BJPs election conch shelling Maha Sampark campaign from April 5 365 days of homework and claim of victory | Gujarat News

Last Updated: April 1, 2026By

BJPનો ચૂંટણી શંખનાદ, 5 એપ્રિલથી મહાસંપર્ક અભિયાન, 365 દિવસનું હોમવર્ક અને જીતનો દાવો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ભાજપના નેતૃત્વએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું છે કે, પક્ષ ગત વખત કરતા પણ વધુ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવશે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ” 365 દિવસ ચૂંટણી મોડ” માં રહેનારો પક્ષ છે અને વિપક્ષમાં કોણ લડે છે તેની તેમને કોઈ ચિંતા નથી.

5 એપ્રિલથી ઘર-ઘર સુધી પહોંચશે ભાજપ

ચૂંટણી જીતવા માટે ભાજપે 5 એપ્રિલથી રાજ્યવ્યાપી ‘મહાસંપર્ક અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો અને નેતાઓ ગામે-ગામ અને વોર્ડ-વોર્ડમાં જઈને સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. વિશેષ રીતે, ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પણ રાજ્યભરમાં વ્યાપક લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ મતદારો સાથે સીધો સંવાદ સાધવાનો છે.

વિપક્ષને ગણકાર્યા વગર જીતનો નિર્ધાર

ભાજપના પ્રવક્તાઓએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાનો વિશ્વાસ તેમની સાથે છે. “વિપક્ષી પાર્ટીઓમાં ગમે તે ઉમેદવાર હોય કે ગમે તે ગઠબંધન થાય, ભાજપ પોતાની તાકાત પર ચૂંટણી લડશે અને જીતશે,” તેવું નિવેદન પક્ષ દ્વારા આપવામાં આવ્યું છે. સંગઠનલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ભાજપ હવે મેદાનમાં ઉતરવા માટે સજ્જ છે.

આ પણ વાંચો—-      Gujarat BJPનો માસ્ટરપ્લાન, ભાજપના નવા ‘ક્રાઇટેરિયા’ એ અનેક મોટા માથાઓની ઊંઘ ઉડાડી, CECની બેઠકમાં થયા આ કડક નિર્ણયો