Cannes Closing Ceremony; Aishwarya Rai White Tuxedo Angel Look Wins Hearts
24 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લા 24 વર્ષથી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચન દરેક વખતે પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં યોજાયેલા 79માં કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યાનો એન્જલ લુક જોવા મળ્યો હતો. તેના ડ્રામેટિક ડ્રેસ અને ચાહકો સાથેની ખાસ મુલાકાતે સૌના દિલ જીતી લીધાં.

ઐશ્વર્યા રાય બચ્ચને રેડ કાર્પેટ પરથી બધાને નમસ્તે કર્યું.
ટ્રેડિશનલ ગાઉનના બદલે પાવરફુલ ટક્સીડો
ઐશ્વર્યા રાય બચ્ચને કાનના છેલ્લા દિવસે રેડ કાર્પેટ માટે ટ્રેડિશનલ ગાઉન છોડીને એક અત્યંત આધુનિક અને પાવરફુલ વ્હાઇટ કસ્ટમ ટક્સીડો પર પસંદગી ઢોળી હતી. તેણે શાર્પ શોલ્ડર્સ અને ફોર્મલ કટ સાથેનો બ્લેઝર પહેર્યો હતો. બ્લેઝરના કોલર પર સિલ્વર શિમરી અને સિક્વન્સનું બારીક વર્ક કરવામાં આવ્યું છે.

ઐશ્વર્યા રાય છેલ્લા 24 વર્ષથી કાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
બ્લેઝરની સાથે તેણે મેચિંગ વ્હાઇટ કલરનું લૂઝ-ફિટેડ પેન્ટ પહેર્યું છે, જેના પર નેટ ફેબ્રિક પર ઝિણવટભરેલી ડિઝાઈન અને શિમર દેખાઈ રહ્યા છે.

ઐશ્વર્યાએ ટ્રેડિશનલ ગાઉનને બદલે મોર્ડન સ્ટાઇલ સૂટ પહેરવાનું પસંદ કર્યું.
ચાઇનીઝ ડિઝાઈનર ચેની ચાનના આ આઉટફીટમાં આકર્ષણનું કેન્દ્ર તેના હાથ અને ખભા પરથી લહેરાતો વિશાળ વ્હાઇટ ફેધર બોઆ (પીંછાવાળો સ્કાર્ફ) છે. આ લુકમાં તે આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગી રહી છે. આ લુકને મોહિત રાય દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યો છે.

ફેધર બોઆ તેના લુકમાં ડ્રામા ઉમેરી રહ્યો હતો.
સ્ટેટમેન્ટ રિંગ્સ અને વેવી હેર
ઐશ્વર્યાએ આ ડ્રામેટિક લુકને બેલેન્સ કરવા માટે ઇયરિંગ કે નેકલેસ પહેરવાનું ટાળ્યું છે. ડ્રેસને કોમ્પિલમેન્ટ આપવા માટે તેણે સ્ટેટમેન્ટ રિંગ્સ પર પસંદગી ઢોળી છે. સાથે જ તેણે વ્હાઇટ હાઈ હિલ્સ પહેરી છે. ઐશ્વર્યાએ સ્મોકી આઇઝ સાથે પ્લમ શેડ લિપસ્ટિક લગાવી છે, જે ડ્રેસ સાથે સરસ કોન્ટ્રાસ્ટ ઊભો કરી રહી છે. તેણે વાળને ખુલ્લા રાખ્યા છે. સોફ્ટ વેવ્ઝ અને ગ્લોસી વાઇન રેડ હેર કલર તેના ચહેરાને સરસ ફ્રેમ આપી રહ્યા છે.

ઐશ્વર્યા રાયનો સોફ્ટ મેકઅપ તેને એલિગન્ટ લુક આપી રહ્યો હતો.
પરંપરા, પ્રતિષ્ઠા, અનુસાશન
બચ્ચન પરિવાર હંમેશાથી તેમના ચાહકો સાથે ખૂબ સારી રીતે મળતો જોવા મળ્યો છે. આ જ પરંપરાને ઐશ્વર્યા પણ આગળ વધારી રહી છે. વાસ્તવમાં કાનના રેડ કાર્પેટ પર વોક કર્યા બાદ ઐશ્વર્યા જ્યારે હોટલ પહોંચી, ત્યારે કેટલાક ચાહકોએ તેને ઘેરી લીધી. ફેન્સને જોઈને ઐશ્વર્યા પણ ખૂશ થઈ ગઈ. એક યુવતીએ તેની સાથે ફોટો ક્લિક કરાવવાનું કહેતા એક્ટ્રેસે તેને પાસે બોલાવી, તેના ગાલ પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા અને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યો.

