Bangladesh Buffalos Named Donald Trump & Netanyahu Viral
1 દિવસ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશમાં બકરીઈદના તહેવાર પહેલા એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. રાજધાની ઢાકા નજીકના એક ફાર્મમાં આવેલા બે અનોખા પાડા હાલમાં સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વૈશ્વિક નેતાઓ જેવા લુક ધરાવતા પાડાને જોવા માટે ફાર્મ પર લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.
ગુલાબી રંગના પાડાનું નામ ‘ડોનાલ્ડ ટ્રમ્પ’
આ ફાર્મમાં આશરે 700 કિલો વજન ધરાવતો એક અલ્બિનો પાડો છે, જેનું નામ લોકોએ ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ રાખ્યું છે. પાડાના માલિકે જણાવ્યું કે- તેના નાના ભાઈએ મજાકમાં આ પાડાના માથાના વાળ જોઈને તેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખ્યું હતું. આ પાડાની આછી ગુલાબી સ્કિન અને સોનેરી રંગના વાળ લોકોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રખ્યાત હેરસ્ટાઈલ અને લુકની યાદ અપાવે છે. ફેસબુક પર આ ભેંસની તસવીર જોઈને ફાર્મ પર પહોંચેલી એક મહિલાએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, “આ આબેહૂબ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો જ દેખાય છે, પરંતુ સ્વભાવમાં તે અસલી ટ્રમ્પ કરતાં ઘણો શાંત અને સૌમ્ય છે.” માલિકના જણાવ્યા મુજબ, અલ્બિનો પાડા સામાન્ય રીતે ત્યાં સુધી આક્રમક નથી થતા જ્યાં સુધી તેને છંછેડવામાં ન આવે.
‘નેતાન્યાહુ’ નામનો બીજો પાડો પણ ચર્ચામાં
આ જ ફાર્મમાં વધુ એક અલ્બિનો પાડો છે જેનું વજન 750 કિલોથી પણ વધુ છે. આ પાડાનું નામ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ પરથી રાખવામાં આવ્યું છે. સ્થાનિક અહેવાલો મુજબ, આ પાડાના વાળ અને આંખો ઘણા અંશે બેન્જામિન નેતાન્યાહુને મળતા આવે છે.

જોકે, ‘ટ્રમ્પ’ કરતાં આ ‘નેતાન્યાહુ’ પાડાનો સ્વભાવ સાવ અલગ અને ભારે આક્રમક છે. ફાર્મના કર્મચારીઓનું કહેવું છે કે આ પાડો ખૂબ જ તોફાની અને ચાલાક છે. ફાર્મ મેનેજરે જણાવ્યું કે, ‘જ્યારે પણ કોઈ કર્મચારી તેને ચારો આપવા જાય છે, ત્યારે તે ગુસ્સામાં અવાજ કરે છે અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેનામાં ચાલાકી અને ગુસ્સાનું અનોખું મિશ્રણ છે.
સોશિયલ મીડિયા પર રમૂજ અને ચર્ચાની વણઝાર
ફાર્મ પ્રશાસનના જણાવ્યા અનુસાર, તેના ફાર્મમાં કુલ છ અલ્બિનો પાડા છે, પરંતુ પોતાના અલગ દેખાવ અને સ્વભાવને કારણે આ બંને પાડા ઇન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા છે. સોશિયલ મીડિયા પર આ બંને પાડાની તસવીરો વાઇરલ થતાં જ લોકો જાતભાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો વૈશ્વિક નેતાઓ સાથે પશુઓની આ સરખામણીને હાસ્યાસ્પદ અને રસપ્રદ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને માત્ર ઇન્ટરનેટ ટ્રેન્ડ માની રહ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


