Budget 2026 Standard Deduction Hike

Last Updated: February 3, 2026By

2 દિવસ પેહલા

  • કૉપી લિંક

બજેટમાં ઇન્કમ ટેક્સને લઈને કોઈ મોટી જાહેરાત થઈ નથી. જોકે હવે 31 ડિસેમ્બરની જગ્યાએ 31 માર્ચ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકાશે. જ્યારે વિદેશમાં રૂપિયા મોકલવા પર હવે 5%ને બદલે 2% ટેક્સ લાગશે.

ટેક્સને લઈને 4 ફેરફારો આ છે…

1 એપ્રિલથી નવો ઇન્કમ ટેક્સ કાયદો: કેન્દ્ર સરકાર દ્વારા જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961ને બદલીને નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાવવામાં આવશે. આ 1 એપ્રિલ 2026થી લાગુ થશે. આમાં ટેક્સ રેટ્સ અથવા સ્લેબમાં કોઈ ફેરફાર નથી, આના દ્વારા ફક્ત ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસને સરળ બનાવવામાં આવશે.

2. વિદેશ રૂપિયા મોકલવા પર ઓછો ટેક્સ: ભણતર અને સારવાર માટે વિદેશ પૈસા મોકલવા પર હવે ઓછો ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) લાગશે. સરકારે તેને 5%થી ઘટાડીને 2% કરવાનો નિર્ણય લીધો છે. વિદેશી ટૂર પેકેજ પર લાગતા 5% અને 20%ના TCS રેટને ઘટાડીને 2% કરવામાં આવ્યો છે.

3. TDS ન કપાવવા માટે એપ્લિકેશનની જરૂર નથી: ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) ન કપાવવા માટે અલગથી એપ્લિકેશન આપવાની જરૂર રહેશે નહીં. નિયમો અનુસાર હવે જો તમારા પર ઇન્કમ ટેક્સ નથી બનતો તો તમારો TDS કાપવામાં આવશે નહીં. અત્યાર સુધી આના માટે ફોર્મ 15G (60 વર્ષથી ઓછી ઉંમરના માટે) અથવા ફોર્મ 15H (વરિષ્ઠ નાગરિકો માટે) જમા કરવું પડતું હતું.

4. 31 માર્ચ સુધી ફાઈલ કરી શકાશે રિવાઇઝ્ડ રિટર્ન: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)માં સુધારો કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. હવે નજીવી ફી આપીને 31 ડિસેમ્બરની જગ્યાએ 31 માર્ચ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકાશે.

ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર નહીં: જૂની ટેક્સ રિજીમ પસંદ કરવા પર અત્યારે પણ તમારી 2.5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ જ ટેક્સ ફ્રી રહેશે. જોકે, ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 87A હેઠળ તમે 5 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ બચાવી શકો છો.

જ્યારે ન્યુ ટેક્સ રિજીમ પસંદ કરવા પર પહેલાની જેમ જ 4 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેક્સ આપવો પડશે નહીં. આમાં ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 87A હેઠળ સેલેરીડ પર્સન (પગારદાર વ્યક્તિ) 12.75 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર અને અન્ય 12 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ છૂટ મેળવી શકે છે.

ફેરફાર કેમ ન થયો: ટેક્સ એક્સપર્ટ આનંદ જૈનના જણાવ્યા અનુસાર સરકારે ગયા બજેટમાં જ ન્યુ ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટ 7 લાખથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી હતી. એવામાં આ વર્ષે ફેરફાર થવાની શક્યતા નહિવત જ હતી.

હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) સુનીલ જૈન પાસેથી જાણો, નવી અને જૂની ટેક્સ રિજીમમાં કેટલો ટેક્સ…

હવે જૂની ટેક્સ રિજીમને સમજો

જૂની ટેક્સ રિજીમ પસંદ કરવા પર ₹2.5 લાખ સુધીની આવક જ ટેક્સ ફ્રી છે. જોકે ઇનકમ ટેક્સ એક્ટની કલમ 87A હેઠળ તમારે 5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ આપવો પડશે.

જૂની અને નવી ટેક્સ રિજીમ સાથે જોડાયેલા 3 સવાલો…

સવાલ 1: જૂની અને નવી ટેક્સ રિજીમમાં શું તફાવત છે? જવાબ: નવી ટેક્સ રિજીમમાં ₹4 લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી રહે છે, પરંતુ તેમાં ટેક્સ ડિડક્શન મળતા નથી. જ્યારે, જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમે અનેક પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો.

સવાલ 2: જૂની ટેક્સ રિજીમમાં કયા પ્રકારની છૂટ મળે છે? જવાબ: જો તમે EPF, PPF અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમારી કુલ ટેક્સેબલ ઇનકમમાંથી આ આવક ઓછી થઈ જશે. સાથે જ, મેડિકલ પોલિસી પર કરવામાં આવેલો ખર્ચ, હોમ લોન પર ચૂકવવામાં આવેલું વ્યાજ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરેલા રૂપિયા પણ તમારી ટેક્સેબલ ઇનકમમાંથી બાદ થઈ જાય છે.

સવાલ 3: જૂની ટેક્સ રિજીમ કયા લોકો માટે વધુ સારી છે? જવાબ: જો તમે રોકાણ અને ટેક્સ છૂટનો ફાયદો લેવા માંગતા હોવ, તો જૂની ટેક્સ રિજીમ તમારા માટે વધુ સારી હોઈ શકે છે. બીજી તરફ જો તમે ઓછા ટેક્સ રેટ અને ટેક્સ ડિડક્શનની ઝંઝટમાંથી બચવા માંગતા હોવ તો નવી ટેક્સ રિજીમ તમારા માટે યોગ્ય હોઈ શકે છે.