Blood Pressure Can mouthwash increase blood pressure Find out how | Gujarat News

Last Updated: April 24, 2026By

આજના સમયમાં માઉથવોશ મૌખિક સ્વચ્છતા માટે એક લોકપ્રિય વિકલ્પ બની ગયું છે. ઘણા લોકો શ્વાસની તાજગી માટે અથવા બ્રશ કરવાના આળસમાં વારંવાર માઉથવોશનો ઉપયોગ કરે છે. પરંતુ, તબીબી નિષ્ણાતો ચેતવણી આપે છે કે એન્ટીબેક્ટેરિયલ માઉથવોશનો વારંવાર ઉપયોગ માત્ર મોંના સ્વાસ્થ્યને જ નહીં, પણ તમારા બ્લડ પ્રેશરને પણ ગંભીર અસર કરી શકે છે.

મોંના બેક્ટેરિયા અને બ્લડ પ્રેશર વચ્ચેનો સંબંધ

આપણું મોં માત્ર પાચનનું પ્રવેશદ્વાર નથી, પરંતુ ત્યાંથી ‘સારા બેક્ટેરિયા’ પણ પ્રવેશ કરે છે. જે શરીરની મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં મદદ કરે છે. આ બેક્ટેરિયા ખોરાકમાં રહેલા નાઈટ્રેટ્સને નાઈટ્રાઈટમાં ફેરવે છે. આ નાઈટ્રાઈટ શરીરમાં ગયા પછી ‘નાઈટ્રિક ઓક્સાઈડ’ બનાવે છે. નાઈટ્રિક ઓક્સાઈડ રક્તવાહિનીઓને લવચીક રાખવામાં, લોહીના પ્રવાહને સુધારવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

માઉથવોશ કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

જ્યારે આપણે સ્ટ્રોંગ એન્ટિસેપ્ટિક માઉથવોશનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે હાનિકારક બેક્ટેરિયાની સાથે આ ‘સારા બેક્ટેરિયા’નો પણ નાશ કરે છે. નિષ્ણાતોના મતે, એન્ટીબેક્ટેરિયલ માઉથવોશ મોંના જરૂરી બેક્ટેરિયામાં 90% સુધીનો ઘટાડો કરી શકે છે. પરિણામે, શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઘટે છે અને રક્તવાહિનીઓ પર દબાણ વધે છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં જાણવા મળ્યું છે કે માત્ર થોડા દિવસોના સતત ઉપયોગથી પણ સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં વધારો થઈ શકે છે.

એક્સપર્ટનું સૂચન

માઉથવોશનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ. ડોકટરો માને છે કે શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે માત્ર માઉથવોશ પર આધાર રાખવાને બદલે યોગ્ય રીતે બ્રશ કરવું અને જીભ સાફ કરવી વધુ હિતાવહ છે. જો માઉથવોશનો ઉપયોગ કરવો જ હોય, તો તે ડોક્ટરની સલાહ મુજબ અને મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ જેથી શરીરના કુદરતી બેક્ટેરિયલ સંતુલનને નુકસાન ન પહોંચે.

આ પણ વાંચો : Thyroidના દર્દીઓના ભૂખમાં કેમ થાય છે વધારો-ઘટાડો, જાણો શુ કહે છે તબીબો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )