Celina Jaitly Brother Major Vikrant Jaitly UAE Custody Case Update; Delhi High Court Order to Secure Release

Last Updated: February 4, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Celina Jaitly Brother Major Vikrant Jaitly UAE Custody Case Update; Delhi High Court Order To Secure Release

1 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીના ભાઈ અને નિવૃત્ત મેજર વિક્રાંત જેટલી સપ્ટેમ્બર 2024થી UAEની કસ્ટડીમાં છે. તેમની કસ્ટડીના 16 મહિના વીતી ચૂક્યા છે. એક્ટ્રેસ સતત ભાઈની મુક્તિ માટે કાનૂની લડાઈ લડી રહી છે. ત્યારે આ લડાઇમાં સેલિનાને આખેર થોડી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે થયેલી સુનાવણીમાં વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો છે કે, તે જલદી એક ફર્મ બનાવીને મેજર વિક્રાંત જેટલીની સુરક્ષા સુનિશ્ચિત કરે અને તેમને કાનૂની સહાય પૂરી પાડે.

સેલિના જેટલીએ માહિતી શેર કરી

સેલિના જેટલીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ માહિતી આપતા લખ્યું છે કે, ‘આજે દિલ્હી હાઈકોર્ટે એક સૈનિકના અધિકારોના રક્ષણ માટે મોટું પગલું ભર્યું છે. ઘણા મહિનાઓના સતત પ્રયત્નો પછી, મેં મારા ભાઈ મેજર વિક્રાંત કુમાર જેટલી (નિવૃત્ત) માટે વકીલોની વ્યવસ્થા કરી લીધી છે, જેઓ છેલ્લા 16 મહિનાથી UAEમાં કસ્ટડીમાં છે.’

સેલિના જેટલીએ સોશિયલ મીડિયા પર વકીલનો આભાર માન્યો.

સેલિના જેટલીએ સોશિયલ મીડિયા પર વકીલનો આભાર માન્યો.

એક્ટ્રેસે પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, ભારત સરકારનું વિદેશ મંત્રાલય એવી વ્યવસ્થા કરે, જેથી અટકાયતમાં રહેલા એક્ટ્રેસના ભાઈ વિક્રાંત જેટલીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને તેમનો સંપર્ક થઈ શકે.

સેલિનાના ભાઈ વિક્રાંત જેટલી ભારતીય સેનાના નિવૃત મેજર છે.

સેલિનાના ભાઈ વિક્રાંત જેટલી ભારતીય સેનાના નિવૃત મેજર છે.

કોર્ટના આદેશ બાદ UAEની મોટી લીગલ ફર્મ ખાલિદ અલમર્રી એન્ડ પાર્ટનર્સ એડવોકેટ્સને રિટાયર્ડ મેજર વિક્રાંતનો કેસ હેન્ડલ કરવા માટે હાયર કરવામાં આવી છે. આ ફર્મ ફી લીધા વિના આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ રિટાયર્ડ મેજર વિક્રાંત જેટલીના અધિકારો માટે કામ કરશે.

સેલિના જેટલીએ આ માહિતી આપવાની સાથે વિદેશ મંત્રાલયનો આભાર માન્યો છે. તેણે લખ્યું, ‘વિદેશ મંત્રાલયના મજબૂત સહયોગ સાથે, મને પૂરો વિશ્વાસ છે કે આપણે આપણા તે સૈનિકને પાછા લાવીશું, જેણે પોતાની આખી યુવાની દેશની સેવામાં લગાવી દીધી.’

સેલિના જેટલીના ભાઈ ઉપરાંત તેના પિતા પણ ભારતીય સેનામાં હતા.

સેલિના જેટલીના ભાઈ ઉપરાંત તેના પિતા પણ ભારતીય સેનામાં હતા.

સેલિનાના ભાઈ 16 મહિનાથી કસ્ટડીમાં છે

સેલિના જેટલીના ભાઈ મેજર વિક્રાંત જેટલી નિવૃત્તિ પછી 2016થી દુબઈમાં રહેતા હતા. સપ્ટેમ્બર 2024માં તેમને નેશનલ સિક્યુરિટી કેસમાં UAE સિક્યુરિટી ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. સેલિના જેટલીએ ભાઈની મુક્તિ માટે કાનૂની સહાય લીધી હતી, પરંતુ બીજા દેશના કાયદા હેઠળ તે ભારતમાં રહીને ભાઈની મદદ કરી શકી નહોતી. જ્યારે લાંબા પ્રયાસો છતાં તેમનો ભાઈ સાથે સંપર્ક થઈ શક્યો નહીં, ત્યારે તેમણે વિદેશ મંત્રાલય પાસેથી મદદ માંગવા માટે અરજી દાખલ કરી હતી.

સેલિનાના ભાઈ વિક્રાંત જેટલી 16 મહિનાથી UAEની કસ્ટડીમાં છે.

સેલિનાના ભાઈ વિક્રાંત જેટલી 16 મહિનાથી UAEની કસ્ટડીમાં છે.

Leave A Comment