BCCI IPL 2026 Schedule: March 28
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
BCCIએ IPL 2026ની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે.
દેશના 5 રાજ્યોમાં ચૂંટણીને કારણે IPLની ઓપનિંગ મેચ બે દિવસ લંબાવવામાં આવી છે. અગાઉ લીગની શરૂઆત 26 માર્ચે થવાની હતી, પરંતુ હવે લીગ 28 માર્ચે થશે. ઓપનિંગ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ગયા વર્ષે RCBની વિક્ટરી પરેડ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા.
શરૂઆતની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ગયા વર્ષે RCBની વિજય પરેડ દરમિયાન ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા.
16 દિવસમાં 4 ડબલ હેડર થશે
શેડ્યૂલ મુજબ, પ્રથમ તબક્કામાં 16 દિવસમાં 20 મેચ રમાશે. જેમાં 4 ડબલ હેડરનો સમાવેશ થાય છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં તેની પ્રથમ મેચ રમશે.
RCB ગત સિઝન જીતી હતી બેંગલુરુની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેથી પરંપરા અનુસાર ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ ક્વોલિફાયર-2 અને ફાઇનલ મુકાબલો તેના હોમગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. RCBએ ગત સિઝનની ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પહેલીવાર IPL ખિતાબ જીત્યો હતો.

RCBએ IPL ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું. RCBના વિક્ટ્રી સેલિબ્રેશનમાં 11 ફેન્સના મોત થયા હતા.
વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોમાં 4 એવા મુખ્ય સ્ટેડિયમ છે. જ્યાં IPLની મેચો યોજાવાની છે. તમિલનાડુના ચેન્નઈમાં આવેલું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ચેન્નઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું ઈડન ગાર્ડન્સ કોલકાતા નાઈટ રાઈડર્સનું ઘરઆંગણાનું મેદાન છે, જ્યારે આસામના ગુવાહાટીમાં બનેલું બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સનું સેકન્ડ હોમ વેન્યુ રહ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


