Border 3 Announced; Border 2 Success Fuels Franchise

Last Updated: January 27, 2026By

7 કલાક પેહલા

  • કૉપી લિંક

‘બોર્ડર 2’ હાલમાં સિનેમાઘરોમાં છવાયેલી છે. દર્શકો અને વિવેચકોએ ખૂબ વખાણી છે. ફિલ્મે ઓપનિંગ વીકએન્ડ પર રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું. દેશભક્તિનો જુસ્સો જગાવનારી આ ફિલ્મ નવી પેઢીને પણ ખૂબ ગમી ગઈ. આ ફિલ્મની સફળતાને જોતા ટી-સિરીઝના ચીફ ભૂષણ કુમારે હવે ‘બોર્ડર 3’ની જાહેરાત કરી દીધી છે.

'બોર્ડર 2'એ ચાર દિવસમાં વર્લ્ડવાઇડ 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

‘બોર્ડર 2’એ ચાર દિવસમાં વર્લ્ડવાઇડ 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

ભૂષણ કુમારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, દમદાર વોર ફ્રેન્ચાઇઝી ‘બોર્ડર 3’ ચોક્કસ બનશે. ‘બોર્ડર 3’નું નિર્માણ ટી-સિરીઝ અને જેપી દત્તા તથા નિધિ દત્તાની જેપી ફિલ્મ્સ સાથે મળીને કરશે. આ જૂની ભાગીદારી ફરીથી જોર પકડશે. જેપી દત્તાની માસ્ટર સ્ટોરીટેલિંગ અને ટી-સિરીઝની હાઈ-ટેક પ્રોડક્શન વેલ્યુથી ફિલ્મ સુપરહિટ બનશે. બંને કંપનીઓ ભારતીય સેનાના શૌર્યને સલામ કરતી રહેશે.

નોંધનીય છે કે, અનુરાગ સિંહના ડિરેક્શનમાં બનેલી ‘બોર્ડર 2’, જેપી દત્તાની વર્ષ 1997માં આવેલી હિટ ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે. ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગણતંત્ર દિવસ પહેલા 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

ભુષણ કુમારે 'બોર્ડર 2'નું નિર્માણ કર્યું છે.

ભુષણ કુમારે ‘બોર્ડર 2’નું નિર્માણ કર્યું છે.

‘બોર્ડર 2’ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને જેપી દત્તા તથા નિધિ દત્તાની જેપી ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ભૂષણ કુમાર કહે છે કે, ‘આ ફિલ્મને દર્શકોનો એટલો પ્રેમ મળ્યો કે, ફ્રેન્ચાઇઝીને રોકવી અશક્ય છે. અમે તેને વધુ આગળ લઈ જઈશું.’