Can intense summer sun increase the risk of cataracts Know what eye experts say | Gujarat News
ઉનાળાની શરૂઆત થતાં જ આકરા સૂર્યપ્રકાશથી લોકો ત્રાહિમામ થાય છે. સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનો પ્રકોપ ડિાઈડ્રેશન અને હિટસ્ટ્રોકની સમસ્યાનું જોખમ વધારે છે. મોટાભાગના લોકો એ વાતથી વાકેફ છે કે તીવ્ર તડકો ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ટેનિંગની સમસ્યા વધારે છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે આ કાળઝાળ ગરમી તમારી આંખોને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. અવારનવાર એક સવાલ ચર્ચામાં રહે છે કે, શું વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી આંખોમાં મોતિયાનું (Cataract) જોખમ વધી જાય છે? સામાન્ય રીતે ૫૦ થી ૬૦ વર્ષની ઉંમર પછી થતી આ સમસ્યા શું યુવાનોને પણ શિકાર બનાવી શકે છે? ચાલો જાણીએ આ અંગે ડૉક્ટર્સનો શું અભિપ્રાય છે.
શું તીવ્ર તડકાથી ખરેખર મોતિયાનું જોખમ વધે છે?
ડોક્ટરે જણાવ્યું કે, મોતિયા એ આંખની એક સામાન્ય સમસ્યા છે જેમાં આંખનો કુદરતી લેન્સ વાદળછાયું (Blurry) બની જાય છે. જેના કારણે દ્રષ્ટિ ઝાંખી પડે છે અને ધીમે-ધીમે જોવાની ક્ષમતા નબળી થતી જાય છે. સામાન્ય રીતે મોતિયા એ ઉંમર વધવાની સાથે સંબંધિત સમસ્યા છે, પરંતુ આંખમાં કોઈ ઈજા થવી, ડાયાબિટીસ હોવો કે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં રહેવું – આ તમામ પરિબળો નાની ઉંમરે પણ મોતિયાનું જોખમ નોંધપાત્ર રીતે વધારી દે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખોના લેન્સના પ્રોટીનને નુકસાન પહોંચાડે છે, જેથી ઉનાળામાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

