BCCI Ex-President IS Bindra Passes Away
7 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ ઇન્દ્રજીત સિંહ બિન્દ્રાનું રવિવારે નવી દિલ્હીમાં નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. બિન્દ્રા માત્ર એક પ્રશાસક જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના એ સમયના વ્યૂહરચનાકાર હતા જ્યારે ક્રિકેટની દુનિયા પર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ હતું. તેમણે માત્ર મોહાલીને વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ સ્થળ તરીકે ઓળખાવી જ નહીં, પરંતુ ભારતમાં વર્લ્ડ કપ લાવવામાં પણ મોટી ભૂમિકા ભજવી.
36 વર્ષ સુધી પંજાબ ક્રિકેટના સર્વેસર્વા રહ્યા બિન્દ્રાનો ક્રિકેટ પ્રશાસનમાં પ્રવાસ ઘણો લાંબો રહ્યો. તેઓ 1993 થી 1996 સુધી BCCIના અધ્યક્ષ રહ્યા. જોકે, પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) પર તેમની પકડ અજોડ હતી. તેઓ 1978થી 2014 સુધી, એટલે કે સતત 36 વર્ષ સુધી PCAના ચીફ રહ્યા. મોહાલીનું શાનદાર સ્ટેડિયમ તેમની જ દેન છે, જેને પાછળથી તેમના સન્માનમાં ‘આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમ’ નામ આપવામાં આવ્યું. આ જ મેદાન પર 2011 વર્લ્ડ કપની તે ઐતિહાસિક સેમિફાઇનલ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

ઇન્દ્રજીત સિંહ બિન્દ્રા 1993થી 1996 સુધી BCCIના અધ્યક્ષ રહ્યા.
1987માં પ્રથમ વખત ઇંગ્લેન્ડની બહાર વર્લ્ડ કપ લાવ્યા 1980ના દાયકા સુધી વર્લ્ડ કપ ફક્ત ઇંગ્લેન્ડમાં જ યોજાતો હતો. બિન્દ્રાએ એનકેપી સાલ્વે અને જગમોહન દાલમિયા સાથે મળીને આ પરંપરા તોડી. આ ત્રણેયના પ્રયાસોથી જ 1987માં પ્રથમ વખત વર્લ્ડ કપ ઇંગ્લેન્ડની બહાર ભારત અને પાકિસ્તાનમાં આયોજિત થયો. તેમણે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા એશિયન દેશોને એક કર્યા જેથી ક્રિકેટનું પાવર સેન્ટર એશિયા તરફ શિફ્ટ થઈ શકે.
ક્રિકેટ ડિપ્લોમસી: જ્યારે જનરલ ઝિયાને ભારત બોલાવવામાં આવ્યા બિન્દ્રા એક કુશળ રાજદ્વારી અને અમલદાર પણ હતા. પૂર્વ ભારતીય ટીમના મેનેજર અમૃત માથુરના મતે, 1986માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો અને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ સુરક્ષા કારણોસર અહીં રમવા તૈયાર નહોતા, ત્યારે બિન્દ્રાએ જ રસ્તો કાઢ્યો હતો. તેમણે પાકિસ્તાનના તત્કાલીન સૈન્ય તાનાશાહ જનરલ ઝિયા-ઉલ-હકને ભારત પ્રવાસે આવવાનું સૂચન કર્યું હતું, જેથી માહોલ શાંત થાય અને વર્લ્ડ કપનો માર્ગ મોકળો થઈ શકે.
ડાલમિયા સાથેના ‘ખાટા-મીઠા’ સંબંધો અને ICCમાં પ્રભાવ બિન્દ્રા અને જગમોહન ડાલમિયા વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ રહેતા હતા, પરંતુ ભારતીય ક્રિકેટના હિત માટે તેઓ હંમેશા સાથે આવ્યા. 1996નો વર્લ્ડ કપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં સાથે આયોજિત કરાવવામાં બંનેની મોટી ભૂમિકા હતી. બિન્દ્રા બાદમાં ICCમાં શરદ પવારના પ્રિન્સિપાલ એડવાઈઝર પણ રહ્યા. ડાલમિયાના નિધન પર બિન્દ્રાએ લખ્યું હતું કે આજે ક્રિકેટ જે મુકામ પર છે, તે ડાલમિયા વિના શક્ય ન હોત.
બિન્દ્રા 1993 થી 1996 સુધી BCCIના અધ્યક્ષ રહ્યા. આ ઉપરાંત, તેમણે 1978થી 2014 સુધી પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)ની કમાન સંભાળી. 2015માં મોહાલી સ્થિત PCA સ્ટેડિયમનું નામ બદલીને આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ રાખવામાં આવ્યું.
બિન્દ્રાને 1987 ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે યાદ કરવામાં આવે છે. તે સમયે તેને રિલાયન્સ કપ કહેવામાં આવતો હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડની બહાર ભારતમાં આયોજિત થયો. આ પહેલા 1975, 1979 અને 1983ના વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં જ થયા હતા.
ક્રિકેટ પ્રસારણના ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 1994માં તેમણે દૂરદર્શનની એકાધિકાર વ્યવસ્થાને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અદાલતના નિર્ણય પછી ESPN અને TWI જેવી આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટિંગ કંપનીઓ ભારતીય બજારમાં આવી, જેનાથી ક્રિકેટનું વ્યાવસાયિક સ્વરૂપ ઝડપથી બદલાયું.
2014માં ક્રિકેટ પ્રશાસનમાંથી નિવૃત્તિ લીધા પછી બિન્દ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)માં પણ જવાબદારી સંભાળી. શરદ પવારના અધ્યક્ષપદે તેઓ ICCના પ્રિન્સિપાલ એડવાઈઝર રહ્યા.
જોકે, તેમની કારકિર્દીમાં વિવાદો પણ રહ્યા. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં લલિત મોદીના સમર્થન અને ક્રિકેટ સાઉથ આફ્રિકાના CEOની નિમણૂકને લઈને તેમને ટીકાનો સામનો કરવો પડ્યો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

