Coronaremedies Declares Rs 10 Dividend; FY26 Profit Jumps 44%

Last Updated: May 12, 2026By

5 કલાક પેહલા

  • કૉપી લિંક

કોરોના રેમિડિઝ લિમિટેડનો નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિકગાળા માટે કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) 44 ટકાના વધીને રૂ. 45.3 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. 31.5 કરોડ હતો. આ સમયગાળામાં કામગીરીમાંથી આવક રૂ. 353.1 કરોડ થઇ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 293.7 કરોડ હતી.

સંપૂર્ણ નાણાકીય વર્ષ 2026 માટે કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) 33.4 ટકા વધીને રૂ. 199.4 કરોડ થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 149.4 કરોડ હતો. સમીક્ષા હેઠળના સમયગાળામાં વેચાણ 17.28 ટકા વધીને રૂ. 1,403.2 કરોડ થયું છે, જે માર્ચ 2025માં રૂ. 1,196.4 કરોડ હતું.

કંપનીએ રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા શેરદીઠ રૂ. 10 ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

વિગતો (₹ કરોડમાં) Q4FY26 Q4FY25 Y-o-Y FY26 FY25 Y-o-Y
આવક 353.1 293.7 20.2% 1,403.2 1,196.4 17.3%
EBITDA 62 54.2 14.4% 293.4 240.0 22.3%
EBITDA માર્જિન 17.6% 18.5% (89) bps 20.9% 20.1% 85 bps
કર પછીનો ચોખ્ખો નફો 45.3 31.5 43.7% 199.4 149.4 33.4%
PAT માર્જિન 12.8% 10.7% 210 bps 14.2% 12.5% 172 bps

કોરોના રેમેડીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને COE શ્રી નીરવ કે. મહેતાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026 કોરોના રેમેડીઝ માટે એક મજબૂત વર્ષ રહ્યું છે, જેમાં સતત આવક વૃદ્ધિ સાથે કામગીરીની કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. બ્રાન્ડ બિલ્ડિંગ, બાયોસિમિલર્સ અને ઇન્ફર્ટિલિટી જેવા સ્પેશિયાલિટી સેગમેન્ટ્સ પરનું વ્યૂહાત્મક ધ્યાન અને એક્વિઝિશન દ્વારા પોર્ટફોલિયો વિસ્તરણથી બજારમાં અમારી સ્પર્ધાત્મક સ્થિતિ વધુ મજબૂત બની છે.

WOKADINEના સંપાદન અને વૈશ્વિક માન્યતા જેવી વ્યૂહાત્મક પહેલો સાથે, અમે આવનારા વર્ષોમાં ટકાઉ વૃદ્ધિને આગળ વધારવા માટે સારી સ્થિતિમાં છીએ.

2004માં સ્થપાયેલી કોરોના રેમેડીઝ લિમિટેડ (CORONA Remedies Limited) એ ભારત પર કેન્દ્રિત એક અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની છે, જે મહિલા સ્વાસ્થ્ય, કાર્ડિયો-ડાયાબિટીસ, પેઇન મેનેજમેન્ટ અને યુરોલોજી સહિતના મુખ્ય રોગનિવારક ક્ષેત્રોમાં ઉત્પાદનોના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ સાથે જોડાયેલી છે. કંપની WHO-GMP/EU GMP-પ્રમાણિત ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે અને DSIR-માન્ય R&D (સંશોધન અને વિકાસ) કેન્દ્રો દ્વારા મજબૂત નવીનતા ક્ષમતાઓ જાળવી રાખે છે.