ઐશ્વર્યાએ ચાહકો સાથે ફોટો ક્લિક કરાવ્યા.
આ ચાહકને મળ્યા બાદ તે જેવી આગળ વધી કે એક મહિલા તેની પાસે આવ્યા. ઐશ્વર્યાએ તરત તેમનું અભિવાદન કર્યું, તો મહિલાએ પણ ઐશ્વર્યાનો હાથ પકડી લીધો અને કહ્યું કે, ‘તમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છો.’ ઐશ્વર્યાએ પણ તેમનો આભાર માન્યો અને ત્યાં હાજર દરેક વ્યક્તિ સાથે ફોટો ક્લિક કરાવ્યા.

મહિલાએ ઐશ્વર્યાને દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવી.
વિશ્વ સુંદરીએ ચાહકોના દિલ જીત્યા
ઐશ્વર્યાના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ તેની વિનમ્રતા અને સુંદરતાના ખોબલેને ખોબલે વખાણ કરી રહ્યા છે.

ચાહકોએ ઐશ્વર્યાના વખાણ કર્યા.

યુઝર્સે તેને ‘ક્વીન’ ગણાવી.

ચાહકોએ ઐશ્વર્યાની વિનમ્રતાના વખાણ કર્યા.
કાન 2026માં ઐશ્વર્યાના લુક ક્લોઝિંગ સેરેમનીના એક દિવસ પહેલાં તે દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. ઐશ્વર્યાએ આ દરમિયાન અબિસ બ્લૂ રંગના ડિઝાઈનર ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ સાથે જ દીકરી આરાધ્યાએ પણ કાનમાં ગ્લેમરસ લુકમાં અનઓફિશિયલી ડેબ્યૂ કરી લીધું છે.

ડિઝાઇનર અમિત અગ્રવાલે સ્ટાઇલિસ્ટ મોહિત રાય સાથે મળીને ઐશ્વર્યા રાય બચ્ચનનો ડિઝાઇનર ડ્રેસ તૈયાર કર્યો છે.

આ ડ્રેસમાં ‘ક્રિસ્ટલ વેઈન’ ભરતકામ કરવામાં આવ્યું છે. એટલે કે આમાં હજારો નાના-નાના કાચના ક્રિસ્ટલ્સને એક શિલ્પ જેવા જાળીદાર માળખામાં એવી રીતે ગોઠવવામાં આવ્યા છે, જેથી કપડાં પર જ્યારે પ્રકાશ પડે, ત્યારે તે અદ્ભુત ચમક આપે.

આ ડ્રેસને ઝીણવટભરી હાથની કારીગરીથી બનાવતા 1500 કલાકથી પણ વધુ સમય લાગ્યો છે. આ ગાઉનનો રંગ ‘અબિસ બ્લુ’ (એટલે કે બ્રહ્માંડના પ્રકાશ અને અનંત આકાશથી પ્રેરિત એકદમ ઘેરો વાદળી રંગ) રાખવામાં આવ્યો છે.

ઐશ્વર્યા રાય 2002થી દર વર્ષે આ પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છે.

રેડ કાર્પેટ બાદ ઐશ્વર્યાએ ‘લાઈટ ઓન વિમેન્સ વર્થ ગાલા’ ઇવેન્ટમાં પાવડર પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

સોફી કુટુર બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ આકર્ષક ડ્રેસની કિંમત 3,700 યુએસ ડોલર એટલે કે અંદાજે 3.5 લાખ રૂપિયા છે.

14 વર્ષની આરાધ્યાએ સેટિન રેડ ગાઉન પહેર્યો હતો, જેની સાથે એક આકર્ષક અને ચમકતી શિમરિંગ કેપ જોડવામાં આવી હતી

કાનના ઇવેન્ટમાં મા-દીકરીનો પ્રેમાળ સંબંધ જોવા મળ્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


