BCCI Denies Family Stay for Indian Cricketers
સ્પોર્ટ્સ ડેસ્ક10 કલાક પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતીય ક્રિકેટરો તેમના પરિવાર (પત્નીઓ અને મંગેતરો) સાથે રહી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ મેનેજમેન્ટની તે માંગને નકારી કાઢી છે, જેમાં ખેલાડીઓની પત્નીઓ અને મંગેતરોને ટીમ હોટલમાં સાથે રોકાવાની મંજૂરી માગવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના પરિવારને ટીમ સાથે રોકાવાની મંજૂરી નથી. જોકે, જો કોઈ ખેલાડી ઈચ્છે તો પોતાના પરિવાર માટે હોટલમાં અલગથી રોકાવાની વ્યવસ્થા પોતે કરી શકે છે. તેની સંપૂર્ણ જવાબદારી તેને ઉઠાવવી પડશે. આ માટે BCCI તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં.
ભારત T-20 વર્લ્ડ કપનું સહ-યજમાન છે. BCCIનું માનવું છે કે ટીમને માત્ર પાકિસ્તાન સામેની મેચ માટે શ્રીલંકા જવાનું છે. આવી સ્થિતિમાં ખેલાડીઓને પરિવાર સાથે રહેવાની જરૂર નથી.
BCCIએ BGT 2024-25 પછી નિયમો બદલ્યા હતા BCCIના ખેલાડીઓ સાથે પરિવારના રહેવાની શરતો સ્પષ્ટ છે. વર્તમાન નીતિ હેઠળ, જો કોઈ વિદેશી પ્રવાસ 45 દિવસથી વધુ લાંબો હોય, તો ખેલાડીઓનો પરિવાર વધુમાં વધુ 14 દિવસ સુધી સાથે રહી શકે છે. જોકે, આ નિયમ કોઈપણ ICC કે મલ્ટીનેશન ટુર્નામેન્ટ પર લાગુ પડતો નથી. કોવિડ-19 પછી, સમગ્ર પ્રવાસ દરમિયાન પરિવારને સાથે રાખવાની પરંપરા શરૂ થઈ હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25માં ભારતની 1-3 થી હાર પછી BCCIએ તેની આ નીતિ બદલી દીધી છે.
માર્ગદર્શિકાનું પાલન ન કરવા પર કડક કાર્યવાહી BCCIએ તમામ ખેલાડીઓને જારી કરાયેલી માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરવા નિર્દેશ આપ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર શિસ્તભંગના પગલાં લેવાની વાત કહેવામાં આવી છે. જો કોઈ ખેલાડી કોઈ કારણસર આ નિર્દેશોનું પાલન ન કરી શકે, તો તેણે પસંદગી સમિતિના અધ્યક્ષ અને મુખ્ય કોચ પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે.
જો કોઈ ખેલાડી નિયમ તોડે છે, તો બોર્ડ તેને ટુર્નામેન્ટ, સિરીઝ અને IPLમાં રમવાથી પણ રોકી શકે છે. આ ઉપરાંત, ખેલાડીઓના પગાર અને કરાર સમાપ્ત કરવા જેવા કડક પગલાં પણ લઈ શકાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


