Bangladesh Election 2026 News: યુનુસની વચગાળાની સરકાર પર નિષ્ફળતાનું કલંક, રિપોર્ટે ખોલી તમામ પોલ

Last Updated: January 19, 2026By

બાંગ્લાદેશની હિંસક ઘટનાઓને લઇને રિપોર્ટ જાહેર કરાવામાં આવ્યો છે.

સમગ્ર વિશ્વમાં ચર્ચા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર અને હિંસા મામલે સમગ્ર વિશ્વમાં ચર્ચાઓનો દૌર યથાવત્ છે. તેવામાં એક રિપોર્ટ જાહેર કરાયો છે. જેને લઇને મામલો ગરમાયો છે. ગયા વર્ષે હિન્દુઓ વિરુદ્ધ 654 ઘટનાઓ ઘટી હતી. અને હિંસામાં 3500 લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશમાં યુનુસ સરકારમાં હિન્દુઓ વિરુદ્ધ સતત હિંસાના આરોપો લાગતા રહ્યા છે. છેલ્લા બે મહિનામાં 10 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે આ મામલે કડક નિંદા કરી છે.

ગુનાઓમાં થઇ છે વૃદ્ધિ

યુનુસ સરકાર વિરુદ્ધ સામે આવેલી રિપોર્ટમાં દાવો કરાયો છે કે, વર્ષ 2025માં બાંગ્લાદેશમાં થયેલા ક્રાઇમ નોન-કમ્યુનલ અને કોમન ક્રાઇમના હતા. અને મોટા ભાગના ગુનાઓનું જોડાણ ધર્મ અથવા એથનિસિટી સાથે ન હતો. રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધી ઓફિશિયલ પોલીસ રેકોર્ડની એક વર્ષની સમીક્ષામાં અલ્પસંખ્યકોના સભ્ય સાથે જેડાયેલી 645 ઘટનાઓ સામે આવી છે.

જવાબદારી સ્વીકારવી જરુરી

રિપોર્ટમાં જણાવાયુ છે કે, સમગ્ર ડેટા સ્પષ્ટ ઘટનાનો ચિતાર આપે છે. મોટા ભાગના ગુનાઓ કમ્યુનલના સ્થાને ક્રિમિનલ નેચરના છે. જે લો એન્ડ ઓર્ડરને પડકાર આપે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, તમામ ક્રાઇમ ગંભીર છે. અને તેના માટે જવાબ આપવું જરુરી છે. મોટા ભાગની ઘટનાઓ ધર્મના કારણે થઇ હતી. જે વિવિધ ધર્મના લોકો પર અસર કરે છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, બાંગ્લાદેશ મુસલમાનો, હિન્દુઓ, બુદ્ધ, ખ્રિસ્તી અને બીજા ધર્મના લોકોનો પણ છે. અહીં સમાન અધિકારના લોકો રહે છે.

આ પણ વાંચોઃ Nitin Nabin ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત, જે.પી.નડ્ડા બાદ નીતિન નબીનને સોંપાઇ કમાન