BCCI IPL Schedule March; Bengaluru Final Match
સ્પોર્ટ્સ ડેસ્ક53 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2025ની ફાઈનલ પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાઈ હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું શેડ્યૂલ 2 ભાગમાં રિલીઝ કરવામાં આવશે. IPL ગવર્નિંગ કાઉન્સિલ (GC)એ પુષ્ટિ કરી છે કે પ્રથમ ભાગનું શેડ્યૂલ 6 અથવા 7 માર્ચે જાહેર કરવામાં આવશે. સોમવારે GCએ ઓનલાઈન મિટિંગ કરી અને ચૂંટણીને કારણે 19મી સીઝનના શેડ્યૂલને 2 તબક્કામાં વિભાજીત કરવાનો નિર્ણય લીધો.
બેંગલુરુમાં થશે ઓપનિંગ અને ફાઈનલ મેચ કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન (KCA)ના સેક્રેટરી સંતોષ મેનને પુષ્ટિ કરી છે કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ ઓપનિંગ અને ફાઈનલ મેચ રમાશે. હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આ વખતે તેની 5 હોમ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે.
IPLમાં પરંપરા રહી છે કે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ, ક્વોલિફાયર-2 અને ફાઈનલ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમગ્રાઉન્ડ પર રાખવામાં આવે. ગયા વર્ષની ઓપનિંગ મેચ 2024ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના હોમગ્રાઉન્ડ પર થઈ હતી. આ જ રીતે આ વખતે મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

ઓપનિંગ મેચમાં RCB સામે કઈ ટીમ ટકરાશે, તે હજુ સુધી નક્કી થયું નથી.
28 માર્ચથી IPL શરૂ થઈ શકે છે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓક્શન દરમિયાન IPL કમિટીએ કહ્યું હતું કે ટુર્નામેન્ટ 26 માર્ચથી રમાશે. જોકે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં આ સમયગાળા દરમિયાન વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાવાની છે. બંગાળમાં KKR, તમિલનાડુમાં CSK અને આસામમાં RRની હોમ મેચ હોય છે. ચૂંટણીના કારણે તે મેચમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડશે.
વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને IPL કમિટીએ નિર્ણય કર્યો કે ટુર્નામેન્ટ 26 ને બદલે 28 કે 29 માર્ચથી શરૂ થશે. શરૂઆતના તબક્કામાં CSK, KKR અને RRની હોમ મેચ ઓછી હશે, જેથી સુરક્ષામાં કોઈ મુશ્કેલી ન આવે. ત્રણેય ટીમ આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ અવે મેચ રમતી જોવા મળી શકે છે. RRનું ફર્સ્ટ ચોઈસ હોમગ્રાઉન્ડ જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ છે, તેથી ટીમ સેકન્ડ હોમગ્રાઉન્ડ ગુવાહાટીની પોતાની મેચ એપ્રિલ કે મે મહિનામાં રમી શકે છે.

RCBએ પહેલીવાર રાયપુરને પોતાનું સેકન્ડ હોમગ્રાઉન્ડ બનાવ્યું છે.
31 મેના રોજ ફાઈનલ રમાઈ શકે શેડ્યૂલમાં ફેરફારની શક્યતા હોવા છતાં ટુર્નામેન્ટની ફાઈનલ 31 મેના રોજ જ રમાઈ શકે. સ્પોર્ટ્સ જગતમાં મોટાભાગે મોટી મેચ અને ટાઇટલ મેચ રવિવારે હોય છે. 31 મેના રોજ રવિવાર જ છે, તેથી ફાઈનલની તારીખ બદલાશે નહીં.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


