America News: પોતાનો જ ગઢ ગણાતા ફ્લોરિડામાં Donald Trumpની કારમી હાર, જાણો શું છે કારણ?

Last Updated: March 25, 2026By

ફ્લોરિડા ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમનું ગૃહક્ષેત્ર છે. તેમનું ખાનગી રિસોર્ટ માર-એ-લાગો આવેલું છે.

ડેમોક્રેટ્સની પ્રથમવાર જીત

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ગૃહક્ષેત્ર ફ્લોરિડામાં કારમી હારનો સામનો કરી રહ્યા છે. આ તે સ્થળ છે. જ્યાં ટ્રમ્પનું ખાનગી રિસોર્ટ, માર-એ-લાગો સ્થિત છે. ટ્રમ્પ રાજકારણમાં આવ્યા પછી ફ્લોરિડામાં ડેમોક્રેટ્સે પ્રથમવાર જીત મેળવી છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પે પોતે આ બેઠક પર મતદાન કર્યું હતુ. ટ્રમ્પે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન સાથે મતદાન કર્યું હતુ. ડેમોક્રેટ્સે ફ્લોરિડામાં બે બેઠકો જીતી છે. બંને બેઠકો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની ગઢ રહી છે.

ટ્રમ્પનો પ્રભાવ સતત ઘટ્યો

1. ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી, ડેમોક્રેટ્સે 14 રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટી પાસેથી 28 બેઠકો છીનવી લીધી છે. બધી બેઠકો એક સમયે રિપબ્લિકનનો ગઢ માનવામાં આવતી હતી. ટ્રમ્પ તેમના ગઢમાં સતત ચૂંટણી હારી રહ્યા છે. હવે, ટ્રમ્પ માર-એ-લાગો હારી ગયા છે.

2. નવા CBS સર્વે અનુસાર, યુએસમાં ટ્રમ્પની મંજૂરી રેટિંગ સતત ઘટી રહી છે. ટ્રમ્પ આર્થિક મોરચે પણ સતત નિષ્ફળ સાબિત થયા છે. સર્વેમાં સામેલ 58 ટકા મતદારોએ કહ્યું કે તેઓ માનતા નથી કે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઓક્ટોબર 2025 માં, આ આંકડો ફક્ત 38 ટકા હતો.

ટ્રમ્પ માટે કેમ વધી ચિંતા ?

માર-એ-લાગો એ જગ્યા છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ મહિનામાં ઓછામાં ઓછા એક વખત તેમની આખી ટીમ સાથે મળે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અહીં એક નિવાસસ્થાન પણ છે. જે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. આ વર્ષના અંતમાં અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીઓ યોજાવાની છે. જો રિપબ્લિકન પાર્ટી હારી જાય છે, તો ટ્રમ્પનો ભાવિ કાર્યકાળ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે ટ્રમ્પે દરેક નિર્ણય માટે યુએસ કોંગ્રેસ અને સેનેટ તરફ જોવું પડશે. માર-એ-લાગોમાં ટ્રમ્પની પાર્ટી જે રીતે હારી ગઈ તેનાથી રિપબ્લિકન પાર્ટીની નીતિઓ પર પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચોઃ મધ્ય-પૂર્વના યુદ્ધને રોકવા અમેરિકાએ ઇરાન સામે કૂટનીતિ પ્રસ્તાવ કર્યો રજૂ