કરપડાએ તુલસીશ્યામથી વિસાવદર સુધી કિસાન યાત્રા કરી હતી. હવે રાજુ કરપડા કેસરિયા કરવા જઈ રહ્યાં છે. આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મુળી બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ આજે સુરેન્દ્રનગરથી ખેડૂતો સાથે ગાંધીનગર પહોંચશે. ત્યાર બાદ ભાજપનો ખેસ ધારણ કરશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

