Asha Bhosle’s Ashes Immersed in Ganga; Son and Granddaughter Perform Last Rites in Varanasi
4 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર આશા ભોસલેના નિધન બાદ સોમવારે તેમના દીકરા આનંદ ભોસલે અને પૌત્રી ઝનાઈ ઉત્તર પ્રદેશના કાશી ખાતે પહોંચ્યાં હતાં. અસ્સી ઘાટથી હોડી દ્વારા ગંગામાં જઈને તેમણે આશા ભોસલેની અસ્થિઓનું વિસર્જન કર્યું.
અસ્થિ વિસર્જન દરમિયાન પૌત્રી ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. પૌત્રી ઝનાઈએ કહ્યું, ‘દાદી આશા ભોસલેએ મૃત્યુ પહેલા કાશીમાં પોતાના અસ્થિ વિસર્જન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.’
નોંધનીય છે કે, 12 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેનું નિધન થયું હતું.

દાદી આશા ભોસલેના અસ્થિ વિસર્જન દરમિયાન પૌત્રી ઝનાઈ ભાવુક થઈ ગઈ.
‘માતાનો ભગવાન શિવ સાથે અતૂટ સંબંધ હતો’
દીકરા આનંદ ભોસલેએ કહ્યું, ‘માતા જીવનમાં ફક્ત એક જ વાર કાશી આવ્યાં હતાં પરંતુ તેમનો ભગવાન શિવ સાથે અતૂટ સંબંધ હતો. તેમની જ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે આજે અમે અહીં અસ્થિઓ લઈને આવ્યા હતા અને તેમનું પિંડદાન પણ કર્યું છે.’
ત્યારબાદ દીકરો આનંદ અને પૌત્રી ઝનાઈ ભોસલે મુંબઈ પાછા ફર્યા.

દીકરા આનંદે વિધિ-વિધાનથી પૂજા કરી.
ઝનાઈએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી
આશા ભોસલેના નિધન પછી ઝનાઈ ભોસલેએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેણે દાદીને પોતાના સૌથી સારી મિત્ર અને જીવનનો મહત્વનો ભાગ ગણાવ્યાં. ઝનાઈએ લખ્યું કે, ‘હવે મને સમજાતું નથી કે હું કોની સાથે સવારે ચા પીશ કે પોતાના મજાક શેર કરીશ.’
તેણે લખ્યું કે, ‘હું માનું છું કે મારા દાદી હંમેશા મારી સાથે રહેશે અને એક દિવસ ફરીથી મને ગળે લગાવવા પાછા ફરશે. આશા ભોસલે માત્ર એક મહાન કલાકાર જ નહીં, પરંતુ મારા માટે જીવન અને ખુશીઓની ઓળખ હતાં.’

આશા ભોસલે પણ પૌત્રી ઝનાઈને ખૂબ પ્રેમ કરતા હતાં.
સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા
ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આજે હંમેશ માટે પોઢી ગયો છે. આશા ભોસલે.. આ માત્ર એક નામ નથી, પણ એવો જાદુઈ અવાજ છે જેણે સાત દાયકા સુધી સરહદો અને પેઢીઓના બંધન તોડી દરેકના દિલ પર રાજ કર્યું છે. 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર આશાતાઈની સફર કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. સાત પેઢીને પોતાના તાલે નચાવનાર આશાતાઈએ પિતાની છત્રછાયા ગુમાવવાથી લઈને પ્રેગ્નન્સીમાં ઘરની બહાર કાઢી મુકવા સુધીના અનેક કડવા ઘૂંટડા પીધા હતા. આજે જ્યારે આ સૂરીલો અવાજ શાંત થઈ ગયો છે, ત્યારે આવો જાણીએ આશા ભોસલેના જીવનની એ અજાણી કહાની. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


