AIનો ભય, ફ્રેન્ચાઇઝી બિઝનેસની વાપસી:લેપટોપવાળી નોકરી છોડી ‘પોતાના બોસ’ બનવાની હોડ; અમેરિકી મોડેલમાં ભારતીયોનું પ્રભુત્વ
AIના વધતા જોખમ અને મોંઘા શિક્ષણ વચ્ચે કોર્પોરેટ નોકરીઓની સરખામણીમાં ફ્રેન્ચાઇઝી બિઝનેસનો ક્રેઝ વધી રહ્યો છે. હવે લોકો લેપટોપવાળી વ્હાઇટ-કોલર નોકરીઓ કરતાં પિલેટ્સ (ખાસ પ્રકારનો વ્યાયામ) શીખવવા અને રસોઈ બનાવવા જેવા વ્યવહારુ વ્યવસાયોને સુરક્ષિત માની રહ્યા છે. અમેરિકાના 8.5 લાખ ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સને 2.5 લાખ માલિકો સંભાળી રહ્યા છે. આ 90 લાખ રોજગારી પૂરી પાડે છે. અમેરિકી જીડીપીમાં 3% યોગદાન આપી રહ્યા છે. IFAના મેટ હોલરનું કહેવું છે કે એક દાયકા પહેલાં સુધી ધનવાન બનવાનો રસ્તો કોલેજની ડિગ્રી અને લેપટોપવાળી વ્હાઇટ-કોલર નોકરી માનવામાં આવતો હતો. પરંતુ હવે મોંઘા શિક્ષણ અને AI ના આગમનથી યુવાનોનું ધ્યાન પરંપરાગત અને જમીની વ્યવસાયો તરફ ગયું છે. પિલેટ્સ ક્લાસ શીખવવા કે રસોઈ બનાવવા જેવા વ્યવસાયો હવે વધુ સુરક્ષિત લાગે છે, કારણ કે તેમને માણસો વિના ચલાવી શકાતા નથી. જે માણસો વિના ચાલી શકતા નથી, તેવા વ્યવસાયોની માગ અમેરિકામાં ડંકિન ડોનટ્સથી લઈને યુપીએસ સ્ટોર અને મોટાભાગની મેરિયટ હોટલો આ જ મોડેલ પર ચાલે છે. હવે આ મોડેલ ફિટનેસ સ્ટુડિયો, ઘરેલું સેવાઓ અને ચાઈલ્ડ કેર જેવા નવા ક્ષેત્રોમાં પણ ફેલાઈ રહ્યું છે. આ મોડેલ લાંબા સમયથી પ્રવાસીઓને આકર્ષિત કરતું આવ્યું છે. અમેરિકાના કુલ મોટેલ્સમાંથી બે-તૃતીયાંશના માલિક ભારતીય મૂળના છે. મોટાભાગના એ ગુજરાતીઓના વંશજ છે, જેમણે 1980ના દાયકામાં સુપર 8 અને ટ્રાવેલૉજની ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. સફળતા – મેકડોનાલ્ડ્સથી બન્યા વધુ કરોડપતિ મેકડોનાલ્ડ્સના અમેરિકામાં આવેલા લગભગ 14,000 આઉટલેટ્સમાંથી લગભગ 95% સ્વતંત્ર ફ્રેન્ચાઈઝી માલિકો ચલાવે છે. આ ચેઈને ઇતિહાસમાં અન્ય કોઈ પણ કંપનીની સરખામણીમાં સૌથી વધુ સામાન્ય લોકોને કરોડપતિ બનાવ્યા છે. ખર્ચ – અમેરિકામાં 3 થી 9.5 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એક ફિટનેસ સ્ટુડિયો શરૂ કરવામાં 3-8 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે, રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝીમાં 9.5 કરોડનું રોકાણ કરવું પડી શકે છે. સફળતાનો દર સ્વતંત્ર બિઝનેસની સરખામણીમાં પહેલા 1-2 વર્ષ સારો હોય છે, પરંતુ પછીથી જોખમ સમાન જ રહે છે. ભારત – ફ્રેન્ચાઇઝી બજાર વાર્ષિક 30% ની ગતિથી વધી રહ્યું છે ભારતીય રિટેલ અને કન્ઝ્યુમર માર્કેટમાં ફ્રેન્ચાઇઝી મોડેલ હવે સૌથી સુરક્ષિત અને ઝડપથી વિકસતો બિઝનેસ બની ગયો છે. અમેરિકા અને ચીન પછી ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ફ્રેન્ચાઇઝી બજાર છે. ફ્રેન્કોર્પ ઇન્ડિયા અને ફેનકાસ્ટના સંયુક્ત રિપોર્ટ અનુસાર, ભારતનું ફ્રેન્ચાઇઝી બજાર વાર્ષિક 30% વધી રહ્યું છે. હાલમાં તે લગભગ 95 હજાર કરોડ રૂપિયાનું છે. આગામી 5 વર્ષમાં તે 14.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. આ માટે દર વર્ષે 72% કમ્પાઉન્ડેડ ગ્રોથની જરૂર પડશે. નેટવર્ક – દેશમાં 5 હજારથી વધુ એક્ટિવ બ્રાન્ડ્સ ભારતમાં 5,000 થી વધુ સક્રિય ફ્રેન્ચાઇઝર બ્રાન્ડ્સ છે. આઉટલેટ્સ 2 લાખથી વધુ છે. 5 વર્ષ પછી લક્ષ્ય પૂર્ણ થવા પર જીડીપીમાં આ સેક્ટર 4.2% નું મોટું યોગદાન આપશે. હાલમાં આ યોગદાન 2-2.2% છે. વિસ્તાર – નાના શહેરોમાં વધી રહ્યા છે ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ મહાનગરોની સરખામણીમાં ટિયર-2, 3 શહેરોમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ ઝડપથી વધી રહ્યા છે. નવા ઉદ્યોગસાહસિકો બેંક લોન અને જમા મૂડીનો ઉપયોગ કરીને ફ્રેન્ચાઇઝી મોડેલમાં રોકાણ કરી રહ્યા છે. ફૂડ, પ્રી-સ્કૂલ કોચિંગ, ડાયગ્નોસ્ટિક લેબ્સ અને બ્યુટી-વેલનેસ ડિમાન્ડમાં છે. ખર્ચ – ભારતમાં ઓછામાં ઓછા 5 લાખના રોકાણની જરૂર દેશમાં નાના સ્તરના કિઓસ્ક અથવા સેન્ટર માટે 5-15 લાખની જરૂર પડે છે. ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ માટે 1 કરોડ સુધીની જરૂર પડે છે. સ્વતંત્ર સ્ટાર્ટઅપ્સની સરખામણીમાં ભારતમાં ફ્રેન્ચાઇઝી બિઝનેસ ટકી રહેવાનો દર 85% વધુ છે. તૈયાર સિસ્ટમ અને સ્થાપિત બ્રાન્ડ વેલ્યુને કારણે જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

